ઇતિહાસના સૌથી ખરાબ 5 ટ્રાફિક જામ

ટ્રાફિક જામ આ એજ વસ્તુ છે જે પહેલા ભારતના મોટા મોટા રોડ પર થતી હતી અને હવે નાની નાની ગલીઓ પણ ક્યારેક થઇ જાય છે. ટ્રાફિક જામ ભારતના રસ્તાઓનું એક બહુ મૂલ્ય અંગ છે તેવું કહેવું પણ કંઇ ખોટું નથી. કારણ કે આપણી સવાર ટ્રાફિક જામથી થાય છે અને અંત પણ.

પણ જો તમે આ વાત માટે ખાલી ભારત અને ટ્રાફિક પોલિસને કોસતા હોવ તો એક મિનિટ...હું તમને જણાવી દઉં કે ઇતિહાસના પાંચ મહાન, સૌથી ખરાબ ટ્રાફિક જામમાં ભારતનું દૂર દૂર સુધી નામ નથી. અને આ તમામ વિદેશની ધરતી પર થયેલા સૌથી ખરાબ ટ્રાફિક જામ છે.

તો આજે તમે ટ્રાફિક જામમાં જ્યારે ફસાઇ જાવ ત્યારે આ આર્ટિકલ વાંચીને યાદ કરી લેજો કે તમે જે ભોગવી રહ્યા છે તે કંઇક પણ નથી. તો જુઓ આ ફોટો સ્લાઇડર જેમાં છે દુનિયા સૌથી ખરાબ 5 ટ્રાફિક જામની તસવીરો...

સાઓ પાઉલો, બ્રાજિલ

સાઓ પાઉલો, બ્રાજિલ

નવેમ્બર 2013માં સાઓ પાઉલોમાં ઇતિહાસનો સૌથી ખરાબ ટ્રાફિક જામ થયો હતો જેની લંબાઇ 307 કિલોમીટર હતી.

શિકાગો, યુએસએ

શિકાગો, યુએસએ

ફેબ્રુઆરી 2011ના રોજ શિકાગોમાં હિમવર્ષો થવાના લીધી 20 ઇંચ સુધી બરફ રસ્તા પર જામ થઇ ગયો. જેના કારણે લોકોએ પોતાની કાર રસ્તા પર છોડીને જવું પડ્યું. અને છેવટે અધિકારીઓએ રસ્તો સાફ કરવા ગાડીને ધસેડીને લઇ જવી પડી. જેના લીધે લોકોને પાછી પોતાની કાર મેળવવા માટે ભારે મુશ્કેલી ઊભી થઇ.

બેજીંગ, ચાઇના

બેજીંગ, ચાઇના

ઓગસ્ટ 2010ના રોજ ચાઇનમાં લોકો 11 દિવસ સુધી રસ્તા પર ટ્રાફિક જામના લીધે ફસાયેલા રહ્યા. એટલું જ નહીં એક રિસર્ચ મુજબ ચાઇનામાં એક સામાન્ય માણસ 9 કલાક ટ્રાફિકમાં વિતાવે છે.

જર્મની (એપ્રિલ 1990)

જર્મની (એપ્રિલ 1990)

જર્મનીમાં બર્લિન વોલ પડ્યા બાદ 18 લાખ કાર ટ્રાફિક જામમાં ફસાઇ ગઇ. એટલું જ નહીં તે દિવસે 40 વર્ષથી અલગ રહેનારા લોકોએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા માટે 4 કલાક લાઇનમાં ઊભા રહ્યા.

પેરિસ, ફ્રાંસ (ફેબ્રુઆરી 1980)

પેરિસ, ફ્રાંસ (ફેબ્રુઆરી 1980)

ફ્રાંસના પેરિસમાં એક વાર 174 કિલો મીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ખરાબ વાતાવરણના કારણે કલાકો લોકોએ રસ્તા પર ઊભા રહેવું પડ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X