ગ્રેટાએ એકસાથે લોન્ચ કર્યા 4 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત, રેન્જ અને ફિચર્સથી બજારમાં બનાવશે આગવું માર્કેટ?

ગુજરાત સ્થિત ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર્સે (greta Electric Scooters) ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ચાર નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કર્યા છે.

ગુજરાત સ્થિત ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર્સે ( greta Electric Scooters) ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ચાર નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કર્યા છે. કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરના ચાર વેરિઅન્ટ્સ- હાર્પર, ઇવેસ્પા, ગ્લાઇડ અને હાર્પર ZX લોન્ચ કર્યા છે. જેની કિંમત રૂપિયા 60,000 થી રૂપિયા 92,000 એક્સ શોરૂમ સુધીની છે. આ ઈ સ્કૂટર્સ સાથે, ગ્રેટાએ પરિવહનને સસ્તું અને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપનીનો દાવો છે કે, ઈલેક્ટ્રિક સ્કૂટરની સાથે અત્યાધુનિક ટેક્નોલોજી આપવામાં આવી છે.

રંગોની સંપૂર્ણ વિવિધતામાં ઓફર કરવામાં આવે છે ગ્રેટા

રંગોની સંપૂર્ણ વિવિધતામાં ઓફર કરવામાં આવે છે ગ્રેટા

ગ્રેટાએ દરેક સ્કૂટરને અલગ-અલગ સ્ટાઇલ અને ડિઝાઇન આપી છે. જે વિવિધ રંગોમાં ઓફર કરવામાં આવે છે. દાખલા તરીકે હાર્પર અને હાર્પર ZX બંનેને સ્પોર્ટી લૂકઅને વાઇડ ફ્રન્ટ આપવામાં આવ્યો છે.

જે ભાગ આ બંનેને અલગ પાડે છે, તે હેડલેમ્પ છે, હાર્પરમાં તે બે ભાગમાં વહેંચાયેલો છે, જ્યારે હાર્પર ZX ને એક યુનિટહેડલેમ્પ મળે છે.

બંને સ્કૂટરમાં સમાન હેન્ડલબાર કોલ, રિઅરવ્યુ મિરર્સ અને સીટ મળે છે. સ્કૂટરમાં બેકરેસ્ટ છે, જે પાછળના પેસેન્જર માટે આરામદાયક છે.

વિવિધ બેટરી પસંદ કરવાનો વિકલ્પ :

વિવિધ બેટરી પસંદ કરવાનો વિકલ્પ :

ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર ગ્રાહકોને 4 અલગ અલગ બેટરી પેકમાંથી પસંદ કરવાનો વિકલ્પ પણ આપી રહ્યું છે.

V2 (Lithium+48V), V2+ (Lithium+60V), V3(Lithium+48V) અને V3+ (Lithium+60V) ની ક્ષમતાઓ સાથે આ વિકલ્પોમાં બેટરી પેક ઉપલબ્ધ છે.

આમાંથી તમે સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતા કોઈપણએકને પસંદ કરી શકો છો.

1 ટાઈમ ચાર્જિંગ પર આપશે 100 કિમી રેન્જ

1 ટાઈમ ચાર્જિંગ પર આપશે 100 કિમી રેન્જ

Evespa એ વિન્ટેજ શૈલીનું સ્કૂટર છે, જે પેટ્રોલ સંચાલિત વેસ્પા સ્કૂટર જેવું લાગે છે. તે જાણીતું ફ્રન્ટ એપ્રોન, કર્વ્ડ બોડી પેનલ્સ, રાઉન્ડ રિઅરવ્યુ મિરર્સ સાથે રાઉન્ડહેડલેમ્પ્સ મેળવે છે.

ચોથું સ્કૂટર ગ્લાઈડ, આજની સ્ટાઈલ અને ડિઝાઈન સાથે આવે છે. જેમાં આગળના એપ્રોન પર રાઉન્ડ હેડલાઈટ લગાવવામાં આવી છે. ચારેયઈ-સ્કૂટર 48V/60V લિથિયમ-આર્યન બેટરી સાથે આવે છે.

જે એક જ ચાર્જ પર 100km સુધી ચલાવી શકાય છે. આ સ્કૂટરમાં રિવર્સિંગ મોડ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટક્લસ્ટર સ્ક્રીન, કિલેસ સ્ટાર્ટ અને એન્ટી થેફ્ટ સેન્સર આપવામાં આવ્યા છે.

શું છે વિશેષતા?

શું છે વિશેષતા?

આ તમામ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ડે ટાઈમ રનિંગ લાઈટ, EBS, રિવર્સ મોડ, ATA સિસ્ટમ, સ્માર્ટ શિફ્ટ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિસ્પ્લે, કિલેસ સ્ટાર્ટ અને એન્ટી થેફ્ટએલાર્મ મળે છે.

ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરનો દાવો કરવામાં આવે છે કે, તે એક જ ચાર્જ પર 100 કિમી સુધીની રાઈડિંગ રેન્જ સાથે અત્યંત આરામદાયક સવારી અને ઉત્તમપરફોમન્સ આપે છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 48V/60V લિથિયમ-આર્યન બેટરી દ્વારા સંચાલિત છે. કંપની ઈ-સ્કૂટર માટે બેટરી પેક પસંદ કરવાનો વિકલ્પ પણ આપી રહીછે. ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટર્સનો દાવો છે કે ઈ-સ્કૂટરને 0 થી સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ ચાર કલાકનો સમય લાગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X