For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Car Care Tips : વરસાદમાં કારની ચિંતા? આ 7 વસ્તુ રાખો સાથે તો કાર રહેશે સુરક્ષિત

ચોમાસા દરમિયાન વાહનોની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ચોમાસા દરમિયાન તમારી કારની અંદર કેટલીક એક્સેસરીઝ રાખવી જરૂરૂ છે, જેથી સંકટ સમયે તેનો ઉપયોગ કરીને મુશ્કેલીમાંથી બચી શકાય.

|
Google Oneindia Gujarati News

Car Care Tips : ભારતભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઇ છે. ચોમાસા દરમિયાન વાહનોની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ચોમાસા દરમિયાન તમારી કારની અંદર કેટલીક એક્સેસરીઝ રાખવી જરૂરૂ છે, જેથી સંકટ સમયે તેનો ઉપયોગ કરીને મુશ્કેલીમાંથી બચી શકાય. તો આવો જાણીએ આવી જ કેટલાક એક્સેસરીઝ વિશે, જે આ ચોમાસામાં તમારી કારમાં હોવી જરૂરી છે.

Car Care Tips

1 - પોલિમર કાર કવર

1 - પોલિમર કાર કવર

સિંથેટિક કાર કવર તમારા વાહનને ઘૂળથી તો બચાવશે પણ પાણીથી રક્ષણ આપી શકશે નહીં. પોલિમર કાર કવર વોટર પ્રુફ હોય છે. જેથી કારને પાણીમાં પલળતાબચાવે છે. વરસાદના પાણીથી બચાવવા માટે પોલિમર કાર કરવનો ઉપયોગ કરી શકાય છે.

2 એન્ટી ફોગ મેમ્બરેન

2 એન્ટી ફોગ મેમ્બરેન

આ ચોમાસામાં કાર એસેસરિઝમાં સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે વરસાદ થઇ રહ્યો હોય ત્યારે રસ્તો દેખાવો મુશ્કેલ થઇ પડે છે. જો તમે એન્ટી ફોગ મેમ્બરેન લગાવો છો તો તમારા ORVMમાં વધારે સારી રીતે જોઇ શકો છો. જેના પર પાણીના ટીપા કે ધુમ્મસ ટકતો નથી.

3. મડ ફ્લેપ

3. મડ ફ્લેપ

Mud Flap કારમાં રાખવાની પાયાની એસેસરીઝમાંની એક છે. ડ્રાઇવિંગ કરતા સમયે ડ્રાઇવર્સને ટાયરના છાંટાથી બચાવવા તેમજ કારને કાદવથી ખરડાતા અટકાવવાનો હેતુ છે. જે કારણે Mud Flap હંમેશા પોતાની કારમાં લગાવી રાખવું જરૂરી છે.

4. પોકેટ કાર અમ્બ્રેલા

4. પોકેટ કાર અમ્બ્રેલા

ચોમાસા દરમિયાન આપણને છત્રીની જરૂર શા માટે છે, તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. હાલ ખુબ જ નાના કદની છત્રીઓ પણ બજારમાં ઉપલ્બ્ધ છે, જે વાળી કારના પોકેટમાં મૂકી શકાય છે. કેટલીક કંપનીઓ તેમની કારમાં ડેડિકેટેડ અમ્બ્રેલા હોલ્ડર આપે છે, જે ડોર પોકેટમાં ઇન્ટીગ્રેટેડ હોય છે.

5. રબર ફ્લોર મેટ

5. રબર ફ્લોર મેટ

ફેબ્રિક કાર્પેટ મેટ ચોમાસા દરમિયાન સરળતાથી ભીના અને ગંદા થઈ જાય છે. જે કારણે કારમાં ભેજ અને દુર્ગંધની સમસ્યા પણ રહે છે. જેથી કારમાં રબર મેટ રાખવા હિતાવહ છે. કારણ કે, તે ફેબ્રિક મેટને ભીની થવાથી અટકાવે છે. આ સાથે રબર ફ્લોર મેટને મેન્ટેઇન કરવા પણ સરળ રહે છે.

6. વિંડો વાઇઝર

6. વિંડો વાઇઝર

જો તમે વરસાદ દરમિયાન બહારી નજારાનો આનંદ પણ માણવા માંગતા હોય, તો ફક્ત વિંડો ગ્લાસથી તે શક્ય નથી. કારણ કે નજારા સાથે ઠંડી હવા પણ માણવાની ઇચ્છા હોય છે, પણ પાણી કારમાં આવવાના ડરથી વિંડો ખોલી શકાતી નથી. આવા સમાયે તમે વિંડો વિઝર્સનો ઉપયોગ કરીને ઠંડા પવન સાથે વરસાદી નજારાનો આનંદ માળી શકો છો.

7. રેઇન સુઝ કવર

7. રેઇન સુઝ કવર

રેઈન સુઝ કવર બજારમાં આવેલી લેટેસ્ટ એસેસરીઝમાંથી એક છે. આ ચોમાસા માટે એક ઉત્તમ સહાયક બની શકે છે. આ શુઝ કવર સિલિકોનથી બનેલા છે, જે તમારા બૂટ પર પહેરવામાં આવે છે. જે તમારા બૂટ માટે વધારાનું વોટરપ્રૂફ લેયર આપે છે. જે તમારા બૂટ માટે રેઇનકોટ તરીકે કામ કરે છે.

English summary
Car Care Tips : Monsoon has started across India. In addition, heavy monsoon rains have caused floods in many states. Maintenance of vehicles during monsoon becomes very important. It is important to keep some accessories inside your car during the monsoon to avoid trouble using them in times of crisis. So here are some of the accessories you need to have in your car this monsoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X