W અક્ષર વાળા હોય છે "અડિયલ અને અભિમાની"
જે છોકરા કે છોકરીનું નામ અંગ્રેજી અક્ષર W થી શરૂ હોય તેવી વ્યકિત અભિમાની અને સ્વાર્થી હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'V' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'W' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'W' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી અક્ષર W થી શરૂ થતું હોય તેવા લોકો બીજા પર રોબ ઝાડનારા હોય છે.
- તેઓ સ્વભાવે ઘમંડી અને અભિમાની હોય છે.
- તેઓ હંમેશા લોકો પર પોતાની મરજી ચલાવવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં તેમનું ન ચાલે ત્યાંથી તે ખસી જાય છે.
- તેમની જલ્દી કોઈની સાથે બનતી નથી, તેઓ હંમેશા લોકોની ટીકાનો ભોગ બને છે.
- જો કે તેઓ મનના ખરાબ નથી હોતા પણ તેમને સમજનારા લોકો ઘણા ઓછા હોય છે.
- તેમનો અડિયલ સ્વભાવ લોકોને તેમની પાસે આવતા રોકે છે.
- આ નામના લોકો પોતાના જીવનમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે. નામ, પૈસા અને પ્રસિદ્ધિ તેમના કદમ ચૂમે છે, જેનું તેમને ઘણું અભિમાન હોય છે.
- તેમની તેની સાથે જ બને છે જે તેમનાથી દબાઈને રહે.
- પ્રેમ પર તેમને વિશ્વાસ નથી હોતો.
- તેઓ જ્ઞાની અને પ્રસિદ્ધ હોય છે પણ તેમના અડિયલ સ્વભાવને કારણે તેમને લોકો પસંદ કરતા નથી.
- વધુ કરીને આ લોકો રાજકારણ, સિવિલ સર્વિસ અને પોલીસ વિભાગમાં જોવા મળે છે.
- તેમને ધર્મ, કર્મમાં પણ રસ હોય છે.
- તેઓ પોતાના નામ અને પૈસાનો વધુ દેખાડો કરે છે. જેને લઈ તેઓ નકામા ખર્ચા કરી મોટા દેખાવાનો પ્રયત્ન કરે છે.












Click it and Unblock the Notifications
