For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેષઃ જીવનમાં નવી ઉર્જા લઇને આવશે વર્ષ 2014

|
Google Oneindia Gujarati News

મેષઃ(ચૂ,ચે,ચો,લા,લી,લૂ,લે,લો,અ): લખનઉના જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લ તમને જણાવી રહ્યાં છે કે મેષ રાશિવાળાઓ માટે વર્ષ 2014 નવી ઉર્જા લઇને આવશે. જાન્યુઆરી મહીનામાં સૂર્ય પાંચમાં ભાવનો સ્વામી થઇને દશમ ભાવમાં બેસશે, જેના કારણે બુદ્ધિમતા પૂર્વક લેવામાં આવેલા નિર્ણયોથી લોકોને આશ્ચર્યચકિત કરી શકો છો. તમારા વિચારો લોકોને ઘણા જ પસંદ આવશે.

માર્ચ-એપ્રિલ દરમિયાન બુદ્ધ મીન રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. જેથી આ દરમિયાન ગુપ્ત કાર્યોમાં તમારું મન લાગશે અને બીજાથી પ્રભાવિત થઇને તમે તેવું જ કામ કરવા ઇચ્છૂક થશો. આ દરમિયાન સામાજિક સંબંધોમાં ગતિશીલતા આવશે અને નવા વિચારોનું સર્જન થશે. ધનની જોરદાર આક હોવાની સંભાવના બનેલી છે. જૂન-જુલાઇ એટલે કે વર્ષના મધ્યમાં ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે, તેના પ્રભાવથી તમારી લવ લાઇફ વધુ સારી થઇ શકે છે. એક બીજાનો સાથ એન્જોઇ કરવાની તક મળશે, બની શકે છે કે વાત લગ્ન સુધી પહોંચી જાય.

વર્ષના અંતમાં બુધ ગ્રહ કન્યા રાશિમાં આવશે અને શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. જેના કારણે આર્થિક પક્ષ મજબૂત બનશે, જો ધન જેટલું ઝડપથી આવશે તેટલો જ તેનો વ્યય પણ થશે. અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. રોકાયેલું ધન પ્રાપ્ત થશે અને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ થઇ શકે છે. વર્ષના અંતમાં ઘરમાં અનેક શુભ કામ થશે, જેના કારણે તમારી ઉર્જા બની રહેશે અને અનેક ગણી ખુશીઓ આવશે. આ તો વાત થઇ સંક્ષિપ્તમાં હવે જો તમે દરેક મહિનો મેષ રાશિ માટે કેવો છે એ વાંચવા માગો છો તો નીચે તસવીરો પર ક્લીક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

મેષ રાશિના જાતકોના જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં રહેશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે ચંદ્રમાંને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધારે જાણીએ જાન્યુઆરી મહિનો કેવો રહેશે? આ રાશિવાળાએ જાન્યુઆરીનો મહિનો સામાન્ય રહેશે. સૂર્ય પંચમ ભાવનો સ્વામી થઇને દશમ ભાવમાં બેસેલો છે, જેના કારણે બુદ્ધિમતાપૂર્વક લેવામાં આવેલા નિર્ણયો લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તમારા વિચારો લોકોને પસંદ આવશે. સરકારી કાર્યોમાં પ્રગતિના અણસાર જોવા મળી રહ્યાં છે. ભાગ્ય પક્ષમાં નબળાઇના કારણે કાર્યામાં અડચણો ઉત્પન્ન થશે. ધન ભાવનો સ્વામી 6 જાન્યુઆરી સુધી દશમ ભાવમાં રહેવાના કારણે આવકમાં વૃદ્ધિ થશે. પ્રેમ કરવા માટે આ મહીનો અનુકુળ છે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિનામાં સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધનુ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરશે, પરંતુ મંગળ 05 ફેબ્રુઆરીએ કન્યામાંથી તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે. પ્રથમ ભાવમાં કેતુ રહેવાથી મેશ રાશિવાળાને ફેબ્રુઆરી મહિનામાં કોઇપણ પક્ષમાં નિર્ણય લેવામાં ઉતાવળ ના કરો અન્યથા તમારે પસ્તાવું પડશે. અષ્ટમેશ મંગળ સાતમા ભાવમાં રહેશે જેતી પતિ-પત્નીને શારીરિક કષ્ટ બની રહેશે, પરંતુ આ સાથે ભૂમિ સંબંધિત લાબ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવની સ્થિતિ બની રહેશે. જો કે, બ્લડ કેન્સરના રોગીએને વધારે કષ્ટ થઇ શકે છે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચમાં મીન રાશિ પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. ચન્દ્ર છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. આ મહિને ગુપ્ત કાર્યોમાં તમારું મન લાગેલું રહેશે અને બીજાથી પ્રભાવીત થઇને તમે એ જ કાર્યા કરવા ઇચ્છૂક થશે. જીદ્દી સ્વભાવ અને આક્રમક વલણ તથા ઉતવાળો નિર્ણય લેવાની પ્રવૃત્તિથી અનેકવાર તમને નુક્સાનીનો સામનો કરવો પડી શકે છે. 12માં ભાવમાં સૂર્યના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે, જેના કારણે ઉંઘ ઓછી આવશે. અનેક બનતા કાર્યો અણીના સમયે બગડી શકે છે. કરવામાં આવેલા કાર્યોનું ભુગતાન થશે અને ધનના નવા સંશાધનો એકઠા કરવામાં સફળતા મળી શકે છે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 0 એપ્રિલે બુધ મીન રાશિમાં આવી જશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેસે. આ ગ્રહોની સ્થિતિના આધારે જાણીએ તમારો એપ્રિલ મહિનો કેવો રહેશે? મેષ રાશિના જાતકો માટે આ મહિનો સાધારણ પ્રસાર થશે. તમારી રાશિનો માલિક મંગળ છઠ્ઠા ભાવમાં સ્થિત છે, તેથી વિરોધી તમારું નુક્સાન કરવાના પ્રયાસો કરી શકે છે, પરંતુ તમારું આત્મબળ અને કઠોર શ્રમ સામે તે નિરથર્ક સાબિત થશે. વાણીમાં સૌમ્યતા રાખો, જેનાથી લાભ થશે. લગ્ન અને મહેનત કારગર સાબિત થશે. રાશિનો સ્વામી મંગળ આ દિવસોમાં છઠ્ઠા સ્થાન પર ભ્રમણ કરશે, તેથી સ્વાસ્થ્યમાં નરમી-ગરમી બની રહેશે. પ્રેમીઓ માટે આ મહિનો ઉત્તમ રહેશે. ધન આવશે પરંતુ ખર્ચ પણ એટલો જ થશે. ધનની સ્થિતિ સામાન્ય બની રહેશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15મેથી વૃષભ રાશિના ગોચર કરવાનું શરૂ કરી દેશે. બુધ પણ 5 મેએ સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્ગરહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે જાણીએ કે તમારો મે મહિનો કેવો રહેશે. આ મહિનો તમારા માટે ઉત્તમ સાબિત થશે. સામાજિક સંબંધોમાં ગતિશીલતા આવશે અને નવા વિચારોનું સર્જન થશે. સમય રહેતા પોતાના કાર્ય પૂર્ણ થવાથી મન પ્રસન્નચિત્ત રહેશે. વ્યાપારીઓ માટે આ મહિનો સારો રહેશે. નવા ગ્રાહકો જોડાશે અને જે ગ્રાહક દૂર થઇ ગયા છે, તે ફરીથી આવવાનું શરૂ થઇ જશે. નોકરીમાં સામાન્ય સ્થિતિ રહેશે. શારીરિક સ્વાસ્થ્ય ઠીક રહેશે, પરંતુ ગરિષ્ટ ભોજનથી બચો.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવશે. મંગળ કન્યામાં અને 5 જૂને ગુરુ કર્ક રાશિમાં ગ્રહણ કરવાનું પ્રારંભ કરશે. શનિ તુલામાં જ ગોચર કરતો રહેશે. આ મહિનો પણ સામાન્ય રહેશે. દુવિધાજનક માહોલથી નીકળીને પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરશો. યોજનાઓમાં લેટ-લતીફીનો અર્થ આળસ તમારી પર હાવી થઇ રહી છે. ઇષ્ટ મિત્રોથી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે મિત્રોની સલાહ ઉલ્ટી પડી શકે છે. કાર્ય અને વ્યવસાયમાં સામાન્ય સ્થિતિ બની રહેશે. લેખન વાંચન સાથે જોડાયેલા લોકો માટે જૂન મહિનો સારો રહેશે. નોકરીવાળા લોકો પોતાના વિવેકથી કામ કરે ના કે બીજાના બહેકાવામાં આવે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવશે. શુક્ર 14 જુલાઇએ મિથુનમાં ગોચર કરશે અને ગરુ કર્કમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાના યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ મહિને ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થવાના આસાર છે. ઇષ્ટ મિત્રો પાસેથી સારો સહયોગ અને સાનિધ્ય પ્રાપ્ત થશે. જે લોકો કોઇની અન્ડર કામ કરી રહ્યાં છે, તેમને માલિકાના હક મળી શકે છે. ભાગ્ય પક્ષ મજબૂત થશે, જેનાથી કેટલાક લોકોને વાહન અને મકાન ખરીદવાનો અવસર મળી શકે છે. પરિશ્રમ અને સાહસના જોરે ઘન પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. મિત્રોના સહયોગથી લાભ થઇ શકે છે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાતે ભ્રમણ કરવાનું શરૂ કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. આ મહિનામાં થોડાક દિવસોથી રોકાયેલા કામ પૂર્ણ થશે. ભાગીદારી અથવા સહયોગથી કરવામાં આવેલા કાર્યમાં લાભ થશે. સમયની પાબંદી અને તેમના ઉપયોગથી તમારા સાહસ અને આત્મબળમાં વધારો થશે. દામ્પત્ય જીવનમાં સ્થિતિઓ સામાન્ય બની રહેશે. બીજાનો કિસ્સો પોતાના પ્રેમ પર ના કાઢો તો સારું રહેશે. નહિતર કારણ વગર વિવાદ થશે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરએ સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલામાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળે વૃશ્ચિક રાશિ ગોચર કરશે. મેષ રાશિના જાતક માટે સપ્ટેમ્બરનો મહિનો સારો વ્યતિત થશે. લગ્નેશ મંગળ પોતાની રાશિમાં થઇને અષ્ટમ ભાવમાં પડે છે. મંગળની આ સ્થિતિ અચાનક વિચારોના કારણે કેટલાક પરિવર્તન કરી શકે છે. કન્યાનો સૂર્ય વિરોધીઓને પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા કરશે. આર્થિક પક્ષ-કેટલાક નવા અવસર પ્રાપ્ત થશે અને આર્થિક લાભ થવાના સંકેત જોવા મળી રહ્યાં છે. વાયુ વિકાર અને શરદી સંબંધિત રોગ તમને પરેશાન કરી શકે છે. અતઃ સાવધાની રાખો. પંચમેશ સૂર્ય છઠ્ઠા ભાવમાં છે, તેથી પ્રેમી વર્ગે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને ચોડીને ઇન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતો રહેશે. ભાગીદારીમાં કરવામાં આવેલા કાર્યોમા લાભ થશે. દૂરદર્શી વિચાર રાખવાથી ભવિષ્ય સોનેરી બની જશે. તમારી ભૂલો પર પૈની નજર રાખનારાથી તમારું વ્યક્તિત્વમાં ગજબનો નિખાર આવશે. વાણીમાં મધુરતા આવશે, જેનાથી લોકો તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરશે. જો ધન જેટલી ઝડપથી આવશે તેટલી જ ઝડપથી વ્યય પણ થશે. અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને પાંચ નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં, મંગળ ધન અને 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. ચંદ્ર છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. મેષ રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો નવા અવસર લઇને આવશે પરંતુ તેને કૈશ કરવામાં આકરી મહેનત કરવી પડશે. પારિવારિક પરિસ્થિતિઓમાં સંતુલન બનાવીને તમે તમારું સો ટકા આપવામાં સફળ થશો. પારિવારિક કલેહના કારણે એકબીજા સાથે તણાવ બની શકે છે, બાકી ઠીક રહેશે. પ્રેમીઓનો ગુપ્ત પ્રેમનો પર્દાફાશ થઇ શકે છે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 નવેમ્બરે બુધ પણ સૂર્ય રાશિસાથે આવશે. 30 ડિસેમ્બર શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્ર છોડીને અન્ય ગ્રહ યથાવત રાસિમાં ગોચર કરતા રહેશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમા ગોચર કરતો રહેશે. મેષ રાશિવાળા માટે ડિસેમ્બરનો મહિનો શ્રેષ્ઠ કહેવામાં આવશે. રાશિનો સ્વામી મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં ગોચર કરી રહ્યો છે. પ્રશાસનિક અધિકારીઓ આર્મી, પોલીસ, ડોક્ટર્સ અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે વિશેષ કરીને સારો રહેશે. સાર્વજનિક ક્ષેત્ર પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળશે. કેટલાક લોકો મકાન અને વાહન ખરીદવાની ઇચ્છા પૂરી કરી શકે છે. શારીરિક અને માનસિક સુખ પ્રાપ્ત થશે, બસ શિયાળામાં સંભાળીને રહેવાની જરૂર છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપ ક્યારેય ના કરો નહીંતર સંબંધોમાં ખટાશ આવશે.

English summary
Read year horoscope, astrology and predictions of 2013 in Hindi. Get the complete year prediction for 2013. Year prediction of Aries. Varshphal 2013 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X