For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Azani - ભારતની પહેલી ઇલેક્ટ્રીક સુપર કાર, જાણો કિંમત અને ખાસીયત

હવે ભારત પણ અમેરિકા અને યુરોપની જેમ જ ઇલેક્ટ્રિક સુપર કારની રેસમાં જોડાઈ ગયું છે. મીન મેટલ મોટર્સ નામની ભારતીય સ્ટાર્ટઅપ કંપનીએ દાવો કર્યો છે કે તેણે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક સુપર કાર અઝાની બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે

|
Google Oneindia Gujarati News

હવે ભારત પણ અમેરિકા અને યુરોપની જેમ જ ઇલેક્ટ્રિક સુપર કારની રેસમાં જોડાઈ ગયું છે. મીન મેટલ મોટર્સ (MMM) નામની ભારતીય સ્ટાર્ટઅપ કંપનીએ દાવો કર્યો છે કે, તેણે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક સુપર કાર અઝાની બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે.

Azani

જબરજસ્ત સ્પીડ અને રેન્જ

જબરજસ્ત સ્પીડ અને રેન્જ

Azani ઇલેક્ટ્રિક સુપર કાર 350 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર રેસ ટ્રેક પર દોડશે. આ સાથે તે 2 સેકન્ડથી ઓછા સમયમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. આ કારમાં 1000 BHP પાવર ઉત્પન્ન કરી શકે તેવી ઇલેક્ટ્રિક મોટર ગોઠવવામાં આવી છે. આ સુપર કાર સિંગલ ચાર્જ પર 700 કિમી સુધી ચાલી શકશે.

MMM કંપની વર્ષ 2012માં શરૂ કરાઇ હતી

MMM કંપની વર્ષ 2012માં શરૂ કરાઇ હતી

MMM કંપનીની સ્થાપના સાર્થક પોલ દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી. જેને એક બ્રાન્ડ તરીકે 2014માં શામેલ કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ ભારતની પ્રથમ અને એકમાત્ર ઉત્પાદન હાઇ પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક સુપર કાર બનાવવાનો હતો, જે ભવિષ્યની આધુનિક અને ટેકનોલોજી ઇનોવેશનથી સજ્જ હશે.

કારની એરોડાયનેમિક ડિઝાઇન સુપર કારથી પ્રેરિત છે

કારની એરોડાયનેમિક ડિઝાઇન સુપર કારથી પ્રેરિત છે

Azaniની ડિઝાઇનની વાત કરીએ તો Azani સુપર કારની ડિઝાઇન મેકલેરેન સુપર કારથી પ્રેરિત છે. કારની આગળની પ્રોફાઇલમાં સંપૂર્ણ રીતે આવરી લેવામાંઆવેલી પેનલ છે. જે વિશાળ સાઇડ એર વેન્ટ્સમાં સંકલિત શાર્પ એલઇડી હેડલેમ્પ્સ સાથે આકર્ષક અને આક્રમક દેખાવ મેળવે છે. કારની એરોડાયનેમિક ડિઝાઇન સુપરકારથી પ્રેરિત છે, જે તેને અતિ આકર્ષક બનાવે છે. સ્ટ્રીપ ટેલલાઇટના રૂપમાં Azaniના પાછળના ભાગમાં એક આકર્ષક એલઇડી આપવામાં આવી છે.

તો આટલી હશે Azaniની કિંમત

તો આટલી હશે Azaniની કિંમત

સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે, તે વર્ષ 2022ના ઉત્તરાર્ધમાં આ કારનો પહેલો પ્રોટોટાઇપ રજૂ કરશે. Azani સુપર કારની કિંમતની વાત કરીએ તો, MMM Azani (MMM Azani)ની કિંમત USD 1.20 લાખથી શરૂ થશે, જે ભારતીય ચલણ મુજબ 89 લાખ રૂપિયા છે. એકવાર ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ MMM Azaniની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે.

 આ સુપર કાર માઇક્રો પ્લાન્ટમાં બનાવવામાં આવશે

આ સુપર કાર માઇક્રો પ્લાન્ટમાં બનાવવામાં આવશે

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, આ સુપર કાર માઇક્રો પ્લાન્ટમાં બનાવવામાં આવશે, જે પરંપરાગત ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની કિંમતના પાંચમાભાગથી પણ ઓછો ખર્ચ કરશે. સ્ટાર્ટઅપનું લક્ષ્ય 2030 સુધીમાં 34 મિલિયન (3 કરોડ 40 લાખ) ઇલેક્ટ્રિક વાહનો સાથે 750 અબજ ડોલર (આશરે 5,564 અબજરૂપિયા) થી વધુ મૂલ્ય સાથે ઓટોમોબાઇલ સેક્ટરમાં જગ્યા બનાવવાનું છે.

કંપનીના જણાવ્યા મુજબ, તેની 22 સભ્યોની ટીમ હાલમાં યુકે, જર્મની અને યુએસમાં તેમના ટેકનિકલ ભાગીદારો સાથે આર એન્ડ ડી, ડિઝાઇન, એરોડાયનેમિક્સ અનેએન્જિનિયરિંગ પર કામ કરી રહી છે.

English summary
An Indian startup called Mein Metal Motors (MMM) has claimed that it has started a project to build India's first electric super car Azani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X