પૂજાના સ્થાને ન લગાવી આ તસ્વીર, જાણો કેમ

Posted By:
Subscribe to Oneindia News

ઘરમાં પૂજાનું સ્થાન સૌથી પવિત્ર મનાય છે. આ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જરૂરી છે. ઉપરાંત ત્યાં પ્રકાશ પણ પૂરતો હોવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે. આટલુ જાણવા છતાં ઘણા ભારતીયો પૂજાના સ્થાને એવી અનેક ભૂલો કરે છે. જેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બને. આજે અમે તમને આવા જ કેટલાક ઉદાહરણો આપીશું જે જાણી તમે પોતાની કરેલી ભૂલો સુધારવા મજબૂર થઈ જશો.

સ્વગત લોકોના ફોટા ન લગાવો

સ્વગત લોકોના ફોટા ન લગાવો

પૂજા રૂમમાં મૃત દાદા-દાદી કે માતા-પિતાના ફોટા અંગે અનેક ઘરોમાં જુદુ જુદુ ચલણ જોવા મળે છે. જેઓ પોતાના સ્વગત સંબંધિઓની તસ્વીર પૂજા ઘરમાં લગાવે છે. તેઓ એવું વિચારે છે કે આમ કરી તેઓ તેમને સન્માન આપી રહ્યા છે. પણ શાસ્ત્રો પ્રમાણે મૃત વ્યક્તિની તસ્વીર દેવી દેવની સાથે રાખવી નહિં. સનાતન ધર્મમાં પૂજાના સ્થાને મૃત વ્યક્તિના ફોટા રાખવું અયોગ્ય મનાય છે.

શું કહેવું છે હિંદુ ધર્મનું

શું કહેવું છે હિંદુ ધર્મનું

હિંદુ ધર્મમાં શરીરને નશ્વર અને આત્માને અમર માનવામાં આવે છે. પરિણામે તમે તમારા પૂર્વજોને સન્માન આપો છો અથવા તેમની પૂજા કરો છો. તો આ તેમની આત્માની પૂજા કરી રહ્યા છો. નશ્વર મનુષ્યની તુલના ભગવાન સાથે કરવી હિંદુ ધર્મમાં ખોટી મનાય છે.

વાસ્તુ દોષ

વાસ્તુ દોષ

તેની સાથે જ કોઈ મૃત વ્યક્તિની તસ્વીર પૂજા ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ પેદા થાય છે. જેનાથી કુટુંબના સભ્યોનું આરોગ્ય બગડે છે.

પૂજા ઘરમાં ધ્યાન લાગતુ નથી

પૂજા ઘરમાં ધ્યાન લાગતુ નથી

પૂજા સ્થાને જ્યાં ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યાં ધ્યાન લાગવું જરૂરી છે. આવી જગ્યાઓ મૃત પ્રિયજનોની તસ્વીર તમારી લાગણીઓને અશાંત કરે છે. પ્રિયજનોની તસ્વીર જોઈ તમને દુઃખ થાય છે અને તેમનું મન વિચલિત થાય છે. જેથી તમારુ ધ્યાન પૂજામાં લાગતુ નથી.

English summary
Indians make one very common mistake in Puja Room. Sanatam dharma strongly condemns placing of ancestors’ photos in the puja room. This can lead to several problems in life.
Please Wait while comments are loading...