For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાહસિકો માટે શ્રેષ્ઠ ટ્રિપઃ મહારાષ્ટ્રના 9 ઘાટ રોડ

|
Google Oneindia Gujarati News

ભારત હોય કે પછી વિશ્વનો અન્ય કોઇ પ્રદેશ કાર રસિકોને એવી રસ્તા ચોક્કસપણે મળી જશે જ્યાં સાહસની સાથોસાથ આનંદ અને આશ્ચર્યભર્યો નજારો પણ મળી રહે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં આવા અનેક રસ્તાઓ છે, આજે અમે મહારાષ્ટ્રમાં આવેલા માઉન્ટેન ઘાટ અંગે જણાવી રહ્યાં છીએ.

મહારાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ પડ્યા પછી જો તમે પ્રવાસ અર્થ નીકળો તો તમને અનેક સુંદર અને રમણીય ઘાટો જોવા મળશે જે તમારી યાત્રાને અનેક યાદોથી ભરી દેશે, તેમાં પણ જો તમે તમારી કાર લઇને પ્રવાસે નિકળ્યા હોવ તો આ યાત્રામાં તમે અનેક ન ભૂલી શકાય તેવી ક્ષણોને તમારી યાદોમાં સમાવી શકો છો. આજે અમે અહીં એવા જ કેટલાક ઘાટભર્યા માર્ગો અંગે જણાવી રહ્યાં છીએ જેની યાદગાર યાત્રા કરવા જેવી છે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

અંબોલી ઘાટ

અંબોલી ઘાટ

આ ભારતની સુંદર ઘાટોમાંની એક ઘાટ છે, જે મહારાષ્ટ્રના સવંતવાડી નજીક આવેલી છે. આ એક લોકપ્રીય હિલ સ્ટેશન પણ છે.

માલસેજ ઘાટ

માલસેજ ઘાટ

આ ઘાટમાં તમને કર્વી રોડ જોવા મળશે. આ ઘાટ મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલી છે.

કુંભારલી ઘાટ

કુંભારલી ઘાટ

આ ઘાટમાં તમને ઘણો ટ્રાફિક જોવા મળશે, ખાસ કરીને ટ્રાન્સોપ્રટેશનનો. આ ઘાટ મહારાષ્ટ્રના સતારા જિલ્લાથી રત્નાગિરી તરફ જતા રસ્તામાં આવે છે.

અંબા ઘાટ

અંબા ઘાટ

આ ઘાટ તમને રત્નાગીરી અને કોલ્હાપુર વચ્ચે જોવા મળી શકે છે. આ ઘાટ સહ્યાદ્રીના પર્વતોમાં આવેલી છે.

ભોર ઘાટ

ભોર ઘાટ

આ એક સુંદર અને જાણીતી ઘાટ છે. જે તેના ધોધ માટે જાણીતી છે. આ ઘાટ મહારાષ્ટ્રના ખંડાલા અને કર્જતની વચ્ચે આવેલી છે.

ચોર્લા ઘાટ

ચોર્લા ઘાટ

આ ઘાટ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાની બોર્ડર વચ્ચે આવેલી છે. આ ઘાટ સહ્યાદ્રીના પર્વતોમાં આવેલી છે.

તામ્હિની ઘાટ

તામ્હિની ઘાટ

આ ઘાટ ઘણી જ ખતરનાક અને સુંદર છે જે લોનવાલા અને પૂણેની નજીક આવેલી છે. ત્યાં કુદરતી સૌંદર્યનો ખજાનો જોવા મળી શકે છે.

કસારા ઘાટ

કસારા ઘાટ

આ ઘાટ મુંબઇ નાસીક હાઇવે દરમિયાન કસારા ગામે આવેલી છે, આ ઘાટને બેસ્ટ ઘાટ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કશેડી ઘાટ

કશેડી ઘાટ

આ ઘાટમાં અનેક ખતરનાક કર્વ આવેલા છે, જે રાઇગડના પોલાદપુર ખાતે આવેલી છે, જેને મહારાષ્ટ્રની સૌથી ખતરનાક ઘાટ કહેવામાં આવે છે.

English summary
9 ghat road of maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X