બીએમડબલ્યુએ લોન્ચ કરી સૌથી સસ્તી કાર 1 સીરીઝ
ભારતીય બજાર હાલ વિશ્વની તમામ કાર નિર્માતા કંપનીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. દરરોજ આપણને એક સમાચાર તો એવા મળે છે કે ભારતમાં આ વૈભવી કાર લોન્ચ કરવામાં આવી. ત્યારે ભારતીય બજારમાં પોતાની એકથી એક શાનદાર કાર રજૂ કરવા માટે જાણીતી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યુએ દેશમાં પોતાની સૌથી સસ્તી કાર 1 સીરીઝને રજૂ કરી છે. ભારતીય બજારમાં બીએમડબલ્યુ 1 સીરીઝની પ્રારંભિક કિંમત 20.9 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
નવી બીએમડબલ્યુ 1 સીરીઝ દેશમાં પહેલાથી હાજર રહેલી મર્સિડીઝ બેન્ઝ એ ક્લાસ, બી ક્લાસ અને ઓડી ક્યૂ 3ને જોરકાર ટક્કર આપશે, તાજેતરમાં મર્સિડીઝે પોતાની સૌથી સસ્તી કાર એ ક્લાસને રજૂ કરી હતી. આ કારની એક વિશેષતા એ છે કે કંપનીએ આ કારને ઘણી જ ઓછી કિંમતમાં લોન્ચ કરી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર અંગે.

આકર્ષક લૂક
કંપનીએ આ કારને ઘણો જ આકર્ષક લૂક અને ડિઝાઇન પ્રદાન કરી છે. આકર્ષક નોઝ, શાનદાર ગ્રીલ અને પ્યોર પ્રીમિયમ લૂક આ કારની મુખ્ય વિશેષતા છે.

સચિને રજૂ કરી
આ કારને સચિન તેંડુલકરઅને દેશના કાર રેસર અરમાન ઇબ્રાહિમે લોન્ચ કરી છે. તમને જણાવી દઇએ કે સચિન તેંડુલકર બીએમડબલ્યુના બ્રાન્ડ એમ્બેસેડર છે.

3 સીરીઝના પ્લેટફોર્મ પર કરાયું નિર્માણ
બીએમડબલ્યુ 1 સીરીઝનું નિર્માણ પણ 3 સીરીઝના પ્લેટફોર્મ પર જ કરવામાં આવ્યું છે. જો કે, તસવીરોમાં જોતા આ કાર તમને નાની લાગતી હશે, પરંતુ તેવું નથી. બીએમડબલ્યુ 1 સીરીઝ 4.2 મીટર લાંબી છે, જે સ્વિફ્ટ ડિઝાયર કરતા મોટી છે.

2.0 લીટરન એન્જીનનો પ્રયોગ
નોંધનીય છે કે કંપની ઓવરસીઝ માર્કેટમાં 1 સીરીઝના પેટ્રોલ વેરિએન્ટમાં 1.6 લીટર અને ડીઝલ વેરીએન્ટમાં 2.0 લીટરના એન્જીનનો પ્રયોગ કરે છે. બની શકે કે કંપની ભારતીય બજારમાં 2.0 લીટરના એન્જીનનો પ્રયોગ કરે.

સોશિયલ મીડિયા પર ખાસી લોકપ્રીય
આ માટે કંપનીએ બીએમડબલ્યુ 1 સીરીઝ સાથે સચિન તેંડુલકરનો એક વીડિયો તૈયાર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઘણો જ લોકપ્રીય થયો છે.

1 સીરીઝના વેરિએન્ટ અને તેની કિંમત
બીએમડબલ્યુ 1 સીરીઝના વેરિએન્ટ અને તેની કિંમતઃ બીએમડબલ્યુ 1 સીરીઝ 116i કિંમત- 20.9 લાખ, બીએમડબલ્યુ 1 સીરીઝ 118d કિંમત- 22.9 લાખ, બીએમડબલ્યુ 1 સીરીઝ 118d સ્પોર્ટ કિંમત- 25.9 લાખ, બીએમડબલ્યુ 1 સીરીઝ 118d સ્પોર્ટ પ્લસ કિંમત 29.9 લાખ.












Click it and Unblock the Notifications
