આમ આદમી પાર્ટીએ રિક્ષા ભાડા વધારાના આપ્યા સંકેત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે તે સીએનજીના વધતા જતા ભાવને ઓછા કરવાનો પ્રયત્ન કરશે, તેમને ઇશારો કર્યો છે કે જો સીએનજીના વધેલા ભાવ પરત લેવામાં નહી આવે તો રિક્ષાભાડુ વધારી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે સંવાદદાતાઓને કહ્યું હતું કે મને બે દિવસ આપો, અમે જોઇએશું જો સીએનજીના વધેલા ભાવ પરત નહી લેવામાં આવે તો અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મધરાતથી ઓટો રિક્ષા અને બસોમાં ઉપયોગમાં લેવાતા સીએનજીના ભાવમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રતિકિલો 4.50 રૂપિયાનો વધારાની સાથે સીએનજીના ભાવ 50.10 પ્રતિ કિલો થઇ ગયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે રિક્ષા ચાલકો સાથે વાત કરશે અને તેમની સમસ્યા સાંભળશે. તેમને કહ્યું હતું કે અમે રિક્ષા ચાલકો સાથે વાત કરીશું તેમની ઘણા મુદ્દા છે જેના પર ધ્યાન આપવામાં આવશે. રિક્ષા ચાલક સંઘે રિક્ષા પર પાર્ટીના પોસ્ટર ચોંટાડી, અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (આપ)ના પ્રચાર અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

aap-arvind-kejriwal

રિક્ષા ચાલકોએ માર્ચમાં વિજળી અને પાણીના વધતા જતા ભાવવધારા વિરૂદ્ધ શીલા દીક્ષિતના ઘર સુધી 10 લાખ પત્રો પહોંચાડવામાં આમ આદમી પાર્ટીની મદદ કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મેં તેમને પહેલાં જ કહ્યું હતું કે અમારે બંને પક્ષો માટે કામ કરવાનું રહેશે. તેમની સમસ્યાઓ વ્યાજબી છે, અમે તેમના પર ધ્યાન આપીશું પરંતુ રિક્ષા ચાલકોને પોતાની રીતે સુધારો કરવો પડશે. દિલ્હીના લોકો રિક્ષા ચાલકોથી પરેશાન છે.

English summary
Delhi's Chief Minister designate Arvind Kejriwal has indicated that he will go for auto fare hike if roll back in CNG price is not feasible.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.