• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કઠોર દિલના હોય છે આ પાંચ રાશિના જાતકો

By Lekhaka
|

આપણા જીવનમાં રાશિનું બહુ મહત્વ છે. આ રાશિઓમાંથી જ કેટલીક રાશિઓના જાતકો ઈમોશન્સ મામલે બહુ ખરાબ માનવામાં આવે છે કે તેઓ બહુ પ્રેક્ટિકલ હોય છે. પ્રેક્ટિકલ હોવાના કારણે કેટલીય વખત એમણે કઠોર દિલવાળા કે અસામાન્ય પણ કહેવામાં આવે છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કઈ રાશિના લોકો પ્રેક્ટિકલ હોય છે. આ રાશિઓના લોકો માત્ર પોતાના વિશે જ વિચારતા હોય છે અને ભાવનાત્મક રૂપે વિચારતા નથી હોતા.

આ લોકો એ વાત પર વધુ ધ્યાન આપતા હોય છે કે બીજાના ઈમોશન્સને બદલે એમણે શું કરવું જોઈએ. ઈમોશનલ હોવું આ રાશિના જાતોક માટે સહેલું નથી. તેઓ પોતાના કાર્યની ખુદ જવાબદારી લેતા હોય છે અને યથાર્થવાદી વ્યક્તિ હોય છે. આજે અમે તમને એ રાશિ વિશે જણાવીશું.

મકર

મકર

મકર રાશિના લોકો સૌથી વધુ પ્રેક્ટિકલ માનવામાં આવે છે. તેઓ એવા લોકો સાથે જ વાત કરે છે જે કલ્પના નથી કરતા અને સિદ્ધાંતોને લઈને ચાલતા હોય છે. બીજી બાજુ આ વ્યક્તિઓ એવી યોજનાઓ બનાવે છે જે તેમના ઉદ્દેશ્ય અને મૂલ્યો સાથે બંધ બેસતી નથી હોતી. તેઓ ઉતાવળે કોઈ નિર્ણય નથી લેતા, પહેલાં તમામ તથ્યોને ચકાશે છે. આ ઉપરાંત તેઓ ધીરજ રાખીનવા માટે પણ ઓળખિતા છે. એક પ્રેક્ટિકલ માણસ તરીકે તેઓ જાણે છે કે જે વસ્તુ તમારા માટે યોગ્ય છે તેને મેળવવામાં સમય તો લાગે જ છે.

કન્યા

કન્યા

આ રાશિના લોકો બીજાની મદદ માટે હંમેશા ઉભા પગે રહે છે. સમસ્યાનો હલ કઈ રીતે લાવવો તે અંગે આ રાશિના જાતકો બરાબર રીતે જાણતા હોય છે. એમની આ વિશેષતા એમને પ્રેક્ટિકલ બનાવવાની સાથે એમને વિશ્વાસુ પણ બનાવે છે. આ લોકો ખયાલી દુનિયામાં વિશ્વાસ નથી કરતા, તેને બદલે તેઓ વાસ્તવિક દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. આ લોકો બહુ સ્થિર હોય છે અને કોઈપણ ઘટનાના કારણ અને એની પૂરી તસવીર વિશે પહેલેથી જ માલુમ કરી લેતા હોય છે.

મેષ

મેષ

મેષ રાશિના લોકો વધુ પ્રેક્ટિકલ નથી હોતા પરંતુ કેટલીય વસ્તુમાં તેઓ પ્રેક્ટિકલ બની જતા હોય છે. આ રાશિના લોકો પોતાની જિંદગીમાં નોકરી, ઘર અને પૈસાને લઈને પ્રેક્ટિકલ હોય છે. એમને પોતાની લાઈફમાં એક સુરક્ષિત નોકરી, આરામદાયક ઘર અને બેંક બેલેન્સ જોઈતું હોય છે. તેઓ હંમેશા જાગરૂક હોય છે. જ્યારે એમની પાસે કરવા માટે કંઈ નથી હોતું ત્યારે તેઓ નોકરી મેળવવા માટે યોગ્ય લોકોની સાથે રહેતા હોય છે. એમને માલુમ છે કે પોતાની વસ્તુઓ કઈ રીતે હાંસલ કરવી.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના લોકો બહુ પ્રેક્ટિકલ વિચારસરણી વાળા હોય છે અને તેઓ પોતાની લાઈફમાં પ્રેક્ટિકલ વસ્તુઓને સારી રીતે મહેસૂસ કરતા હોય છે. આવા વ્યક્તિ વિશ્વાસુ હોય છે. તેઓ પોતાનું કામ પૂરું કરવા માટે સરળ અને સટીક રસ્તો અપનાવે છે. આ ઉપરાંત તેઓ વિચાર્યા વિના રિએક્ટ પણ નથી કરતા. તેઓ જમીન પર જ રહે છે અને એ ચીજોને લઈને મુર્ખ નથી બનતા જે ક્યારેય સત્ય ન હોઈ શકે.

મિથુન

મિથુન

આ રાશિના લોકો બધી વસ્તુઓને હળવામાં લઈ લે છે, પરંતુ આ લોકો જીવનમાં બહુ પ્રેક્ટિકલ હોય છે. આ લોકો બહુ દૂર સુધીનું વિચારે છે અને ફ્યૂચર પ્લાનિંગ કરવાની યોજના બનાવતા હોય છે. આ રાશિના લોકો પેરેન્ટ્સના રૂપે બહુ પ્રેક્ટિકલ હોય છે અને ખાસ કરીને પોતાના બાળકો મામલે તેઓ વધુ પ્રેક્ટિકલ હોય છે. તેઓ બાળકોની કોઈ ભૂલ પર તરત રિએક્ટ નથી કરતા પરંતુ તેઓ પોતાના બાળકોની ભૂલને સુધારવાનો યોગ્ય રસ્તો અપનાવે છે અને મનથાય તેવી રીતે બાળકોને સજા નથી આપતા.

More astrology NewsView All

English summary
Zodiac Signs That Are Known For Being Practical

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more