મૃતકના કપડાં કેમ ના પહેરવાં જોઈએ? ગરુડ પુરાણમાં જાણો શું કહ્યું
કોઈ સ્નેહિજનના મૃત્યુ પછી પરિજનના લોકો મૃતકના કપડાં પહેરતા હોય છે, આવું કરી આપણે મોટી ભૂલ કરતા જોઈએ છીએ. ગરુડ પુરાણમાં આ બાબતે ઉલ્લેખ મળે છે. તેમાં જણાવાયું છે કે પરિવારના કોઈપણ વ્યક્તિએ મૃતકના વસ્ત્રો પહેરવાં ના જોઈએ.

પરિજનોએ ભૂલથી પણ મૃતકના વસ્ત્રો ધારણ ના કરવા જોઈએ. જો કોઈ આવું કરે છે તો મૃત વ્યક્તિની આત્મા કપડાં પહેરનાર વ્યક્તિ સાથે જોડાયેલી રહે છે અને તે ક્યારેય સદ્ગતિ પ્રાપ્ત નથી કરી શકતી.
જન્મ અને મૃત્યુ... આ એક શાશ્વત સત્ય છે, જેણે જન્મ લીધો છે તેનો અંત નક્કી છે અને જેનો અંત થયો છે તેને આ ધરતી પર બીજીવાર જન્મ પણ લેવાનો જ છે. માન્યતાઓ મુજબ મૃત્યુ થઈ ગયા પછી પણ આત્મા ક્યાંકને ક્યાંક પોતાના પરિવાર વચ્ચે રહે છે... તે બધું જુએ છે પરંતુ કોઈને કંઈ કહી નથી શકતી... તે બધું સાંભળે છે અને મહેસૂસ કરે છે... જ્યાં સુધી શરીરને અગ્નિના હવાલે ના કરી દેવાય, જ્યાં સુધી શરીરના દાહ-સંસ્કાર ના થઇ જાય ત્યાં સુધી આત્મા પોતાના શરીરને પાછું મેળવવાની પૂરી કોશિશ કરે છે... તે પોતાના શરીરના બંધનથી મુક્ત નથી થઈ શકતી.
આત્માનો શરીર સાથે જોડાણ નથી છૂટતું
આત્મા પોતાના શરીર સાથે જોડાણ તો રાખે છે પરંતુ સાથે જ તેને પોતાની અમુક વસ્તુઓથી પણ ખુબ પ્રેમ હોય છે... જેમ કે કપડાં, પેન, કોઈ મોંઘો સામાન... કોઈ એવી ચીજ જે તેના શરીરની હંમેશા નજીક રહેતી હોય. જો આ સામાન પરિવાર પાસે રહેશે અને પરિવારના લોકો આ સામાનનો ઉપયોગ પણ કરે છે તો ક્યાંકને ક્યાંક આપણે આવું કરી આત્માની મુક્તિના રસ્તામાં વિઘ્ન ઉભું કરીએ છીએ.
તેથી માનવામમાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના પ્રાણ ત્યાગે ત્યારે તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા વસ્ત્રો પણ પહેરવાં ના જોઈએ. શરીર ત્યાગ્યા બાદ તે આત્મા માત્ર એક ઉર્જા બનીને રહે છે, જે સકારાત્મક પણ હોય શકે છે અને નકારાત્મક પણ... તે આત્માની નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે તેની સાથે જોડાયેલી વસ્તુઓ કોઈ નિર્ધન અને અસહાયને દાનમાં આપવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
જો કે આ બાબતે એક અન્ય વિચારધારા પણ છે જે અમુક અંશે તમને પ્રેક્ટિકલ લાગી શકે છે.મૃત્યુના થોડા સમય પહેલેથી જ વ્યક્તિની ઈમ્યૂનિટી કમજોર થવા લાગે છે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ બિમારીને કારણે થયું હોય ત્યારે પણ તે ઘણી હદ સુધી સંભવ છે કે એ વસ્ત્રોમાં કોઈ બેક્ટેરિયા અથવા માઈક્રો ઓરગૈનિઝ્મ રહી ગયા હોય, જેને નરી આંખે જોવાં લગભગ અશક્ય છે. જો કોઈ વ્યક્તિ આ કપડાં ધારણ કરે છે તો શક્ય છે કે આ બેક્ટેરિયા તેના શરીર સુધી પહોંચી જાય માટે મૃતકના કપડાંનો પૂનઃ ઉપયોગ ના કરવો જ યોગ્ય છે.
મૃતક વ્યક્તિઓની વસ્તુઓનું દાન કરવું જરૂરી છે
આપણો કોઈ પ્રિયજન જ્યારે પોતાના પ્રાણ ત્યાગે છે ત્યારે તેની સાથે જોડાયેલા રહેવા માટે આપણી માત્ર અમુક યાદો બચે છે... જેમાં અમુક તેનો સામાનય પણ છે. જો આપણે મૃત વ્યક્તિઓનો સામાન આપણી પાસે રાખીએ છીએ તો ત્યારે આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ અને તે આપણને માનસિક રૂપે કમજોર કરી શકે છે, આપણને એ દુખદ ક્ષણને ભૂલવા ના દે, ખુદને જીવનની ગતિ સાથે આગળ વધારવા માટે મૃતકની યાદ અપાવે તેવી વસ્તુઓનું દાન કરવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
