અચાનક કારની બ્રેક ફેઇલ થઇ જાય તો? જાણો ખાસ બાબતો
જ્યારે આપણે આપણી કાર લઇને નિકળ્યા હોઇએ છીએ ત્યારે તેની સાથે કંઇ પણ બની શકે છે, બધુ જ વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે અચનાક કારની બ્રેક ફેઇલ થઇ જાય છે, આવી સ્થિતિમાં અનેક લોકો પોતાના પરનો કાબુ ગુમાવી દે છે અને અનિચ્છનિય ગંભીર મુશ્કેલીમાં પોતાને અને અન્યોને મુકી દે છે, પરંતુ એવી ઘણી બાબત છે જે સામાન્ય છે અને આપણે જાણતા હોવા છતાં પણ યોગ્ય સમયે તેનું અમલિકરણ કરી શકતા નથી.
આજે અમે અહીં એવી જ કેટલીક બાબતો અંગે તમને જણાવી રહ્યાં છીએ, બની શકે છેકે તેનાથી તમે માહિતગાર પણ હશો, તેમ છતાં આ બાબતો જાણવા જેવી છે, જો તેને ફૉલો કરવામાં આવે તો આપણે એક ગંભીર મુશ્કેલીમાંથી બહાર કાઢી શકો છો, તો ચાલો તસવીરો થકી જાણીએ કે કારને બ્રેક ફેઇલ થઇ જાય તો શું કરવું.
આ પણ વાંચોઃ- ટોપ 10 સૌથી મોંઘા કાર અકસ્માત
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 15 કાર્સ, કિંમત 14થી 20 લાખની અંદર
આ પણ વાંચોઃ- સાહસિકો માટે શ્રેષ્ઠ ટ્રિપઃ મહારાષ્ટ્રના 9 ઘાટ રોડ

મસ્તિષ્કને ઠંડુ રાખો
કારમાં જ્યારે બ્રેક ફેઇલ થાય ત્યારે સૌથી મહત્વની બાબત જો કોઇ હોય તો એ તમારા પોતાના પરનો કાબુ છે. એ માટે મસ્તિષ્ક ઠંડુ હોવું જરૂરી છે. ઘટના ગંભીર છે, પરંતુ તેનાથી તણાવગ્રસ્ત થવાની જરૂર નથી, જો તમે આ તણાવગ્રસ્ત રહી શકશો તો પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી શકશો. તમારે એ વાતને જાણી લેવી જોઇએ કે તમે એક ગંભીર સ્થિતિમાં મુકાયા છો અને એમાં તમારે માર્ગ શોધવાનો છે.

બ્રેક પેડલને દબાવતા રહો
તમને જ્યારે ખબર પડે કે તમારું બ્રેક પેડલ કોઇ પ્રતિક્રિયા આપતું નથી, છતાં પણ તેને દબાવવાનું બંધ ના કરો. બની શકે કદાચ તે ફરીથી કામ કરતું થઇ જાય અને તમે તમારી કારને ઉભી રાખી શકો. તેને અવાર-નવાર દબાવતા રહો.

ગીયર ઘટાડો
જો બ્રેક ફેઇલની સ્થિતિમાં તમે મુકાઇ જાઓ તો તમારી કારના ગીયરને તુરંત બદલવાનું પણ ચાલું કરી દો અને જેટલા ગીયર પર કાર ચલાવો છો તેના કરતા નીચલા ગીયરમાં લઇ જવાનો પ્રયત્ન કરો, જેથી એન્જીન જાતે જ તમારી કારને ઉભી રાખવાનો પ્રયાસ કરી દેશે.

હેન્ડ બ્રેકનો ઉપયોગ પણ કરો
બ્રેક ફેઇલ દરમિયાન બ્રેકના પેડલ મારતા રહો તેની સાથોસાથ ગીયરને પણ બદલતા રહો અને એ સમયાગાળા દરમિયાન હેન્ડ બ્રેકનો ઉપયોગ પણ કરો. જે સામાન્ય રીતે રીયર બ્રેક તરીકે કામ કરતા હોય છે. હેન્ડ બ્રેકનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો કારણ કે, બની શકે છેકે તે તમારી કારના વ્હીલને લોક પણ કરી નાંખે અને તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

સ્પીડ ઘટાડો
જ્યારે કોઇપણ વસ્તુ અસરકારક સાબિત ન થાય ત્યારે તમારી કારને સાઇડમાં લઇ જવાનો પ્રયાસ કરો અને તેની સ્પીડ ઘટાડવાનો પ્રયત્ન કરો. આવું કરવા માટે તમારી કારને અન્ય કોઇ વસ્તુ સાથે સામાન્ય ટચ કરવી પડે તો કરો, કારણ કે કારનું ડેમેજ થવું તમારી સેફ્ટીથી વિશેષ નથી.

અન્ય ઉપયોગી બાબતો
જ્યારે તમારી કારની બ્રેક ફેઇલ થઇ જાય ત્યારે તેની હેડલેમ્પ ચાલું કરી દો, હેઝાર્ડ અને હોર્નને પણ વગાડવાનું ચાલું જ રાખો. તમેજ બ્રેક ફેઇલ થઇ છે તેવી બૂમ પાડી શકતા હોવ તો એ પણ કરી શકો છો. જેથી કોઇ પણ તમારી મદદે આવી શકે છે.












Click it and Unblock the Notifications
