For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુ 1 સીરીઝ વિ. મર્સીડિઝ બેન્ઝ એ-ક્લાસ, જાણો કોણ છે ચઢિયાતું

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં હેચબેક, એસયુવી અને સેડાન કાર્સની ધૂમ મચે છે, તેમાં પણ જો બજેટ અનુરુપ કાર હોય તો તેનું વેચાણ અન્ય કાર્સ એટલે કે વૈભવી અથવા તો સ્પોર્ટ્સ કાર કરતા વધારે હોય છે. તેમ છતાં ભારતમાં એવા ઘણા બધા છે કે જેઓ વૈભવી કાર્સ પર પોતાની પસંદગી ઉતારે છે. તેના જ કારણે ભારતમાં આજે વિશ્વની મોટાભાગની વૈભવી કાર્સ બનાવતી કંપનીઓ દ્વારા પોતાની કાર્સને લોન્ચ કરવામાં આવી રહી છે.

તેમ છતાં ભારતની વાત કરવામાં આવે તો મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુ વૈભવી કાર રસિયાઓ પર પોતાની છાપ છોડવામાં બધા કરતા આગળ આવે છે. જોકે ઑડીની કાર્સ પણ ઉક્ત કંપનીઓને સારી એવી ટક્કર આપી રહી છે, તેમ છતાં આ બન્ને કંપનીઓના માર્કેટને કોઇ ખાસ અસર પહોંચી નથી. આજે અમે અહીં એવી જ બે કાર્સ અંગે વાત કરી રહ્યાં છીએ જે ઉક્ત બન્ને કંપનીઓની ખાસ કાર છે અને જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અથવા તો એમ કહો કે ભારતીયો પર આ કારનો પ્રભાવ પણ સારો એવો જોવા મળ્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે બીએમડબલ્યુની 1 સીરીઝ અને મર્સીડિઝ બેન્ઝની 1 ક્લાસમાં શું ખાસ વાતો છે અને આ બન્ને કાર એકબીજાથી કેટલી અલગ પડે છે.

વેરિએન્ટ્સ એ ક્લાસ

વેરિએન્ટ્સ એ ક્લાસ

બન્ને કારની તુલના કરી તે પહેલા આ બન્ને કારની નિર્માતા કંપનીઓ દ્વારા તેમાં કયું વેરિએન્ટ આપવામાં આવ્યું છે, તે અંગે જાણી લઇએ.

એ ક્લાસ
મર્સીડિઝે પોતાની આ કારને બે વિરેએન્ટમાં લોન્ચ કરી છે. એક એ 180 સ્પોર્ટ પેટ્રોલ અને બીજી એ 180 સીડીઆઇ સ્ટાઇલ ડીઝલ.

વેરિએન્ટ્સ 1 સીરીઝ

વેરિએન્ટ્સ 1 સીરીઝ

1 સીરીઝ
બીએમડબલ્યુની 1 સીરીઝના વેરિએન્ટ્સ અંગે વાત કરીએ તો કંપનીએ ઘણા વેરિએન્ટ્સમાં પોતાની આ કારને લોન્ચ કરી છે, જેમાં...

116આઇ પેટ્રોલ
118ડી ડીઝલ
118ડી સ્પોર્ટ લાઇન ડીઝલ
118ડી સ્પોર્ટ પ્લસ ડીઝલ

કિંમતઃ એ ક્લાસ

કિંમતઃ એ ક્લાસ

એ ક્લાસની વાત કરવામાં આવે તો તેની કાર્સની કિંમત 22.72 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે પેટ્રોલ વર્ઝન છે અને તેના ડીઝલ વર્ઝનની કિંમત 21.93 લાખ રૂપિયા છે.

કિંમતઃ 1 સીરીઝ

કિંમતઃ 1 સીરીઝ

1 સીરીઝની કિંમતની વાત કરવામાં આવે તો તે ચાર વેરિએન્ટ્સમાં છે, જોકે તેની કિંમત મર્સીડિઝની કાર્સ કરતા ઓછી છે. પેટ્રોલ વર્ઝનની કિંમત 20.90 લાખ રૂપિયા છે જ્યારે ડીઝલ વર્ઝન્સની કિંમતની વાત કરીએ તો અનુક્રમે 22.9 લાખ, 25.9 લાખ, 29.9 લાખ રૂપિયા છે.

1 સીરીઝ

1 સીરીઝ

1 સીરીઝની વાત કરવામાં આવે તો આ કાર માત્ર કોમ્પેક્ટ વૈભવી કાર્સના માર્કેટમાં જ પોતાની જગ્યા બનાવી નથી પરંતુ તેણે ઑડી ક્યૂ 1, વોલ્વો વી40 ક્રોસ કન્ટ્રી જેવી કાર્સને પણ ટક્કર મારી છે.

એન્જીન અને ટ્રાન્સમિશન:- એ ક્લાસ

એન્જીન અને ટ્રાન્સમિશન:- એ ક્લાસ

બન્ને કંપનીઓએ બે એન્જીન યુનિટ્સ ભારતમાં લોન્ચ કર્યા હોય તેમની તુલના કરવી ઘણી સરળ રહે છે.

એ ક્લાસ

જે લોકોને પેટ્રોલ કાર્સ વધારે પસંદ છે, તેમના માટે એ ક્લાસમાં 1.6 લિટરના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 122 એચપી અને 200 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. 2.2 લિટર ટર્બો ડીઝલ એન્જીનનો ઉપયોગ ડીઝલ વેરિએન્ટ્સમાં કરવામાં આવ્યો છે. જે 109 એચપી અને 250 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.
એન્જીન અને ટ્રાન્સમિશન:-એ ક્લાસ

એન્જીન અને ટ્રાન્સમિશન:-એ ક્લાસ

એ ક્લાસના બન્ને એન્જીનમાં 7જી-ડીસીટી7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન પેડલ શિફ્ટર્સ સાથે આપવામાં આવ્યા છે, જે ફ્રન્ટ વ્હીલ થકી પાવર ડિવિલવર્ડ કરે છે.

એન્જીન અને ટ્રાન્સમિશન:-1 સીરીઝ

એન્જીન અને ટ્રાન્સમિશન:-1 સીરીઝ

1 સીરીઝના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 1.6 લિટર ટર્બો પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 136 એચપી અને 220 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે, જ્યારે ડીઝલ કારમાં 2.0 લિટરનું ડીઝલ એન્જીન છે, જે 143 એચપી અને 320 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. બન્ને એન્જીનમાં ઝેડટી આઠ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે, જે પાછળના વ્હીલ સાથે છે.

1 સીરીઝ

1 સીરીઝ

બન્ને કાર્સ નિર્માતા ઓટોમેટિક ઇચ્છતા હતા, પરંતુ મેન્યુઅલ ગીયર બોક્સ નહીં હોવાના કારણે અનેક ડ્રાઇવર નિરાશ થઇ શકે છે, પરંતુ જો એ ક્લાસ સાથે તુલના કરવામાં આવે તો 1 સીરીઝમાં રીયર વ્હીલ ડ્રાઇવ કરવામાં ઘણું મનોરંજન મળે છે.

પરફોર્મન્સ:-એ ક્લાસ

પરફોર્મન્સ:-એ ક્લાસ

(અનુક્રમે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટ્સ)
0-100 કિ.મી પ્રતિ કલાક: 9.2 સેકન્ડ અને 10.6 સેકન્ડ
ટોપ સ્પીડ: 202 કિ.મી પ્રતિ કલાક અને 190 કિ.મી પ્રતિ કલાક

પરફોર્મન્સ:-1 સીરીઝ

પરફોર્મન્સ:-1 સીરીઝ

(અનુક્રમે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટ્સ)
0-100 કિ.મી પ્રતિ કલાક: 8.7 સેકન્ડ અને 8.6 સેકન્ડ
ટોપ સ્પીડ: 210 કિ.મી પ્રતિ કલાક અને 212 કિ.મી પ્રતિ કલાક

ફ્યુઅલ ઇકોનોમી અને સીઓ2 એમિશન(એઆરએઆઇ સર્ટિફાઇડ)

ફ્યુઅલ ઇકોનોમી અને સીઓ2 એમિશન(એઆરએઆઇ સર્ટિફાઇડ)

એ ક્લાસ
એવરેજ અને સીઓ2(પેટ્રોલ): 15.50 કિ.મી પ્રતિ લિટર અને 98કેજી
એવરેજ અને સીઓ2(ડીઝલ): 20.06 કિ.મી પ્રતિ લિટર અને 98કેજી

ફ્યુઅલ ઇકોનોમી અને સીઓ2 એમિશન(એઆરએઆઇ સર્ટિફાઇડ)

ફ્યુઅલ ઇકોનોમી અને સીઓ2 એમિશન(એઆરએઆઇ સર્ટિફાઇડ)

1 સીરીઝ
એવરેજ અને સીઓ2(પેટ્રોલ): 16.28કિ.મી પ્રતિ લિટર અને 146.73 કેજી
એવરેજ અને સીઓ2(ડીઝલ): 20.58 કિ.મી પ્રતિ લિટર અને 128.92 કેજી

ડિમેન્શન્સ અને વજન:-એ ક્લાસ

ડિમેન્શન્સ અને વજન:-એ ક્લાસ

વ્હીલ બેઝ: 2699 એમએમ
લેન્થ: 4292 એમએમ
હાઇટ: 1430 એમએમ
પહોળાઈ: 1553 એમએમ
વજન: 1395 કેજી(પેટ્રોલ) અને 1505 કેજી(ડીઝલ)
બૂટ સ્પેશ: 341 લીટર (રીયર સીટને ફોલ્ડ કરો તો 1157 લીટર)

ડિમેન્શન્સ અને વજન:-1 સીરીઝ

ડિમેન્શન્સ અને વજન:-1 સીરીઝ

વ્હીલ બેઝ: 2690 એમએમ
લેન્થ: 4324 એમએમ
હાઇટ: 1421 એમએમ
પહોળાઈ: 1535 એમએમ
વજન: 1,365 કેજી(પેટ્રોલ) અને 1,395 કેજી(ડીઝલ)
બૂટ સ્પેશ: 360 લીટર્સ ( રીયર સીટને ફોલ્ડ કરો તો 1200 લીટર્સ)

સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સ

સુરક્ષાની વાત કરવામાં આવે તો બન્ને કાર નિર્માતાએ સુરક્ષાને લઇને કોઇ બાંધછોડ કરી નથી. એ ક્લાસ અને 1 સીરીઝમાં એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સની વ્યાપક યાદી છે. બન્ને કાર્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને સુરક્ષાત્મક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ વાતને લઇને સુનિશ્ચિત કરે છે કે અકસ્માત સમયે તમે તમારી કાર્સ પરથી કન્ટ્રોલ નહીં ગુમાવો.

એ ક્લાસ

એ ક્લાસ

મર્સીડિઝે બે વેરિએન્ટ્સ લોન્ચ કર્યા છે, બન્ને કાર્સ કેટલાક ઇક્વિપમેન્ટ્સ અને ફીચરને શેર કરે છે. પરંતુ એ 180 સ્પોર્ટને પ્રીમિયમ બનાવવા માટે તેમાં બે વધુ ફીચર્સ આપવામાં આવ્યાં છે.

1 સીરીઝ

1 સીરીઝ

કાર્સને ચાર વેરિએન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે, તેથી મોટાભાગના પ્રીમિયમ ઇક્વિપમેન્ટ્સ અને ફીચર્સ તમામ વેરિએન્ટ્સમાં જોવા મળે છે. એ ક્લાસ સાથે તુલાના કરવામાં આવે તો 1 સીરીઝમાં જ્યાં સુધી તમે ટોપ વિરેએન્ટ્સમાં ના પહોચો ત્યાં સુદી સન રૂફ જોવા મળતું નથી. બીએમડબલ્યુ આઇડ્રાઇવ 16.5સીએમ એલસીડી ડિસપ્લે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

મંતવ્ય-1

મંતવ્ય-1

અમે બન્ને કારને નજીકથી જોઇ છે અને તુલના કરી છે, તેથી સ્પષ્ટ વાત અમારા મનમાં આવે છે કે જો તમે જે કિંમત ખર્ચી રહ્યાં છો, તેનું મુલ્ય મેળવવા માગો છો તો મર્સીડિઝ બેન્ઝની એ ક્લાસ બીએમડબલ્યુની 1 સીરીઝને ભારે પડે છે.

મંતવ્ય-2

મંતવ્ય-2

એ ક્લાસની વાત કરવામાં આવે તો તે વધારે વૈભવતાનો અનુભવ કરાવે છે અને તેમાં ફીચર્સ પણ વધુ છે. જ્યારે 1 સીરીઝ આપણને સસ્તાપણાનો ભાસ કરાવે છે. કદાચ આ શબ્દ થોડોક અયોગ્ય જેવો લાગે, પરંતુ એ ક્લાસની સાથે તુલના કરવામાં આવે તો આ શબ્દ યથાર્થ ઠરે છે.

English summary
Mercedes-Benz struck gold first when it launched the A Class in India earlier this year. The compact luxury car market was non existent and the A Class devoured the opportunity thus offered. Result: Merc's luxury hatch received a record 400+ bookings in the first 10 days itself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X