તમને આવતા સપનાનો શું અર્થ થાય છે? જાણો અહીં..

Posted By:
Subscribe to Oneindia News

સપનાની વ્યાખ્યા કરવી એ એક જટિલ કામ છે. સપના એ મનની કલ્પના છે. મન જ્યારે સ્વતંત્ર થઈ ફરવા લાગે ત્યારે રંગીન, સારા-ખરાબ, ડરામણા જેવા અનેક પ્રકારના સપના રચાવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે, સપના એ માત્ર વિચારો નથી, એ તમારા જીવનના ઉતાર-ચઢાવ સૂચવે છે. ઘણીવાર સપનાઓ આપણને આવનારા ભવિષ્યનો સંકેત આપતા હોય છે, પરંતુ આપણે સમજી શકતા નથી. અહીં આજે અમે તમને આવા અનેક પ્રકારના સપનાનો અર્થ જાણાવીશું.

સપનાનો અર્થ

સપનાનો અર્થ

 • સપનામાં ચશ્મા પહેરતા જોવું એટલે વિદ્વતામાં વધારો થવો.
 • સપનામાં લાકડી જોવી એટલે નામ કમાવું.
 • સપનામાં ખીણ જોવી એટલે કે તમને ધન અને પ્રસિદ્ધિ મળશે.
 • સપનામાં કૂતરું દેખાય તો સારો મિત્ર મળી શકે છે.
 • સપનામાં કમળ દેખાય તો માનવું કે, મહાન વ્યક્તિ સાથે મુલાકાત થશે
..તો પ્રવાસથી લાભ થશે

..તો પ્રવાસથી લાભ થશે

 • સપનામાં ટોપી દેખાવાનો અર્થ છે, તમે ઉન્નતિના રસ્તે આગળ વધશો.
 • જો તમે સપનામાં ધનુષ્ય પકડ્યું છે તો પ્રવાસથી લાભ થશે.
 • સપનામાં કોલસો દેખાય તો કોઈ વિવાદમાં ફસાશો.
 • કાદવમાં ફસાઈ ગયા હોવાનું સપનું આવે તો પૈસા વેડફાશે અને શારીરિક મુશ્કેલી આવી શકે છે.
 • સપનામાં તળાવમાં નહાવું એટલે સંન્યાસી બની જવું.
..તો વિજય પ્રાપ્તિ થશે

..તો વિજય પ્રાપ્તિ થશે

 • સપનામાં સિંહાસન જોવું એટલે ઉત્તમ સુખની પ્રાપ્તિ થવી.
 • સપનામાં જંગલ જોવું એટલે વિજય પ્રાપ્તિ થવી.
 • સપનામાં જહાજ જોવાનો અર્થ છે, મુશ્કેલીઓ દૂર થશે અને નકામા ખર્ચા થશે.
 • સપનામાં ચાંદી નિહાળવાનો અર્થ છે, પૈસા અને અહંકારમાં વધારો થશે.
 • સપનામાં ઝરણાના દર્શન થાય તો દુઃખ દૂર થાય છે.
શુભ સમાચાર મળવા

શુભ સમાચાર મળવા

 • સપનામાં ચાદર જોવાથી વિના કારણે બદનામી થઈ શકે છે.
 • સપનામાં પ્રગટતો દિપક જોવો તે આયુષ્યમાં વધારાની નિશાની છે.
 • પત્ર વાંચતા જોવું એટલે શુભ સમાચારની પ્રાપ્તિ
 • સપનામાં દાડમનું ફળ મળવું એટલે ધન અને પુત્રની પ્રાપ્તિ થવી.
 • સપનામાં આકાશ જોવું એટલે ઐશ્વર્ય વૃદ્ધિ અને પુત્ર લાભ.
 • સપનામાં રત્નો કે નંગો જોવા એટલે ડર અથવા પૈસાનો બગાડ થવો.
પદોન્નતિ અને લાભ

પદોન્નતિ અને લાભ

 • સપનામાં તડકો જોવો એટલે પદોન્નતિ અને લાભ થવો.
 • અગ્નિની જવાળા જોવી એટલે ખોટા રસ્તેથી ધનની પ્રાપ્તિ
 • સપનામાં વાદળો જોવા એટલે રાજ્યથી લાભ થવો.
 • જો તમે સપનામાં તોફાન કે વિજળી પડતા જોઈ તો સમજો કે તમે કોઈ મુસીબતમાં ફસાવાના છો.
 • સપનામાં કોઈ સૂકું અન્ન દેખાય તો સમજવું કે, મુશ્કેલી આવી શકે છે.
 • સપનામાં વિંટી પહેરવી એટલે ધન લાભ અને ખુશીઓ આવશે.
 • સપનામાં ઊંટના દર્શન થવા એટલે ધનમાં વધારો થવો.
દેવામાંથી મુક્તિ

દેવામાંથી મુક્તિ

 • જો તમે સપનામાં મુશળધાર વરસાદ જુઓ તો ઘરમાં કલેશ અને રોગો વધવાની શક્યતા છે.
 • સપનામાં લીલો બગીચો દેખાય તો ધનની વૃદ્ધિ થયા છે.
 • સપનામાં સૂકો બગીચો જોવો એટલે અચાનક મુશ્કેલીઓ આવી જવી.
 • સપનામાં તમારા વાળ કપાયેલા હોય તો માની લો કે તમને દેવામાંથી મુક્તિ મળશે અથવા પુત્રની પ્રાપ્તિ થશે.
 • સપનામાં પોતાના વાળ જોવા એટલે આર્થિક મજબૂતાઈ આવવી.
English summary
Dream interpretation is the process of assigning meaning to dreams. According to Astrology, dream always indicates the ups and downs in your life.
Please Wait while comments are loading...