For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં ભારતમાં લોન્ચ થશે લેમ્બોર્ગિનીની આ કાર

By Super
|
Google Oneindia Gujarati News

લેમ્બોર્ગિની હુરાકેન એલપી 610-4 કે જે ગાલાર્ડોના બદલામાં વિશ્વ ઓટો બજારમાં જીનેવા મોટર શો 2014 થકી દસ્તક આપનારી આ વૈભવી કાર ટૂંક સમયમાં ભારતીય હાઇવે પર પોતાની અદાના કામણ પાથરવાની તૈયારીમાં છે. જે સમાચાર સામે આવી રહ્યાં છે તે અનુસાર ચાલું વર્ષના સપ્ટેમ્બર માસ સુધીમાં લેમ્બોર્ગિનીની આ કારને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવશે.

લેમ્બોર્ગિની હુરાકેન એલપી 610-4 નામ રાખવા પાછળનું કારણ આ કારનું એન્જીન છે. તેમાં પાવર જનરેટ છે, દરેક વ્હીલ ડ્રાઇવ કોન્ફિગરેશન છે, જે સફળ રહેલી ગાલાર્ડોની જેમ સફળ થઇને કંપનીના વિશ્વાસ પર ખરી ઉતરશે. બૂકિંગની વાત કરવામાં આવે તો કંપનીની આ કારના 1 હજાર યુનિટ બૂક થઇ ગયા છે. લોકો એવી આશા રાખી રહ્યા છે કે જે રીતે ગાલાર્ડોએ ભારતમાં સારો દેખાવ કર્યો હતો, તેવી જ રીતે હુરાકેન પણ ભારતમાં લોકોને આકર્ષવામાં સફળ નીવડશે. આ કાર અંગે વધુ વિગતો તસવીરો થકી જાણીએ.

કારની ડિઝાઇન

કારની ડિઝાઇન

આ કારની ડિઝાઇનની વાત કરવામાં આવે તો એવાન્ટાડોર અને સિબ્લિંગને મળતી આવે છે, તેની શાર્પ બોડી લાઇન્સ, બોર્ડ, ગ્રાઉન્ડ ડિઝાઇન કારને એક વિશિષ્ટ લૂક આપે છે.

કારની ચેસીસ

કારની ચેસીસ

આ કારની ચેસીસને કાર્બન ફાઇબર તથા એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવી છે, જે વજનને હળવું કરે છે અને તેના કારણે કારની ફ્યૂએલ ઇકોનોમી વધે છે.

કારનું એન્જીન

કારનું એન્જીન

કારના એન્જીનની વાત કરવામાં આવે તો કારમાં 5.2 લીટર વી10 એન્જીની છે જે 602 હોર્સ પાવર, 8250 આરપીએમની ક્ષમતા ધરાવે છે.

કારની સ્પીડ

કારની સ્પીડ

કારની સ્પીડ અંગે વાત કરવામાં આવે તે પાવર કારના ચારેય વ્હીલમાં ટ્રાન્સફર થાય છે, જેની મદદથી કાર 3.2 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, કારની સર્વાધિક ઝડપ 325 કિ.મી પ્રતિ કલાક છે.

અન્ય ફીચર

અન્ય ફીચર

કારના અન્ય ફીચરની વાત કરવામાં આવે તો કારમાં સ્ટાર્ટ, સ્ટોપ સિસ્ટમ આપવામાં આવ્યું છે. કારમાં ડિરેક્ટ અને ઇન્ડિરેક્ટ ફ્યૂલ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. જે માત્ર ફ્યુએલ કોન્ઝુમ્પશનમાં જ નહીં પરંતુ પાવરમાં પણ વધારો કરે છે.

અન્ય ફીચર

અન્ય ફીચર

કારનું કેબીન કદાચ વૈભવી કાર જેવું ના હોય, પરંતુ તે વૈભવી લોકોને પસંદ આવે તેવી સુપર કાર જેવું છે. એવેન્ટાડોર સ્ટાઇલ ઇગ્નિશન બટન, 12.3 ઇન્ચ કલર ડિસપ્લે સહિતના અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે.

કારની અંદાજીત કિંમત

કારની અંદાજીત કિંમત

ભારતમાં આ કારની કેટલી કિંમત રાખવામાં આવશે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ એવી આશા રાખવામાં આવી રહી છે, કારની અંદાજીત કિંમત 3.5 કરોડ રૂપિયા હશે.

English summary
Lamborghini Huracan LP 610-4, the Gallardo replacement made its world debut only days back at the Geneva Motor Show 2014 and already news has come out that the newest bull from Bolognese will come rampaging to India in September of this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X