મહિન્દ્રાએ લોન્ચ કરી સ્કોર્પિયોની સ્પેશિયલ એડિશન
દેશની પ્રમુક એસયુવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ તહેવારોની સીઝનમાં પોતના ગ્રાહકો માટે ખાસ તૈયારી કરી છે. જી હાં, કંપનીએ દેશમાં પોતાની લોકપ્રિય એસયુવી સ્કોર્પિયોની નવી સ્પેશિયલ એડિશનને બજારમાં ઉતારી છે. મહિન્દ્રાની આ નવી સ્કોર્પિયોને શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર નવી સ્કોર્પિયો નક્કી તમને પસંદ પડશે. કંપનીએ આ નવી સ્પેશિયલ એડિશન સ્કોર્પિયોની કિંમત 11.88 લાખ(એક્સશોરૂમ દિલ્હી) નક્કી કરી છે. એટલું જ નહીં, આ ખાસ સ્કોર્પિયોને માત્ર 500 લક્કી લોકો જ પ્રાપ્ત કરી શકશે. કારણ કે કંપનીએ આ સ્કોર્પિયોના માત્ર 500 યુનિટનું જ નિર્માણ કરવાની ઘોષણા કરી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ નવી સ્કોર્પિયો, સ્પેશિયલ એડિશનને.

સ્પેશિયલ એડિશન
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ નવી સ્કોર્પિયો સ્પેશિયલ એડિશનને.

શાનદાર ફીચર્સ
નવી સ્પેશિયલ એડિશન સ્કોર્પિયોમાં કંપનીએ કેટલાક શાનદાર ફીચર્સ ઉમેર્યા છે. જેમાં કંપનીએ આ એસયુવીના એક્સટીરિયર અને ઇન્ટીરિયર બન્નેમાં બદલાવર કર્યો છે.

2.2 લીટરની ક્ષમતાનું એન્જીન
તમને જણાવી દઇએ કે, મહિન્દ્રા સ્કોર્પિયોમાં કંપનીએ 2.2 લીટરની ક્ષમતાના 4 સિલિન્ડરયુક્ત એમ હોક એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે વાહનને 120 બીએચપીની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

સ્પેશિયલ એડિશનના ફીચર્સ
કંપનીએ નવી સ્કોર્પિયો સ્પેશિયલ એડિશનમાં આ ફીચર્સને સામેલ કર્યા છે.
લક્ઝરી યુરોપિયન લેધર ઇન્ટીરિયર
9 ઇંચની સ્ક્રીન સાથે ડીવીડી પ્લેયર
ક્રોમ ફીનીશ એલોય વ્હીલ
લેધર લાગેલા ગીયર લીવર
લેધર લાગેલું સ્ટીયરિંગ વ્હીલ
ડ્યુએલ એસઆરએસ એરબેગ

પર્લ વ્હાઇટ રંગ
તમને જણાવી દઇએ કે નવી સ્કોર્પિયો સ્પેશિયલ એડિશન ભારતીય બજારમાં પર્લ વ્હાઇટ રંગમાં જ ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
