આ રાશિના લોકો પ્રપોઝ કરવામાં ખુબ જ પાછળ છે

શું પ્રેમ કરવો સાચે જ મુશ્કેલ છે ? કદાચ નહીં. પરંતુ કેટલીકવાર તેને સ્વીકારવું લોકો માટે સહેલું નથી હોતું.

શું પ્રેમ કરવો સાચે જ મુશ્કેલ છે ? કદાચ નહીં. પરંતુ કેટલીકવાર તેને સ્વીકારવું લોકો માટે સહેલું નથી હોતું. શું તમે જાણો છો કે સૌથી વધુ મુશ્કેલી ત્યારે સર્જાય છે, જ્યારે તમે પ્રેમ કરો છો પરંતુ તેને વ્યક્ત નથી કરી શક્તા. કેટલાક લોકોને આ ફક્ત દેખાડો લાગે છે. પરંતુ આ વાત માનનાર લોકોએ પોતાની રીત બદલવી જોઈએ. તમારો પ્રેમ જાહેર કરશો તો સંબંધો વધુ મજબૂત બનશે.

શક્ય છે કે તમારા કેટલાક એવા મિત્રો હશે જે I love you ન કહેવાના જુદા જુદા કારણ આપતા હોય. કારણ ગમે તે હોય પરંતુ આવું કરનારા લોકો આજના સમયમાં પણ છે ખરા. અમે રાશિ પ્રમાણે એક યાદી તૈયાર કરી છે.

આ પણ વાંચો: 2019માં આ 7 રાશિના લોકોની લવ લાઈફ શરૂ થશે, કોઈ ખાસ કરશે પ્રેમની વાત

જ્યોતિષ પ્રમાણે એવી 5 રાશિ છે જેને આઈ લવ યુ કહેવામાં મુશ્કેલી પડે છે. શું તમે પણ આ લિસ્ટમાં સામેલ છો?

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકોમાં બે ચીજ સામાન્ય છે. પહેલું એ કે તેમને જીવનમાં પ્રયોગો કરવા પસંદ છે. તેઓ નવા લોકોને મળવા ઈચ્છે છે અને જાણે છે કે તેઓ કોની સાથે વધુ કમ્ફર્ટેબલ રહેશે. બીજું તેઓ મિત્રો અંગેની જરૂરી શરતોની યાદી બનાવે છે. આ લિસ્ટમાં જે મુદ્દા હોય છે તે પ્રમાણે તો કેટલીકવાર મિત્રો મળવા જ મુશ્કેલ હોય છે. એટલે જ તેઓ પ્રેમ કે લવ જેવા ભારે શબ્દોનો ઉપયોગ ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી તેઓ ખુદ નિશ્ચિત ન થઈ જાય.

કન્યા

કન્યા

જી હાં, કન્યા રાશિના જાતકો પ્રોફેશનલ હોય છે. તેઓ એક ગીત લખશે પરંતુ જ્યાં સુધી તે પરફેક્ટ ન બને ત્યાં સુધી કોઈને નહીં દેખાડે. જો તેઓ પેન્ટ ખરીદશે તો ત્યાં સુધી નહીં પહેરે જ્યાં સુધી પરફેક્ટ મેચિંગ ટોપ ન મળે. આ જવાત તેમની રિલેશનશિ પર પણ લાગુ થાય છે. જ્યાં સુધી તેઓ કોઈ વ્યક્તિ વિશે દ્રઢતાથી ન વિચારે ત્યાં સુધી આઈ લવ યું નથી કહેતા.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો પરિવર્તનને જલ્દી નથી સ્વીકારી શક્તા. તેઓ પરિસ્થિતિ જુએ છે, સમજે છે પોતાની રીતે અર્થ કાઢે છે અને પછી ભવિષ્ય વિચારે છે. એટલે કે તેઓ ત્યાં સુધી કોઈ વસ્તુ વિશે નિશ્ચિત નથી થતા ત્યાં સુધી તેના પર ભરપૂર વિચાર કરે છે. પ્રેમ મામલે પણ તેઓ પોતાનો પૂરતો સમય લે છે અને ત્યાં સુધી આઈ લવ યુ નથી કહેતા.

મકર

મકર

આ રાશિા લોકો પ્રેક્ટિકલ, મહત્વાકાંક્ષી અને લક્ષ્ય મેળવવા માટે કામ કરનારા હોય છે. મકર રાશિના લોકો ફક્ત અને ફક્ત બિઝનેસ પર જ ફોકસ કરે છે. આ લોકો લૂક, વલણ અને કામની પ્રશંસા કરે છે. તેઓ લોકોને દિલમાં જગ્યા આપે છે. પરંતુ ઘણા ઓછા કિસ્સામાં એવું બને છે કે બિઝનેસ ટુ બિઝનેસ રિલેશનશિપ કરતા પણ તેઓ આગળ વધે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકો આઝાદી શોધે છે. અને રિલેશનશિપમાં તેમને આઝાદી મળે તે અસામાન્ય છે. એટલે તેઓ સુરક્ષિત ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ પ્રેમ વ્યક્ત કરવા માટે ત્યારે જ ત્રણ મેજિકલ વર્ડ્ઝ કહેશે જ્યારે તેમને આઝાદીનો અહેસા થાય અથવા તેમને લાગે કે કોઈ વ્યક્તિ સાથે સમય વીતાવવાથી તેમની આઝાદી નથી જોખમાતી. એટલે જ આ રાશિના લોકો ખૂબ ઓછી વખત આઈ લવ યુ કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X