For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોના પણ ઉતારશો પસંદગી મોબિલિયો આરએસ કે ઇનોવા ઝેડએક્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં એમપીવી સેગ્મેન્ટમાં અનેક કંપનીઓ દ્વારા પોતાની કાર લોન્ચ કરવામાં આવી છે, જોકે હજુ સુધી કોઇ ટોયોટા ઇનોવાને મજબૂત ટક્કર આપી શક્યું નથી. તાજેતરમાં હોન્ડા દ્વારા આ સેગ્મેન્ટમાં પોતાની નવી કાર મોબિલિયોને ઉતારવામાં આવી છે. જે પ્રકારે કારમાં સુવિધાઓ આપવામાં આવી છે, તને જોઇને એવું લાગી રહ્યું છેકે આ કાર થોડાક સમયગાળામાં જ ટોયોટાની ઇનોવાને તગડી સ્પર્ધા આપવામાં લાગશે. તેમજ હોન્ડા મોબિલિયોના અપડેટ વર્ઝનને પણ લાવી રહ્યું છે, તો સામેની તરફ ટોયોટા પણ ઇનોવાના અપગ્રેડ વર્ઝનને લોન્ચ કરવાનું છે.

એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ટોયાટા ઇનોવાના વર્ઝન ઝેડએક્સ અને હોન્ડા મોબિલિયોના વર્ઝન આએસ(ઓ) અંગે કેટલીક તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. અમે અહીં બન્ને કારની કિંમતોનુ અંતર, પરફોર્મન્સ, ડિમેન્શન અને બન્ને કારમાં આપવામાં આવેલા ફીચર અંગે આછેરી માહિતી આપી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે બન્નેમાંથી કઇ કાર ઉત્તમ છે.

આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી મર્સીડિઝ બેન્ઝની ટોપ 10 કાર્સ
આ પણ વાંચોઃ- અચાનક કારની બ્રેક ફેઇલ થઇ જાય તો? જાણો ખાસ બાબતો
આ પણ વાંચોઃ- ભારતમાં આ 10 કાર્સની છે શાનદાર રિસેલ વેલ્યુ

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

ટોયોટા ઇનોવા ઝેડએક્સ અને હોન્ડા મોબિલિયો આરએસ(ઓ)ની કિંમત અંગે સરખામણી કરવામાં આવે તો ટોયોટા ઇનોવાની કિંમત 14.92 લાખ રૂપિયાની છે અને મોબિલિયો આરએસ(ઓ)ની કિંમત 11.55 લાખ રૂપિયાની આસપાસ છે. કિંમતની સરખામણીએ ઇનોવા એ મોબિલિયો કરતા ત્રણેક લાખ રૂપિયા મોંઘી પડી શકે છે.

પાવરઃ- ઇનોવા ઝેડએક્સ

પાવરઃ- ઇનોવા ઝેડએક્સ

એન્જીન અંગે વાત કરવામાં આવે તો ઇનોવા ઝેડએક્સ બે વિરેએન્ટ ધરાવે છે, એક પેટ્રોલ એન્જીન અને બીજું ડીઝલ એન્જીન. પેટ્રોલ એન્જીનની વાત કરવામાં આવે તો તે 2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન છે, જે 131 બીએચપી અને 181 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે, જ્યારે ડીઝલ એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 2.5 લિટર ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 100.6 બીએચપી અને 200 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. પાવરની દ્રષ્ટિએ જોવા જઇએ તો ઇનોવા સારી જણાઇ રહી છે, પરંતુ એવરેજની વાત કરવામાં આવે તો તે 12 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે.

પાવરઃ- મોબિલિયો આરએસ(ઓ)

પાવરઃ- મોબિલિયો આરએસ(ઓ)

મોબિલિયો આરએસ માત્ર ડીઝલ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ હશે. આ એન્જીન પાવરફુલ છે. તેમાં 1.5 લિટર આઇ ડીટીઇસી ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાલના સમયે ભારતનું સૌથી વધુ ફ્યુઅલ એફિસિઅન્ટ એન્જીન છે. જે 98.6 બીએચપી અને 200 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. જોકે તેની એવરેજ ઇનોવા કરતા સારી છે. આ કારની એવરેજ અંગે વાત કરવામાં આવે તો તેની એવરેજ 24.2 કિ.મી પ્રતિ લિટર છે.

ડિમેન્શનઃ- ઇનોવા ઝેડએક્સ

ડિમેન્શનઃ- ઇનોવા ઝેડએક્સ

કારની અંદર ડિમેન્શન ઘણું જ મહત્વ ધરાવે છે તેમાં પણ જો એમપીવીની વાત કરવામાં આવે તો ડિમેન્શન અત્યંત મહત્વનું અંગ સમાન છે. આ મામલે ઇનોવા મોબિલિયો કરતા ચઢિયાતી છે. ઇનોવાના ડિમેન્શન અંગે વાત કરવામાં આવે તો તેની લંબાઇ 4585 એમએમ, પહોળાઇ 1765 એમએમ અને ઉંચાઇ 1760 છે. આ એમપીવી મોબિલિયો કરતા 100 એમએમ લાંબી છે.

ડિમેન્શનઃ- હોન્ડા મોબિલિયો

ડિમેન્શનઃ- હોન્ડા મોબિલિયો

હોન્ડા મોબિલિયોના ડિમેન્શન અંગે વાત કરીએ તો તેની લંબાઇ 4386 એમએમ, પહોળાઇ 1683 એમએમ અને ઉંચાઇ 1603 એમએમ છે.

ફીચરઃ- ઇનોવા ઝેડએક્સ

ફીચરઃ- ઇનોવા ઝેડએક્સ

ઇનોવામાં મોબિલિયો જેટલા ફીચર આપવામાં આવ્યા નથી, તેમ છતાં ઇનોવામાં શાનદાર ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ઓટોમેટિક એર કન્ડિશનિંગ આપવામાં આવ્યું છે.

ફીચરઃ- મોબિલિયો આરએસ(ઓ)

ફીચરઃ- મોબિલિયો આરએસ(ઓ)

મોબિલિયોમાં અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં એવીએન, રીયર વ્યૂ પાર્કિંગ કેમેરા, નેવિગેશન સિસ્ટમ, ડીવીડી-સીડી પ્લેબેક, બ્લૂટૂથ પોન ઇન્ટ્રીગેશન, યુએસબી, એયુએક્સ, આઇ-પોડ, એમપી3 જેવી ફીચર આપવામાં આવ્યા છે.

English summary
car comparision of Honda Mobilio RS (O) vs Toyota Innova ZX
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X