For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્સિડીઝ લઇને આવી રહી છે ‘એડિશન વન’ સ્પેશિયલ એડિશન

|
Google Oneindia Gujarati News

મર્સિડીઝ બેન્ઝે 2014માં પોતાના પોર્ટફોલિયોમાં 10 નવા વાહન જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપની હેવ નાની મોટી કાર્સ એટલે એ- ક્લાસ અને બી ક્લાસ કાર્સ તરફ ધ્યાન આપી રહી છે. હાલના દિવસોમાં એક સ્પેશિયલ એડિશન મોડલ ‘એડિશન-1' લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ કારને સીમિત સંખ્યામાં જ વેચવામાં આવશે.

mercedes-a-class
જર્મન કાર નિર્માતાની યોજના છેકે એડિશન વન દેશભરમાં 24 જૂન 2014ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ લિમિટેડ એડિશન મોડલ માત્ર એ180 સીડીઆઇ અને બી180 સીડીઆઇમાં જ લોન્ચ કરવામાં આવશે. આ બન્ને મોડલ્સમાં ડીઝલ એન્જીન લાગેલા હશે.

મર્સિડીઝ બેન્ઝ પોતાના આ મોડલ્સમાં વિશ્વસ્તરીય સુવિધાઓ આપશે, જે અન્ય દેશોમાં પણ રાખવામાં આવે છે. એ-ક્લાસ અને બી-ક્લાસ એડિશન વન મોડલ્સમાં એ જ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવશે, જે વિશ્વભરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મોડલ્સમાં અનેક એવા ફીચર્સ અને ખુબીઓ હશે, જે આ પહેલા ક્યારેય પણ જોઇ નહીં હોય.

એડિશન કાર્સમાં નવા એલોય વ્હીલ્સ, સ્પોર્ટી ડેકલ્સ, પેનોરેમિક સનરૂફ અને એડિશન વનનો લોગો લાગેલો હશે. આ કારના ઇન્ટીરિયરની વાત કરીએ તો સ્પેશિયલ એડિશન મોડલ્સમાં પ્રીમિયમ અને લક્ઝરી ઉપકરણો હશે. જેમાં આરામ અને મનોરંજનનું પૂરુ ધ્યાન રાખવામાં આવશે. એડિશન એ-ક્લાસ અને બી-ક્લાસના એન્જીનમાં કોઇ બદલાવ કરવામાં નહીં આવે. તેમાં 2.2 લીટરના ડીઝલ એન્જીન હશે, જે 107 હોર્સપાવરની શક્તિ આપશે આ એન્જીનમાં 7-સ્પીડ ડ્યૂએલ ક્લચ ઓટો ગીયર બોક્સ લાગેલા હશે.

મર્સિડીઝ બેન્ઝે હજુ સુધી એડિશન વન એ-ક્લાસ અને બી-ક્લાસની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. કંપની લિમિટેડ એડિશન મોડલની કિંમત અંગે 24 જૂન 2014ના રોજ જાહેરાત કરી શકે છે. જીહાં, સ્પેશિયલ એડિશન હોવાના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે, આ કારની કિંમત કંપનીના સામાન્ય મોડલ્સ કરતા વધારે હશે.

English summary
Mercedes-Benz India will be launching the Edition 1 model in both A-Class & B-Class. The Edition 1 by Mercedes-Benz will be launched on 24th June, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X