Cancer Yearly Horoscope 2019: કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ 2019
કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક અને કેરિયરની દ્રષ્ટિએ મજાનું રહેશે. જો કે સ્વાસ્થ્યને લઈ સાવધાન રહેવું. કારણ કે તમારી તબિયતમાં ઉતાર-ચઢાવ ચાલ્યા કરશે.
કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક અને કેરિયરની દ્રષ્ટિએ મજાનું રહેશે. જો કે સ્વાસ્થ્યને લઈ સાવધાન રહેવું. કારણ કે તમારી તબિયતમાં ઉતાર-ચઢાવ ચાલ્યા કરશે. નોકરી કરનારા જાતકોની પદોન્નતિ થવાની શક્યતા છે. ફેબ્રુઆરીથી માર્ચ અને નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે તમારી નોકરી અને વેપારમાં કોઈ શુભ સમાચાર મળશે. કોઈ નવા વેપારની શરૂઆત કરી શકો છો. આ વર્ષે તમે બિઝનસનો વિસ્તાર કરશો. આર્થિક રીતે આ વર્ષ ખૂબ સારુ રહેશે. કારણકે તમને ધનલાભનો યોગ છે. માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. આ સમયે તમે રોકાણની યોજના બનાવજો.
આ પણ વાંચો: Gemini Yearly Horoscope 2019: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ

આર્થિક
આ વર્ષે તમારી આવક સારી રહેશે, સાથે જ ખર્ચા પણ વધશે. આ વર્ષ વેપાર માટે સારુ રહેશે. જેમાં પ્રગતિ થવાની શક્યતા છે. તમને ઉચ્ચ સ્તરે ઓળખ મળશે. અપેક્ષા અનુસાર તમારા કામ થશે. નવા કામ માટે આ સમય સારો છે. તમે ઉત્તમ જીવનશૈલી માટે ખર્ચા કરશો. માર્ચ બાદ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળજો. બીજાનુ સારુ કરવામાં તમારુ નુકશાન થશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો, નહિંતર તમારુ જ નુકશાન થશે.

આરોગ્ય
આ સમયે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. વર્ષની શરૂઆતથી તમને શારીરિક મુશ્કેલીઓ રહેશે. જો કે માર્ચ બાદ તમારી સ્થિતિમાં સુધારો આવશે. તમારી જીવનશૈલીને કારણે તમારા તબિયત પર અસર પડશે. જેથી જીવનશૈલીમાં સુધારો લાવજો. તમારા કામને લઈ વિદેશ પ્રવાસ કરશો. સાથે જ તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખજો. શાંત રહેજો અને તમારા માટે લાભકારી રહેશે.

નોકરી અને વેપાર
નોકરી કરનારા જાતકોનું આ વર્ષે પ્રમોશન થઈ શકે છે. નોકરી અને વેપાર બંને માટે આ સમય સારો છે. આ વર્ષે તમે નવા કામની શરૂઆત કરશો. ઓગસ્ટ અને સેપ્ટેમ્બર માસ તમારા કેરિયર માટે સારો નથી. વેપારીઓ પોતાના ગ્રાહકો સાથે વધુ તાદાત્મય વધારે. કલા, મિડિયા, પ્રિન્ટિંગ, સંગીતના કામમાં ઉન્નતિ થશે. નવા વેપારમાં લાભ થશે શેયર બજારમાં સારા લાભના સંકેત છે.

સંબંધો
જીવનસાથી પ્રત્યે તમારો પ્રેમ અને ઘનિષ્ઠતા વધશે. નવા સંબંધની શરૂઆત માટે આ સમય સારો રહેશે. જીવનસાથીના સહકારથી તમે તમામ મુશ્કેલીઓમાંથી તરી જશો. માતા-પિતાના આશિર્વાદથી તમે ખુશ રહેશો અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે. આ વર્ષે તમે તમારા મકાનના રિનોવેશન પાછળ ખર્ચા કરશો. જીવનસાથી સાથે ખુશીથી જીવન વિતશે. સામાજીક પ્રસંગોમાં હાજરી વધવાથી તમારા સંબંધો મજબૂત બનશે.

લવ લાઈફ
આ વર્ષે તમારી લવ લાઈફ અને મેરેજ લાઈફ બંને આનંદિત રહેશે. પ્રેમી યુગલો સંબંધોને નવી મજબૂતાઈ પ્રદાન કરશે. પ્રેમી યુગલો વચ્ચે પ્રેમ વધશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી ઉપરાંત નવેમ્બર અને ડિસેમ્બર પ્રેમી યુગલો માટે ઉત્તમ રહેશે. પ્રેમ, મનોરંજન અને આનંદ માટે તમે સાથે ફરવાનું પ્લાનિંગ કરશો. લગ્ન કરવા ઈચ્છુક જાતકોને સફળતા મળશે.

શિક્ષણ
વિદ્યાર્થીઓ આ વર્ષે સારી રીતે અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપવાને કારણે સારુ રિઝલ્ટ મેળવી શકશો. અભ્યાસમાંથી ધ્યાન ભટકે નહિં તે માટે સંબંધોમાં સ્પષ્ટતા રાખજો. આધ્યાત્મિક વિષયોમાં તમારી રૂચી વધશે. ઓગસ્ટ અને સેપ્ટેમ્બરના અંતે તમે કેરિયરને લગતો કોઈ મહત્વનો નિર્યણ લેશો. જો કે આ માટે વડિલોની વાત જરૂર માનજો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
