For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં લોન્ચ થશે આ 5 Affordable Car

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં સૌથી હોટ જો કોઇ સેગમેન્ટ હોય તો એ એફોર્ડબેલ કાર્સનું સેગમેન્ટ. 5થી 8 લાખ સુધીની કિંમત ધરાવતી કાર મધ્યમ વર્ગને પોતાની તરફ આકર્ષે છે. સામાન્ય રીતે ભારતીય ઓટો બજારમાં ઓફોર્ડેબલ કાર્સની સાથોસાથ વૈભવી કાર્સ અને એસયુવી પણ પોતાનો ઝલવો વિખરેવામાં સફળ નિવડી રહી છે, પરંતુ સૌથી વધારે ભારતીય કાર ધારકોમાં જો કોઇ કાર વધારે ચર્ચિત અને પ્રચલિત રહેતી હોય તો તે એફોર્ડેબલ કાર્સ છે.

ત્યારે આજે અમે અહી એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 5થી 8 લાખ સુધીની છે અને જે આ વર્ષના અંત સુધીમાં ભારતીય રસ્તાઓ પર દોડતી જોવા મળી જશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કઇ કાર્સ છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફેસલિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફેસલિફ્ટ

સ્વિફ્ટ હાલના સમયમાં ભારતની સૌથી લોકપ્રીય કાર છે. 2005માં લોન્ચ કરવામાં આવી ત્યારે તે 1.3 લીટર પેટ્રોલ એન્જીન અને 2007માં ફિઆટ સોર્સ 1.3 લીટર મલ્ટીજેટ ડીઝલ એન્જીનને લોન્ચ કરવામાં આવ્યું, જેને ખાસું પસંદ કરવામાં આવતા 2014માં કંપની ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવા જઇ રહી છે. જેની કિંમત 5થી 7 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

હુન્ડાઇ i20

હુન્ડાઇ i20

હુન્ડાઇ i20ને પહેલીવાર 2008માં લોન્ચ કરવામાં આવી હતી અને એ જ વર્ષે તેનું પ્રોડક્શન બંધ કરવામાં આવ્યું હતું, બાદમાં 2012માં તેને ફરીથી લોન્ચ કરવામાં આવી હતી. હવે 2014માં નવી હુન્ડાઇ i20ને રિપ્લેસ કરવામાં આવી રહી છે. આ નવી i20 1.2 લીટર પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરવામાં આવશે.

હુન્ડાઇ ix35

હુન્ડાઇ ix35

હુન્ડાઇ ix35ને બેઇજિંગ મોટર શોમાં સફળતાપુર્વક લોન્ચ કરવામાં આવ્યા બાદ હુન્ડાઇ કંપનીએ જાહેર કરી દીધું છેકે ભારતીય કાર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ એક કોમ્પેક્ટ એસયુવી કાર છે. આ કારમાં એનયુ 2.0 એન્જીન છે, પરંતુ હજુ સુધી એ જાહેર કરવામાં આવ્યું નથી કે આ એસયુવીને ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરવા અંગે હજુ સુધી કંઇ જણાવવામાં આવ્યું નથી. હુન્ડાઇ ix35ને 2014ના મધ્યાંતરમાં લોન્ચ કરે તેવી સંભાવનાઓ છે.

મારુતિ સુઝુકી SX4

મારુતિ સુઝુકી SX4

મારુતિ સુઝુકીની SX4 ભારતીય કાર બજારમાં સેડાન સેગમેન્ટમાં પોતાનો કરિશ્મા દર્શાવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે કંપની દ્વારા હવે તેને ફરીથી લોન્ચ કરવાની યોજના બનાવી છે અને અનેક ફેરફારો પણ કરવામાં આવ્યાં છે. આ વખતે SX4ની સીધી ટક્કર હુન્ડાઇ વેરના, હોન્ડા સિટી સાથે છે. SX4માં એક ડીઝલ એન્જીન અને એક પેટ્રોલ એન્જીન હશે, 1.6 લીટર યુનિટનું હશે, જે 120 બીએચપી અને 320 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરતું હશે. તેનની કિંમત 8 લાખ સુધીની હોઇ શકે છે.

હોન્ડા Jazz

હોન્ડા Jazz

હોન્ડા કંપનીએ Jazzને 2009માં 1.2 લીટર i-VTEC પેટ્રોલ એન્જીન સાથે લોન્ચ કરી હતી, પરંતુ પેટ્રોલના ભાવ વધવાથી આ કારના વેચાણને ફટકો પડ્યો હતો. હવે હોન્ડા દ્વારા Jazzને ફરીથી લોન્ચ કરવામાં આવી રહી છે. Jazzને 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરવામાં આવશે.

English summary
Here list of 05 Affordable Cars To launch in 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X