For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્ડે ભારતમાં લોન્ચ કરી ઇકોસ્પોર્ટ કાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: ભારે ઇંતેજારી કર્યા બાદ ગ્લોબલ કાર કંપની ફોર્ડ આજે બુધવારે ભારતમાં નવા કોમ્પેક્ટ સ્પોર્ટ લોન્ચ કરી છે. કારપ્રેમિયો આ પ્રકારની કારની ભારે રાહ જોઇ રહ્યા હતા. ઇકોસ્પોર્ટમાં ચાર ટ્રીમ છે. ઉપભોક્તાઓને ધ્યાનમાં રાખતા પેટ્રોલ વર્જનમાં ત્રણ એન્જીનના વિકલ્પોની સાથે-સાથે મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ટ્રાંસમિશન પણ છે.

હાલમાં જ ફોર્ડ ઇન્ડિયાએ કંપની ઇકોસ્પોર્ટની લોન્ચની તારીખ અને બુકિંગની જાહેરાત કરી હતી. જોકે ભારતીય બજારમાં ફોર્ડના કેટલાંક ડિલર્સે 50,000 રૂપિયા ભરીને ઇકોસ્પોર્ટ માટેનું પ્રી-ઓર્ડર બુકિંગ પહેલા જ શરૂ કરી દેવાયું છે. ઇકોસ્પોર્ટમાં કંપનીએ નવા 1 લીટર ઇકોબૂસ્ટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે.

આની સાથે જ ઇકોસ્પોર્ટને 1.5 લીટર પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ડીઝલ એન્જિનમાં પણ રજૂ કરવામાં આવશે. પેટ્રોલ એન્જીન કાર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને રીતે ટ્રાંસમિશનમાં ઉપલબ્ધ થશે. આ કારમાં ખાસ સેફ્ટી ફીચર લાગેલા છે, તથા નાના સ્ટોરેજ સ્પેસ વધારે કન્ફર્ટેબલ છે. આની શરૂઆતી કિંમત 5.59 લાખ રૂપિયા હશે. આ કારમાં 5 લોકોના બેસવાની વ્યવસ્થા છે.

શાનદાર કાર

શાનદાર કાર

ભારે ઇંતેજારી બાદ ગ્લોબલ કાર કંપની ફોર્ડ આજે બુધવારે ભારતમાં નવા કોમ્પેક્ટ સ્પોર્ટ લોન્ચ કરી છે.

ફ્યુઅલ સેવિંગ ડિઝાઇન

ફ્યુઅલ સેવિંગ ડિઝાઇન

કારપ્રેમિયો આ પ્રકારની કારની ભારે રાહ જોઇ રહ્યા હતા.

500mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ

500mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ

500mm ગ્રાઉન્ડ ક્લિયરન્સની સાથે ઇકોસ્પોર્ટમાં ચાર ટ્રીમ છે.

સ્ટાઇલીશ લૂક

સ્ટાઇલીશ લૂક

ઈકોસ્પોર્ટનો સ્ટાઇલીશ લૂક કોઇપણ એંગલથી આકર્ષિત કરે તેવો છે.

સ્ટ્રોંગ પ્રોફાઇલ

સ્ટ્રોંગ પ્રોફાઇલ

ઇકોસ્પોર્ટમાં અન્ય કારની સરખામણીએ સ્ટ્રોંગ પ્રોફાઇલ છે. જેને જોતા જ તેનો ઉઠાવ નજરે પડે છે.

705L રિયર સ્ટોરેજ

705L રિયર સ્ટોરેજ

ઇકોસ્પોર્ટ કારમાં તમે તમારો બધો જ લગે સરળતાથી મૂકી શકો છો.

પેટ્રોલ એન્જિન

પેટ્રોલ એન્જિન

ઇકોસ્પોર્ટમાં કંપનીએ નવા 1 લીટર ઇકોબૂસ્ટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે.

English summary
Global auto major Ford on Wednesday launched its new compact sports utility vehicle 'EcoSport'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X