For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 સૌથી મોંઘા કાર અકસ્માત

|
Google Oneindia Gujarati News

હાલના આધુનિક સમયમાં અકસ્માતો થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે, તેની પાછળનું કારણ જનસંખ્યામાં વધારો થયો છે અને લોકો સહેલાયથી પૈસા કમાઇ રહ્યાં છે, તેથી તેઓ આરામથી કાર ખરીદી શકે છે. તેમા પણ ખાસ કરીને મોંઘીદાટ કાર અથવા તો સ્પોર્ટ્સ કાર ખરીદવી એ એક પેશન અને સ્ટેટસ બની ગયું છે. એથી પણ વધુ કેટલાક લોકોને ક્લાસિક કાર્સ ખરીદવાનો પણ જાણે કે શોખ હોય છે અને તેઓ અધધ કિંમત ચૂકવીને પણ આ કાર ખરીદતા હોય છે.

આ પ્રકારની કાર આકર્ષણનું કેન્દ્ર બને છે અને તેને કારના માલિકો પ્રેમ પણ કરતા હોય છે તથા તેની માવજત પણ સારી રીતે રાખવામાં આવતી હોય છે. આ એવી કાર હોય છેકે જેનું આધુનિક જમાનામાં પ્રોડક્શન કરવામાં આવતું નથી અને તેથી આ કાર ખરીદીને લોકો ભૂતકાળના સમયને સારી રીતે જાણવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે એ કારનો અકસ્માત થાય ત્યારે કાર માલિકની સ્થિતિ કેવી થતી હોય છે તે સમજી શકાય છે. આજે અમે અહીં તસવીરો થકી એવા જ કેટલાક અકસ્માતો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેમાં અકસ્માતનો ભોગ બનેલી કાર માટે માલિકોએ અધધ કિંમત ચૂકવી હતી અને આજે એ કારની હાલત દારૂણ થઇ ગઇ છે. તો ચાલો એ અકસ્માતો પર નજર ફેરવીએ.

10 સૌથી મોંઘા અકસ્માત

10 સૌથી મોંઘા અકસ્માત

વિશ્વના 10 સૌથી મોંઘી અકસ્માતો અંગે વાચવા માટે તસવીરો પર ક્લિક કરો.

બુગાટી ઇબી 110

બુગાટી ઇબી 110

આ કારનો અકસ્માત એક મેકેનિક દ્વારા કરવામાં આવ્યો હતો. જે કારને ટેસ્ટ ડ્રાઇવ માટે લઇ ગયો હતો. મેકેનિકનું કહેવું હતું કે રસ્તામા ઓઇલ ઢોળાયુ હતુ અને તેના કારણે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર થાંભલા સાથે અથડાઇ હતી. કારની કિંમત 500,000 ડોલર હતી.

પજની ઝોન્ડા સી12 એસ

પજની ઝોન્ડા સી12 એસ

કંપની દ્વારા આ કારના માત્ર 12 યુનિટ જ બનાવવામાં આવ્યા હતા. આ કારને હોંગકોંગમાં અકસ્માત નડ્યો હતો. કારની કિંમત 650,000 ડોલર હતી.

મર્સીડિઝ બેન્ઝ એસએલ 300

મર્સીડિઝ બેન્ઝ એસએલ 300

આ કારને એક ક્લાસિક કાર માનવામાં આવે છે, તેની કિંમત 750,000 ડોલર છે. કારના માલિકે આ કારનો લા કર્રેરા પનામેરિકના રેસમાં ભાગ લેવા માટે કર્યો હતો. તમે જોઇ શકો છો કે આ કારની અકસ્માત બાદ કેવી હાલત થઇ છે.

જગુઆર એક્સજે 220

જગુઆર એક્સજે 220

આ વિશ્વની ફાસ્ટેસ્ટ પ્રોડક્શન કાર માનવામાં આવે છે, તેની ટોપ સ્પીડ 217 એમપીએચ છે, આ તસવીરમાં તમે જોઇ શકો છોકે કારનો માલિક કેવી દયામણી સ્થિતિમાં કારની બાજુમાં ઉભેલો છે. આ કાર સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે એકદમ મધ્યમાં અથડાઇ હતી.

મેક્લારેન એફ 1

મેક્લારેન એફ 1

આ યાદીમાં જે કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ કારનો અકસ્માત એક જાણીતી હસ્તી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કારનો અકસ્માત મિ. બીન(રોવન એટ્કિન્સન) દ્વારા કરવામાં આવ્યો હતો. આ કારનો અકસ્માત 2005માં થયો હતો. ત્યારે તેની કિંમત 1.25 મિલિયન હતી.

ફેરારી ઇન્ઝો

ફેરારી ઇન્ઝો

જો તમે બધા એવું વિચારી રહ્યા હોવ કે ફેરારીની કારના માલિક હોય તે લોકો કેટલા કેરફુલ હોય છે, તો ક્યારેક તમે ખોટા પણ પડી શકો છો. આ કારના માલિકે તેને ફાસ્ટ ચલાવવાનો વિચાર કર્યો. તમે એ વાતથી માહિતગાર હોવા જોઇએ કે જ્યારે કોઇ કારની લિમિટેડ એડિશન બહાર પાડવામાં આવે અને એ પણ તેના નામમાં ફાઉન્ડરના નામનો ઉપયોગ થયો હોય ત્યારે તે ઘણી જ ખાસ બની જાય છે, આ 1.3 મિલિયન ડોલરની કારને 196 એમપીએચ સ્પીડે ચલાવવામાં આવી અને આ કારના બે કટકા થઇ ગયા.

બુગાટી વેરોન

બુગાટી વેરોન

આ કારને વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ કાર કહેવામાં આવે છે. કારના માલિકે એવું વિચાર્યું કે તેને વરસાદી માહોલમાં 100 એમપીએચની સ્પીડે ચલાવવામાં આવે. આ એક સારો વિચાર સાબિત થયો નહીં અને કારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું. આ કારની કિંમત 1.6 મિલિયન ડોલર હતી.

1959 ફેરારી 250 જીટી ટીડીએફ

1959 ફેરારી 250 જીટી ટીડીએફ

આ કારની કિંમત 1.65 મિલિયન ડોલર છે અને તેના માલિકે જ્યારે તેને ટ્રેકમાં ઉતારવાનો નિર્ણય કર્યો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો અને કારની આવી હાલત થઇ ગઇ હતી.

ફેરારી 250 જીટી સ્પાઇડર

ફેરારી 250 જીટી સ્પાઇડર

આ તસવીર ફેરારીની 250 જીટી સ્પાઇડરની છે, જેને એક ગેરેજમાં રાખવામાં આવી છે, એક વાવાઝોડા દરમિયાન આ કારને ઘણું નુક્સાન થયું હતું અને કારની આવી હાલત કરી નાંખી હતી. આ કારને મે 2008માં 10,894,900 ડોલરમાં હરાજીમાં ખરીદવામાં આવી હતી.

ફેરારી 250 જીટીઓ

ફેરારી 250 જીટીઓ

2008માં ફેરારી 250 જીટીઓ હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી કાર હતી, આ કારને 28.5 મિલિયન ડોલરમાં વેચવામાં આવી હતી. આ કારનો અકસ્માત થયા બાદ આ કારની હાલત આગળના ભાગે કેવી થઇ ગઇ છે તે તમે તસવીરમાં જોઇ શકો છો.

English summary
Here in our list, we take a look at the world's top 10 most expensive crashes till date.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X