• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

|

ગરમીની ઋતુ આવી ગઇ છે, જે પ્રકારે તમે આ ધકધકતા તડકાંમાં તમારી પોતાની કાળજી રાખો છો, ઠીક તેવી જ રીતે તમારી કારની પણ ખાસ કાળજી લેવાની જરૂર હોય છે. આમ તો ગરમીઓમાં કારની સફાઇ કરવી એ કેટલાક લોકો માટે આનંદનો વિષય બની જાય છે. ગરમીમાં ઘણા લોકોને પોતાના કામોમાંથી થોડીક રાહત મળી જાય છે અને આ દરમિયાન ફાજલ સમયમાં પોતાની કારની સફાઇ કરી લેવાનો નેક વિચાર ખોટો નથી.

આમ તો કાર વોશ કરવીએ એક સહેલું કામ છે, પરંતુ ક્યારેક-ક્યારેક એ ઘણું અધરું પણ લાગે છે, કારણ કે એક પદ્ધતિસર રીતે તમે તમારી કારની સફાઇ કરો છો તો તેનાથી કાર ચમકશે પણ ખરી અને તમને કાર સાફ કરવામા મજા પણ આવશે. આજે અમે તમને કાર સફાઇ કરવાના કેટલાક ઉપાયો જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કારની સફાઇ કરવાના કેટલાક ઉપાયો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

સૌથી પહેલા પોતાની કારને ઘોવાની સારી જગ્યા પસંદ કરો અને કારને એવા સ્થળે ઉભી રાખો જ્યાં તડકો આવતો ના હોય, એટલે કે કોઇ છાયડાંવાળા સ્થળ પર. જેથી તમે પણ કૂલ રહેશો અને સહેલાયથી કારની સફાઇ કરી શકશો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

ત્યારબાદ કારને ધોવા માટે સારા પાણીની વ્યવસ્થા કરો. જો તમારા ઘરની બહાર પાણીની કોઇ ટાંકી હોય તો ત્યાંથી પાઇપ વડે પાણીને કાર સુધી લાવો. આ ઉપરાંત એક બાલ્ટી, મગ, કાર વોશિંગ કેમીકલ, શાઇનિંગ ક્રિમ, બે કોટનના ટુવાલ વગેરે વસ્તુ તમારી પાસે રાખી લો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

સૌથી પહેલા કાર પર જામી ગયેલી ધૂળ કે જે બોનેટ અને કારના પાછળના ભાગે જામેલી હોય છે, તેને કપડાંથી સાફ કરી લો. આ દરમિયાન ધ્યાન રહે કે ક્યારેક-ક્યારેક કાર પર જામેલી ધૂળને દૂર કરતી વખતે સહેલાયથી નિકળતી ધૂળને હટાવી લો ક્યાંય પણ જોરથી ઘસવાનો પ્રયત્ન ના કરો તેનાથી તમારી કાર પર સ્ક્રેચ પડવાનો ખતરો રહી શકે છે.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

કારને સાફ કરવા માટે હમેંશા લિક્વીડ શોપનો પ્રયોગ કરો, ભૂલથી પણ પોતાની કાર પર ડિટરજન્ટ વગેરેનો ઉપયોગ ના કરો. ડિટરજન્ટ માત્ર કારના મેટલને જ નહીં પરંતુ તમારી કારના રંગ માટે પણ ખરાબ છે.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

કારને પાણીથી સંપૂર્ણપણે ભીંજવી નાંખો, ત્યારબાદ લિક્વિડ શોપને કારના કોઇ એક હિસ્સા પર લગાવો અને તેને કોટનના કપડાંથી સાફ કરો. ધ્યાન રહે કે કપડું મુલાયમ હોવું જોઇએ તેમાંથી રેસા વગેરે નિકળવા ના જોઇએ અને કપડું કડક પણ ના હોવું જોઇએ. આ દરમિયાન તમારા હાથો પર પણ ખાસ ધ્યાન આપો. કારના કોઇપણ ધારદાર હિસ્સાથી પોતાના હાથને બચાવો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

કારની સફાઇ હંમેશા છતથી કરવી જોઇએ. આમ કરવાથી તમે જ્યારે કારના નીચેના હિસ્સા પર આવો છો ત્યારે કારમાંથી મોટાભાગની ગંદકી ત્યાંથી નીકળી જતી હોય છે અને તમે સહેલાયથી કારને સાફ કરી શકો છો. કારની છત સુધી તમે ના પહોંચી શકતા હોવ તો સ્ટૂલનો ઉપયોગ કરો. ધ્યાન રહે કે સ્ટૂલ સમતલ જમીન પર હોય, કારણ કે પાણીથી પોચી પડી ગયેલી જમીન પર સ્ટૂલ રાખવામાં આવશે તો પડવાનો ભય રહે છે.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

છત બાદ કારના બોન્ટ અને ફ્રન્ટ મિરર પર વોશિંગ શોપ લગાવો અને સાવધાનીપૂર્વક તેની સફાઇ કરો. આ દરમિયાન બોનેટને બંધ જ રહેવા દો. બોનેટની સામેના હિસ્સાને ગ્રીલ વગેરેથી યોગ્ય પ્રકારે સાફ કરો અને કપડાને સંપૂર્ણપણે આ સ્થાનો પર ઉપયોગમાં લો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

ત્યારબાદ તમે કારના પાછળના હિસ્સા પર પણ આ જ પ્રકારે સફાઇ કરો. જો તમે કોઇ એવા પ્રકારના વાહનની સફાઇ કરી રહ્યાં હોવ, જેની પાછળના દરવાજા પર સ્ટેફની ટાયર હોય તે તેના પર લાગેલું કવર હટાવી લો અને તને અલગથી સાફ કરીને કારની સફાઇ કરો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

અત્યારસુધી તમે કારના ત્રણ હિસ્સા(છત, ફ્રન્ટ બોનેટ, પાછળ)ની સફાઇ કરી ચૂક્યા છો. હવે તમારે માત્ર બન્ને સાઇડમાં સફાઇ કરવાની છે, એ જ પ્રમાણે કારના દરવાજાને બંધ કરીને તેની સફાઇ કરી દરવાજાની વિન્ડો બંધ રાખો અને એ જ પ્રકારે સફાઇ કરો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

કારની સફાઇ કરતી વખતે હાથોનું ખાસ ધ્યાન રાખો અને પોતાના હાથમાં કોઇ મજબૂત કપડાંને હંમેશા પોતાની સાથે રાખો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

સૌથી અંતિમ કામ હોય છે કારના વ્હીલની સફાઇ. આ દરમિયાન તમે કારના બે પૈડાઓ પર ફરી એક વાર પાણી રેડો, કારણ કે અત્યારસુધી કારમાંથી પડનારી ગંદકી કારના વ્હીલોમાં જામી ચૂકી હોય છે. ત્યારબાદ કારના પૈડાઓ પર વોશિંગ શોપનો પ્રયોગ કરો અને યોગ્ય રીતે ઘસીને સાફ કરો.

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

જાણો, ગરમીમાં કેવી રીતે કરશો તમારી કારની સફાઇ

કારની ધોવાઇ ગયા બાદ બીજા સૂકાયેલા કોટનના ટુવાલથી કારને લુછી નાંખો અને કારને પાંચેક મીનીટ માટે સુકવવા માટે છોડી દો. ત્યારબાદ તમે કાર પર શાઇનિંગ ક્રીમનો પ્રયોગ કરી શકો છો. આ પ્રકારે તમે સહેલાયથી તમારી કારને આ ધકધકતા તડકામાં કૂલ રાખી શકો છો.

English summary
If you get bored to your dirty car and you want wash your car, there are actually some things that you need to know before you wash your car. Check out car washing tips by hot girls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more