
Guru Purnima 2020: આજે ગુરુ પૂર્ણિમા, તમારા ગુરુને આવી રીતે કરો યાદ, જાણો મહત્વ
ગાંધીનગરઃ "अखंड मंडलाकारं व्यापं येन चराचर, तत्पददर्शितं एनं तस्मै श्री गुरुवे नमः" અર્થાત આ શ્રૃષ્ટિ અખંડ મડલાકાર છે. બિંદુથી લઇ આખી શ્રૃષ્ટિને ચલાવનાર અનંત શક્તિનો જે પરમેશ્વર છે ત્યાં સુધી સહજ સંબંધ છે. આ સંબંધોને જેમના ચરણોમાં બેસીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તે જ ગુરુ. જેમ સૂર્યના તાપથી તપતી ભૂમિને વરસાદથી શીતલતા અને ફસલ પેદા કરવાની તાકાત મળે છે, તેમ જ ગુરુ- ચરણોમા શિષ્યોને જીવ, શાંતિ, ભક્તિ અન યોગ શક્તિની પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.

આજે ઉજવાય છે ગુરુ પૂર્ણિમા
અષાઢ મહિનાની પૂર્ણિમાના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવવામા આવ છે. આ દિવસ સનાતન ધર્મમાં ગુરુની પૂજાનું વિધાન છે. ગુરુ પૂર્ણિમા ચોમાસાના આરંભમા આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી સાધઉ સંત એક જ સ્થાન પર રહી જીવની ગગા વહાવે છે. અધ્યયન માટે આગલા 4 મહિના યોગ્ય માનવામા આવ્યા છે. પાછલા વર્ષોના મુકાબલ આ વર્ષે ગુરુ પૂર્ણિમાનું સ્વરૂપ બહુ ઓછું બદલાયું છે. કોરોના સંક્રમણને કારણે ગુરુ વંદના પણ ઑનલાઇન થઇ રહી છે. સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં સફળતાના શીર્ષ પર બેઠેલા લોકો પોતપોતાની રીતે ગુરુને યાદ કરે છે.

ગુરુ પ્રત્યેક દિવસે વંદનીય હોય છે
જીવનમાં આપણે જે કઇપણ પ્રાપ્ત કરીએ છીએ ક્યાંકને ક્યાંક ગુરુની કૃપાનું જ ફળ છે. ગુરુનો મતલબ શિક્ષકથી નહિ બલકે માતા-પિતા, ભાઇ, દોસ્ત, કોઇનાપણ રૂપમાં હોય શકે છે. જેમનુ નામ સાંભળતાં જ હ્રદયમાં સન્માનનો ભાવ જાગે છે. સન્માન પ્રકટ કરવા માટે કોઇ દિવસનો નહિ બલકે પ્રત્યેક દિવસે ગુરુ વંદનીય છે. જો કે જીવનની આપાધાપીમાં ભૌતિક રૂપે જીવન નિર્માતાના પ્રત્યે કૃતજતા જાહેર કરવાનો મોકો નથી મળતો. એવામાં ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ હોય છે જ્યાં આપણે ભૌતિક અને મન બનેના રૂપમાં ગુરુની વંદના અને સન્માન કરીએ છીએ.

કૃષ્ણ દ્વેપાયન વ્યાસનો જન્મ
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ચારેય વેદ અને મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વેપાયન વ્યાસનો જન્મ થયો હતો. વેદોની રચના કરવાના કારણે તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે. વેદ વ્યાસના સન્માનમાં જ અષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ગુરુ પૂજનનું વિશેષ વિધાન છે. આ વખતે ગુરુ પૂર્ણિમા પાંચ જુલાઇના રોજ પડી રહી છે. સંઘના સ્વયં સેવક કેસરિયા ધ્વજના સમક્ષ ગુરુ પૂજન કરે છે. પૂજા- અર્ચના માટે મંદિરોમાં ભારે ભીડ એકઠી થાય છે. જ્યારે આ વખતે કોરોના સંક્રમણને કારણે મંદિર જ્યાં સૂમસામ છે ત્યાં જ સાર્વજનિક કાર્યક્રમો પણ નહિ થાય.

ઑનલાઇન થઇ રહ્યો છે ગુરુ પૂજનનો કાર્યક્રમ
ભારતીય સંસ્કૃતિમા ગુરુનું સ્થાન દેવતાઓથી પણ ઉપર માનવામાં આવ્યું છે. સત કબીર પોતાના દોહા "गुरु गोविंद दोउ खडे, काके लागूं पांय बलिहारी गुरु आपकी, गोविंद दियो बताय"ના માધ્યમથી વ્યક્તિના જીવનમાં ગુરુના મહત્વને દર્શાવ્યું છે. સંત કબીર કહે છે ગુરુ વ્યક્તિના જીવનથી અંધકારન દૂર કરી પરમાત્માને મળે છે. ઈશ્વરની મહિમા ગુરુના માધ્યમથી જ જાણી શકાય છે. એટલે કે ગુરુનું સ્થઆન દેવતાઓથી પણ શ્રેષ્ઠ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ સામાજિક અને ધાર્મિક સગઠનો તરફથી વિશેષ આયોજન કરી ગુરુઓ પ્રત્યે સન્માન પ્રકટ કરવામાં આવે છે. કોરોના વાયરસના કારણે આ વખતે તમામ જગ્યાએ સામૂહિક કાર્યક્રમને સ્થગિત કરી પોતપોતાના ઘરોમાં જ ગુરુ પૂજન કરવા કહેવામાં આવી રહ્યું છે. મોટાભાગની જગ્યાએ લોકો ઑનલાઇન ગુરુ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે.