For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના 15 મોસ્ટ અમેઝિંગ કાર ગેરેજ

|
Google Oneindia Gujarati News

તમારી જોડે પોશ વિસ્તારમાં શાનદાર ઘર છે પણ તમારી ગાડીઓને રાખવાની તેમ જગ્યા નથી કે પછી તમે મુંબઇ જેવા મહાનગરમાં રહો છો જ્યાં ફ્લેટ સિસ્ટમના લીધે તમે અત્યાધુનિક ફ્લેટમાં તો રહો છો પણ કાર માટે તમારી જોડે કોઇ જગ્યા નથી.

કાર પાર્કિંગ હંમેશાથી એક માથાનો દુખાવો રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને જો તમારી કાર વૈભાવી હોય તો. ત્યારે આ કારને યોગ્ય જાણવણી એક વિકટ પ્રશ્ન બની જાય છે પણ તેવા પણ કેટલાક લોકો છે જેમણે તેમની કાર માટે કરી છે ખાસ વ્યવસ્થા.

આજે અમે તમને દુનિયા 15 શ્રેષ્ઠ અને અદ્ધભૂત ગેરેજ બતાવાના છીએ જેમાં કાર પ્રેમી લોકો તેમની પ્રિય કારની સાચવવાને રાખવા માટે બનાવ્યા છે. તો જોતા રહો આ ફોટોસ્લાઇડર...

ઓટોમોટરપેક્સ

ઓટોમોટરપેક્સ

ઓટોમોટરપેક્સની મોટર સ્પોર્ટ રસિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો તમે કાર કલેક્ટર હોવ કે પછી વૈભાવી કારોના માલિક છો તો ઓટામોટરપેક્સ તમારા માટે સારો વિકલ્પ છે. તે તમને હાઇલી સિક્યોરીટી તો આપે જ છે સાથે જ તમારી કારનું પણ પૂરું ધ્યાન રાખે છે.

ગરાજનેટલીયર

ગરાજનેટલીયર

પીટર ક્રુઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ કૂલ ગેરેજ, સ્વિટ્ઝર્લેન્ડમાં આવ્યું છે. અને આ ગેરેજની વિશેષતા તે છે કે તે પ્રાકૃતિ સાથે તાલમેળ બેસાડીને બનાવામાં આવ્યું છે. આ ગેરેજમાં એકી સાથે આઠ કારો રહી શકે છે.

જેરી સાઇનફેલ્ડ ગેરેજ

જેરી સાઇનફેલ્ડ ગેરેજ

15 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર કરાયેલા આ ગેરેજમાં એકી સાથે 47 કાર સમાવી શકાય છે. જો કે આ ગેરેજ એક ખાલી પોર્શને જ એન્ટ્રી છે કારણ કે તે આ કારનું સંગ્રહાલય સમાન છે. વધુમાં ગેરેજની અંદરના તાપમાન પર નિયમિત પણે નજર રાખવામાં આવે છે. વધુમાં અહીં એક ફૂલ ટાઇમ મેકિનિક આ કારનું ધ્યાન રાખવા માટે પણ રાખવામાં આવ્યો છે.

ટોકિયા, જાપન

ટોકિયા, જાપન

જો તમે ટોકિયા જેવી ગીચ વસ્તીવાળી જગ્યાએ રહેતા હોવ તો કેનજી યનગાવના આ આઇડિયા દ્વારા તમે એકની ઉપર એક તમારી વૈભવી કારોને રાખી તેની સાચવણી કરી શકો છો.

હેમ્લિટન સ્ક્રોટ રેનવૂડ

હેમ્લિટન સ્ક્રોટ રેનવૂડ

સિંગોપોરમાં આવેલ આ ગેરેજ દ્વારા તમે તમારા લિવિંગ રૂમ સુધી તમારી કાર લાવી શકો છો. લિફ્ટની મદદથી તમે તમારા લિવિંગ રૂમમાં તમારી વૈભવી કારને લોકોને બતાવી શકો છો.

અસાઇકાવા ગેરેજ

અસાઇકાવા ગેરેજ

જાપાનમાં આવેલ આ ગેરેજ હાર્ડકોર કારઉત્સાહીઓ માટે બન્યું છે. આ ગેરેજમાં એક બેડરૂમ અને એક લીવીંગરૂમની સાથે કાર માટે મોટું પાર્કિંગ આપવામાં આવ્યું છે.

મારબેલા

મારબેલા

સ્પેનમાં આવેલ આ ગેરેજ ખાલી બે કાર રાખવા માટે જ બન્યું છે. જો કે તમે તેમાં તમારી વૈભાવી કારને યોગ્ય રીતે રાખી શકો છો.

એશલે રોડ

એશલે રોડ

જો તમે કારને લઇને ખૂબ જ પેસોનેટ હોવ અને બિલકુલ પણ ઇચ્છતા ના હોવ કે તમારી વૈભવી કાર તમારી નજરથી એક પળ માટે પણ દૂર રહે તો તમે આ પ્રકારનું ગેરેજ બનાવી શકો છો.

શુબર્ટ હાઉસ

શુબર્ટ હાઉસ

હોલ્ડગર શુબર્ટે એક બ્રિઝ બનાવી ડ્રાઇવેને પોતાના લિવિંગ રૂમ સાથે જોડી દીધો છે જેથી તે તેમની ફરારી 512 BBi બોક્સર તમની આંખોની સામે રાખી શકે.

કયારી હાઉસ

કયારી હાઉસ

જાપનામાં આવેલ આ ગેરેજમાં લાંબા બેઝમેન્ટ પાર્કિંગ સાથે એક લીફ્ટની મદદથી તમે તમારી પસંદગીની કોઇ પણ કારને તમારા લિંવિંગ રૂમને વધુ લાઇવ બનાવા માટે લાવી શકો છો.

ટી બોન હાઉસ

ટી બોન હાઉસ

ગ્લાસની વોલથી બનેલું આ ગેરેજ જર્મનીમાં આવ્યું છે. જે 1974 પોર્શ ટાર્ગ્રાને રાખવા માટે બનાવામાં આવ્યું છે.

ફેરફિલ્ડ કન્ટ્રી

ફેરફિલ્ડ કન્ટ્રી

આ "અલ્ટીમેટ મેન કેવ"માં ગેરેજમાં એક લિફ્ટની મદદથી તમે કારને નીચે લઇને જઇ શકો છો જ્યાં 700 શરાબની બોટલો વચ્ચે તમારી કાર પાર્ક રહેશે. આ ગેરેજ 1 મિલિયન ડોલરની કિંમતે બનાવામાં આવ્યું છે.

પોઉન્ટ ડુમ

પોઉન્ટ ડુમ

7,002 સ્કેવર ફૂટમાં આવેલ આ ઓટો સંગ્રહાલયમાં દુનિયાની તમામ જાણીતી કારો રાખવામાં આવી છે. વધુમાં ગેરેજમાં ધ્વનિ અવશોષિત દિવાલ, માઇક્રોન સ્તરનું ફિલ્ટરેશન અને ડી-હ્યુમીડીફિકેશન અને યૂવી પ્રોટેક્શન કરવામાં આવ્યું છે.

હિલ ક્રેસ્ટ રોડ

હિલ ક્રેસ્ટ રોડ

85 લાખ ડોલરની આ હેવલીમાં મોંધી અને વૈભવી કારને લિવિંગ રૂમની બાજુમાં આ રીતે કાચમાં સજાવીને મૂકવામાં આવી છે.

વેસ્ટ બેલેવ્યૂ

વેસ્ટ બેલેવ્યૂ

એક મોટું ઘર અને એક મોટું ગેરેજ બનાવાની શું જરૂર છે જ્યારે તમે તમારે 16 કારોના ગેરેજ પર એક બે બેડરૂમ વાળું ઘર બનાવી શકો છો. વધુમાં આ ગેરેજમાં બીજા માળમાં પોતાની કારને પ્રદર્શિત કરવા માટે ગેરેજ છે

English summary
15 Most Amazing Car Garages In The World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X