For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર હોન્ડા લોન્ચ કરશે સેવન સીટર મોબિલિયો, જાણો ખાસિયત

By Super
|
Google Oneindia Gujarati News

હોન્ડા ઇન્ડિયાએ પોતાની નવી એમપીવીને ભારત માટે નવી દિલ્હીમાં યોજાયેલા 2014 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી હતી. હવે આ જાપાનીઝ કાર નિર્માતા કંપની પોતાની આ મોબિલિયો એમપીવીને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે અને એવી આશા રાખવામાં આવી રહી છેકે આ એમપીવી 23 જુલાઇના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. હાલ આ કારને કંપનીએ પોતાના શોરૂમમાં ગ્રાહકોને દર્શાવવા માટે ડિલિવર કરી દીધી છે.

આ પણ વાંચોઃ- ધ પ્રીમિયર પદ્મિનીઃ આ કારની સ્ટાઇલના દિવાના હતા ભારતીયો

તેમજ કંપની દ્વારા ભારતભરમાં આવેલા વિવિધ મોલ્સમાં પણ પોતાની આ મોબિલિયો એમપીવીને પ્રદર્શિત કરવાની છે. હોન્ડા ઇન્ડિયા દ્વારા પોતાની આ કારની જાહેરાત માટે ભારતીય કોમેડિયન કપિલ શર્મા સાથે કરાર કર્યો છે, કપિલ પોતાની યુનિક સ્ટાઇલ સાથે આ કારને પ્રમોટ કરશે. મોબિલિયોએ 2014માં ભારતમાં લોન્ચ થનારી કાર્સમાં સૌથી પ્રતિક્ષિત કાર્સમાની એક કાર છે.

મોબિલિયો એમપીવી સામાન્ય રીતે દેખાવે હોન્ડાની હોટ હેચબેકે બ્રાયોને મળતી આવે છે. તેમજ કોમ્પેક્ટ સેડાન એમેઝ પણ બ્રાયોના પ્લેટફોર્મ પર બનેલી કાર છે. હોન્ડા પોતાના બ્રાયો પ્લેટફોર્મનો ઉપયોગ વિભિન્ન રીતે પોતાની કાર્સમાં કરી રહી છે. હોન્ડા મોબિલિયો પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને પ્રકારના વર્ઝનમાં મળી આવશે. તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે વધુ જાણીએ.

મોબિલિયોનું એન્જીન અને એવરેજ

મોબિલિયોનું એન્જીન અને એવરેજ

હોન્ડા પોતાની મોબિલિયો એમપીવીમાં પોતાના જાણીતા આઇ-વીટીઇસી પેટ્રોલ 1.5 લીટર એન્જીનનો ઉપયોગ કરી રહી છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન તથા ઓપ્શનલ સીવીટી ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. આ કાર 117 બીએચપી પાવરને પ્રોડ્યુસ કરે છે અને તેની ડિસન્ટ એવરેજ 18 કિ.મી પ્રતિ લીટર છે.

મોબિલિયોનું ડીઝલ વર્ઝન

મોબિલિયોનું ડીઝલ વર્ઝન

મોબિલિયોના ડીઝલ વર્ઝન અંગે વાત કરીએ તો તેમાં 1.5 લીટર આઇ-ડીટીઇસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ જ એન્જીનનો ઉપયોગ હોન્ડાએ પોતાની સિટી અને અમેઝ કારમાં પણ કર્યો છે. આ કાર 98 બીએચપી જનરેટ કરે છે અને 26 કિ.મી પ્રતિ લીટરની એવરેજ આપે છે.

કારની કિંમત

કારની કિંમત

હોન્ડા મોબિલિયો કારની કિંમત અંગે વાત કરવામાં આવે તો એવી આશા રાખવામાં આવી રહી છેકે એક્સ શોરૂમમાં આ કારની કિંમત 7થી 9 લાખની વચ્ચે હશે.

મોબિલિયોને આ કાર્સ તરફથી મળશે પડકાર

મોબિલિયોને આ કાર્સ તરફથી મળશે પડકાર

મોબિલિયોને મારુતિ સુઝુકીની એર્ટિગા, ડટ્સનની ગો પ્લસ એમપીવી, શેવરોલેની એવિલિયા અને એન્જોય એમપીવી તરફથી પડકાર મળી શકે છે.

English summary
Honda India had showcased its new MPV bound for India at the 2014 Auto Expo held in New Delhi. The Japanese manufacturer is now expected to launch it Mobilio MPV in India on 23rd July, 2014. The vehicle is being currently delivered to showrooms to show it buyers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X