• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધ પ્રીમિયર પદ્મિનીઃ આ કારની સ્ટાઇલના દિવાના હતા ભારતીયો

By Super
|

ગઇ સદીના અંત ભાગની મધ્યમાં જો તમારો જન્મ થયો હશે તો કદાચ તમને પ્રીમિયર પદ્મિનીના માલિક બનવાની, ચલાવવાની અથવા તો પછી તેમાં મુસાફરી કરવાની તક જરૂરથી મળી હશે. આ ઇટાલિયન ડિઝાઇન કાર ફિઆટ 1100 ડી જેવી હતી. જેને ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પ્રીમિયર ઓટોમોબાઇલ્સ લિમિટેડ(PAL) દ્વારા 1964માં લોન્ચ કરવામાં આવી હતી.

આ કાર ભારતીય બજારમાં ફિઆટ તરીકે લોકપ્રીય હતી અને આ કારની મુખ્ય સ્પર્ધા હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર સાથે હતી, કાર ખરીદનારાઓ ફ્રેશર સ્ટાઇલિંગ, સારી ફ્યુલ એફિશિએન્સી અને તેના કદને લઇને આ કારને વધારે પસંદ કરતા હતા. જોકે હાલ આ કાર ભાગ્યેજ આપણને ભારતીય રસ્તાઓ પર વિહરતી જોવા મળે છે, કારણ કે હાલ બજારમાં અનેક એવી કાર્સ આવી ગઇ છે, જે પોતાના દેખાવ, સ્પીડ અને એવરેજના કારણે યુવાનોને વધારે આકર્ષી રહી છે, તેમ છતાં જો તમે મુંબઇમાં હોવ અથવા તો મુંબઇ ફરવા હેતુ ગયા હોવ તો ચોક્કસપણે તેમને ટેક્સી તરીકે આ કાર જોવા મળશે. તો ચાલો આ કાર્સ અંગેની વધુ માહિતી આપણે તસવીરો થકી જાણીએ.

ધ પ્રીમિયર પદ્મિની અંગેની વધુ માહિતી

ધ પ્રીમિયર પદ્મિની અંગેની વધુ માહિતી

ધ પ્રીમિયર પદ્મિની અંગે વધુ માહિતી મેળવવા માટે તસવીરો પર ક્લિક કરો.

એમ્બેસેડરનો વિકલ્પ

એમ્બેસેડરનો વિકલ્પ

જે તે સમયે આ કાર એમ્બેસેડરના વિકલ્પ તરીકે જોવામાં આવતી હતી. આ કારને ભારતીય બજારમાં 60ના દશકાના મધ્ય ભાગમાં લોન્ચ કરવામાં આવી હતી. કાર્બોરેટર, ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જીન, જે પીક પાવરમાં 40 બીએચપી અને 71 એનનો ટાર્ક પ્રોડ્યુસ કરતી હતી. તેનો દેખાવ સ્કેચી હતો. આ કાર 125 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવા માટે સક્ષમ હતી.

ચેન્નાઇ અને કોલકતામાં રેસિંગમાં લીધો હતો ભાગ

ચેન્નાઇ અને કોલકતામાં રેસિંગમાં લીધો હતો ભાગ

આ કારે સોલાવરમ અને સીએમએસસી રેસ ટ્રેક ચેન્નાઇ અને કોલકતામાં યોજાયેલા રેસમાં ભાગ લીધો હતો. જેમાં તેની ટક્કર સિપાની ડોલફિન્સ, હિન્દુસ્તાન એમ્બેસેડર અને સ્ટાન્ડર્ડ હેરાલ્ડ હતી. આ ઉપરાંત તેણે અનેક રેલીઓમાં પણ ભાગ લીધો હતો. જે સમયે આ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અંગે તમે કલ્પના કરો તો પણ તમને ખબર પડશે કે એ સમયે રેસ કરવી કેટલી કપરી હતી. તે સમયે કારમાં ફોર સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સ આપવામાં આવતા હતા. તેમ છતાં આ કારે પોતાનો ઝલવો દેખાડ્યો હતો.

પદ્મિની એક સંયમી કાર હતી

પદ્મિની એક સંયમી કાર હતી

પદ્મિની અંગે વાત કરવામાં આવે તો પદ્મિની એક બેઝિક સ્વિચ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સાથે એક સંયમી વ્યક્તિત્વ ધરાવતી કાર હતી. આજની કારમાં જે જોવા નથી મળતું તે શીટ મેટલ આ કારના ડેશબોર્ડમાં જોવા મળતું હતું. ઉંચા ડ્રાઇવર આ કારની ડ્રાઇવિંગ વિન્ડો પર પોતાનો એક હાથ રાખી શકતા હતા. આજે પણ તમે જ્યારે મુંબઇમાં જાઓ ત્યારે તમને કેટલાક ટેક્સી ડ્રાઇવર આ પ્રકારે વિન્ડોની બહાર હાથ રાખીને ડ્રાઇવિંગ કરતા જોવા મળશે.

મારુતિ 800એ તોડ્યું માર્કેટ

મારુતિ 800એ તોડ્યું માર્કેટ

1970 અને 1980ના સમયગાળામાં આ કારે પોતાનો જાદૂ દેશભરમાં ચલાવ્યો હતો, પરંતુ બાદમાં મારુતિ સુઝુકીએ મારુતિ 800 ભારતમાં લોન્ચ કરી અને તેની સાથે જ અન્ય આતંરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પણ ભારતમાં આવી. જેના કારણે આ કારની સ્પર્ધાનો વ્યાપ વધી ગયો અને સમય જતાં આ કાર સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ.

અન્ય કારને ન આપી શકી ટક્કર

અન્ય કારને ન આપી શકી ટક્કર

1991માં ભારતીય બજારમાં વિદેશી કંપનીઓને કાર મેન્યુફેક્ચરિંગ કરવાની મંજૂરી મળી, જેથી વિદેશી કંપનીઓ દ્વારા નવી ડિઝાઇન અને આધુનિક કાર તથા ફ્યુલ એફિસિઅન્સીવાળી કાર્સ લોન્ચ કરવાનું શરૂ કર્યું જેના કારણે 30 વર્ષની થયેલી પદ્મિની આ નવી કાર્સને ટક્કર આપી શકી નહીં.

સૌથી વધારે કાર મુંબઇમાં

સૌથી વધારે કાર મુંબઇમાં

આજના સમયની વાત કરવામાં આવે તો આ કારનું પ્રોડક્શન બંધ થઇ ગયું હોવા છતાં પણ આજે તમે જ્યારે મુંબઇના રસ્તાઓ પર વિહરતા હોવ ત્યારે જે ટેક્સીઓની લાઇન તમને જોવા મળે છે, તેમાં મોટાભાગે તમને આ પ્રીમિયર પદ્મિની જ જોવા મળશે. તેની પાછળનું કારણ એ છેકે આ કારનું મેન્યુફેક્ચરિંગ કુર્લામાં કરવામાં આવતું હતું. આજે પણ મુંબઇના ટ્રાફિકવાળા રસ્તાઓ પર તમને બ્લેક અને યલો કલરની ફિઆટ ટેક્સી જોવા મળશે. જોકે હવે ગ્રાહકો પણ હુન્ડાઇ સેન્ટ્રો, મારુતિ વેગનઆરને પસંદ કરી રહ્યાં છે.

આધુનિકતા તરફ વળવાની હતી જરૂર

આધુનિકતા તરફ વળવાની હતી જરૂર

PAL દ્વારા ફિઆઠ 1100-103 સાથે પદ્મિનીને લોન્ચ કરવામાં આવી હતી અને તેના ત્રણ મોડલ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. મિલ્લેસેન્ટો, ધ સિલેક્ટ અને ધ સુપર સિલેક્ટ. પદ્મિનીનું પહેલું મોડલ ધ સિલેક્ટ 1958માં જોવા મળ્યું હતું. જોકે કાર્સે ખોટી દિશામાં દરવાજા ખોલ્યા હતા. કંપનીએ આ કારને લઇને આધુનિક પગલા ભરવાની જરૂર હતી. તેમ છતાં આ કારે જે તે સમયે ક્લાસિક કારનું સ્ટેટસ મેળવ્યું હતું.

English summary
If you were born during the latter half of the last century, chances are you would have owned, driven, or at least ridden in a Premier Padmini. The Italian-designed car was based on the Fiat 1100 D, and was introduced in the Indian market by Premier Automobiles Limited (PAL) in 1964.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more