For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારમાં આપવામાં આવતા ટાર્ક અને હોર્સપાવર વચ્ચે શું છે તફાવત?

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવતી કાર્સ અંગેની માહિતી તમે જ્યારે મેળવતા હશો ત્યારે તેમાં એક એન્જીન સ્પેસિફિકેશ અને પરફોર્મન્સ અંગે માહિતી રજૂ કરવામાં આવી હશે, તેમાં ટાર્ક અને પાવર અથવા તો હોર્સપાવર અંગે જણાવવામાં આવ્યું હશે. આપણે એ વાંચી લઇએ છીએ પરંતુ એ જાણવાનો ક્યારેય પ્રયાસ કરતા નથી કે કારમાં આપવામાં આવેલા ટાર્ક અને હોર્સપાવર છે શું. તેનું કામ શું છે.

એક કાર ધારક અથવા તો કાર ચાલક તરીકે કેટલીક વાત જાણવી જરૂરી હોય છે, જે કારની ઝડપ અને વહન સાથે સંબંધ ધરાવતી હોય છે. ટાર્ક અને હોર્સપાવર તેમાના જ એક છે. જે કેટલા આરપીએમ પર કેટલી માત્રામાં હોર્સપાવર અને કેટલા એનએમ પર ટાર્ક જનરેટ કરશે તેના આધારે નક્કી કરવામાં આવે છે. આ બન્ને બાબતો માટે ખાસ મહત્વ ધરાવે છે અને બન્નેનું કામ એકબીજાથી તદ્દન અલગ છે, તો ચાલો તસવીરો થકી ઓટોમોટિવમાં તેની ભૂમિકા, તેમનું કામ અને બન્ને વચ્ચે શું તફાવત છે તે જાણીએ.

આ પણ વાંચોઃ- ભારતમાં વેચાતી હોન્ડાની ટોપ 5 કાર્સ, કિંમત 4થી 25 લાખ સુધી
આ પણ વાંચોઃ- ચાર સામાન્ય કાર રિપેર ટિપ્સ જે ઘટાડશે તમારો ખર્ચો
આ પણ વાંચોઃ- ભારતના ટોપ 10 એવરેજ આપતા સ્કૂટર્સ

ટાર્ક અને હોર્સપાવરની ઓટોમોટિવમાં મહત્વની ભૂમિકા

ટાર્ક અને હોર્સપાવરની ઓટોમોટિવમાં મહત્વની ભૂમિકા

ટાર્ક અને હોર્સપાવર ઓટોમોટિવ માર્કેટમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના દર્શાવવામાં આવેલા નંબર પરથી કાર અથવા તો ટ્રક શું કરી શકે છે તે જાણી શકાય છે. ગ્રાહકો વિચારે છે તેના કરતા પણ વધુ જટિલ ભૂમિકા આ નંબરોની હોય છે. હોર્સપાવર ભારણનું વહન કરવા માટે જરૂરી છે, જ્યારે ટાર્ક ભારણને યોગ્ય લક્ષ્યાંકે પહોંચાડવા માટે જરૂરી છે.

ટાર્કનો ઉપયોગ

ટાર્કનો ઉપયોગ

ટાર્કનો ઉપયોગ સ્પીડ માટે કરવામાં આવે છે. તમે જોયું હશે કે રેસિંગ કાર વધારે ટાર્ક ઉતપન્ન કરે છે અને તેની સ્પીડ પણ વધારે હોય છે, જ્યારે તમે ટ્રેક્ટરને જુઓ તો તે ટાર્ક વધારે ઉતપન્ન કરતું નથી અને તે હાઇ સ્પીડ પર દોડી પણ શકતું નથી.

હોર્સપાવરનો ઉપયોગ

હોર્સપાવરનો ઉપયોગ

ટાર્કથી ઉલટું હોર્સપાવરનું કામ શક્તિ વધારવાનું છે. કારની સરખામણીએ ટ્રેક્ટરમાં હોર્સપાવર વધારે હોય છે અને તેથી ટ્રેક્ટર સ્પીડ નથી પકડી શકતું પરંતુ વજનદાર વસ્તુઓની વહન કરી શકે છે.

ટાર્ક અને હોર્સપાવરની ગણતરી

ટાર્ક અને હોર્સપાવરની ગણતરી

ટાર્કની ગણતરી ટાર્ક રિંચના આધારે થાય છે. આ માટે અનેક પ્રકારના ટાર્ક રિંચ અને ટૂલ્સ આવે છે જે ટાર્કને માપે છે તેમજ બોલ્ટ ટાઇટ છે કે નહીં તેની ચકાસણી પણ કરે છે. જ્યારે હોર્સપાવરની ગણતરી કરવા માટે ડાયનેમોમિટરનો ઉપયોગ થાય છે. જે વજનને એન્જીન પર મુકે છે અને માપે છેકે આ વજનને ઉચકવા અને હલાવવા માટે કટેલા પાવરની એન્જીનને જરૂર રહે છે.

English summary
difference between torque and horsepower
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X