For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોઇ લો, અત્યારસુધીની Most Beautiful મિનિ કાર

|
Google Oneindia Gujarati News

આપણે બજારમાં અનેક પ્રકારની કાર્સને વિચરતી જોઇએ છીએ, દરેક કાર પોતાની ડિઝાઇન, લુકથી લઇને વિવિધ ખાસિયતો ધરાવતી હોય છે. જેમાની કેટલીક કાર્સ પોતાના આંખોને ઓઝલ કરી મુકે તેવા લુકથી અનેક કાર રસિયાઓનું દિલ જીતી લે છે. આવી જ એક કાર છે, મિનિ સુપરલેગ્જેરા વિઝન કોન્સેપ્ટ. જીહાં, આ કાર દેખાવે તો મિનિ જેવી જ લાગે છે, પરંતુ આ કારમાં એ બધું જ છે જે એક કાર રસિક પોતાની ડ્રીમ કારમાં ઇચ્છતો હોય છે.

જોકે, આ કાર હજુ ઓટમોબાઇલ બજારમાં આવી નથી. આ કાર માત્ર એક કોન્સેપ્ટ કાર છે. જેની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ તેનું નિર્માણ ક્યારે થશે તે કહી શકાય તેમ નથી છતાં આ કાર મઝદા એમએક્સ 5 મિઆતાને ટક્કર આપી શકે તેવું ઓટો વિશ્વના દિગ્ગજો માની રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મિનિ સુપરલેગ્જેરા વિઝન કોન્સેપ્ટને.

મિનિ સુપરલેગ્જેરા વિઝન કોન્સેપ્ટ

મિનિ સુપરલેગ્જેરા વિઝન કોન્સેપ્ટ

મિનિ સુપરલેગ્જેરા વિઝન કોન્સેપ્ટ અંગે જાણવા તસવીરો પર ક્લિક કરો.

મિનિ અને ઇટાલિયન કંપનીનું સંયુક્ત વર્ઝન

મિનિ અને ઇટાલિયન કંપનીનું સંયુક્ત વર્ઝન

આ કાર મિનિ અને ઇટાઇલન ડિઝાઇન અને કોચ બિલ્ડિંગ કંપની ટુરિંગ સુપરલેગ્જેરા દ્વારા બનાવવામાં આવી છે. આ વિઝન કોન્સેપ્ટ મોર્ડન બ્રિટિશનેસ અને ઇટાલિયન ફ્લેઇરનું મિક્સ વર્ઝન છે.

પહેલીવાર જાહેરમાં જોવા મળી

પહેલીવાર જાહેરમાં જોવા મળી

આ વિઝન કોન્સેપ્ટ પહેલીવાર કોન્સોર્સો ડીએલેગ્નાઝા વિલા ડ એસ્ટ 2014માં જાહેરમાં જોવા મળી.

બીએમડબલ્યુ ગ્રુપ ડિઝાઇનના ચીફનું મંતવ્ય

બીએમડબલ્યુ ગ્રુપ ડિઝાઇનના ચીફનું મંતવ્ય

આ વિઝન કોન્સેપ્ટ અંગે બીએમડબલ્યુ ગ્રુપ ડિઝાઇન ચીફ એડ્રિયાન વાન હૂડ્યોંકે કહ્યું છેકે આ કાર એલિગન્ટ ઓટોમોબાઇલ છેકે જે બ્રિટિશ રોડસ્ટરને ઇટાલિયન સ્ટાઇલ અને હેન્ડક્રાફ્ટમેનશિપ સાથે રજૂ કરે છે.

વેરી સિમ્પલ લુકિંગ રોડસ્ટેર

વેરી સિમ્પલ લુકિંગ રોડસ્ટેર

આ એક વેરી સિમ્પલ લુકિંગ રોડસ્ટેર છે, જેમાં મિનિમાલિસ્ટિક, ક્લાસિક ડિઝાઇન આપવામાં આવી છે, તમે આ કારને ઇટાલિયન કન્ટ્રીસાઇડમાં ચલાવતા હોય તેવું સ્વપ્ન પણ જોઇ શકો છો.

સંપૂર્ણપણે હેન્ડ બિલ્ટ

સંપૂર્ણપણે હેન્ડ બિલ્ટ

આ કાર સંપૂર્ણપણે હેન્ડ બિલ્ટ છે, તેનું બોડીવર્ક ક્લાકિસ ઇટાલિયન સ્ટાઇલમાં કરવાાં આવ્યું છે. જે તમારી આંખોને સ્થિર કરી શકે છે.

ક્લાસિક અને મોર્ડન સ્ટાઇલ

ક્લાસિક અને મોર્ડન સ્ટાઇલ

આ કારને ખાસ કરીને કોમો બ્લુ અને લિક્વિડ ઇફેક્ટ સાથે ડેવલોપ કરવામાં આવી છે, તેમજ તે ક્લાકિસ અને મોર્ડન સ્ટાઇલને એક સાથે રજૂ કરે છે.

કારનો આગળનો ભાગ

કારનો આગળનો ભાગ

કારના આગળના ભાગ અંગે વાત કરવામાં આવે તો બે સર્ક્યુલર હેડલાઇટ્સ અને હેક્સજોનલ ગ્રિલ છે. બે એલિમેન્ટ્સ કે જે તમને આ મિનિ છે તેનો આભાસ કરાવે છે, તેમજ આ કારમાં ક્લાસિક મિનિ બોનટ સ્ટ્રિપ્સ પણ છે.

બ્રિટિશ રૂટને કરે છે રજૂ

બ્રિટિશ રૂટને કરે છે રજૂ

રિયર ટેઇલ લેમ્પ બનાવવા માટે યુનિયન જેક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મિનિ સુપરલેગ્જેરાના બ્રિટિશ રૂટને રજૂ કરે છે.

કારનું ઇન્ટિરિયર

કારનું ઇન્ટિરિયર

કારના ઇન્ટિરયર અંગે વાત કરવામાં આવે તો તેમાં મિનિમાલિઝમ ફિલોસોફી દર્શાવવામાં આવી છે. ટોપ ડેશબોર્ડ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇ ફ્લેસી એક્સન્ટ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેના બદલે લેધર અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇન્ટિરિયરમાં મિનિ ડીએનએ જોવા મળે છે

ઇન્ટિરિયરમાં મિનિ ડીએનએ જોવા મળે છે

જે પ્રકારનું ઇન્ટિરિયર મિનિ કાર્સમાં હોય છે તેવું જ ઇન્ટિરિયર આ કારમાં પણ જોવા મળી રહ્યું છે. સ્પોર્ટી બકેટ સીટને જુઓ તો તેમાં તમને મિનિ મોટર રેસિંગની છાપ જોવા મળશે. જેને બ્લેક લેધરથી કવર કરવામાં આવી છે.

English summary
A piece of art. That's exactly what the Mini Superleggera Vision Concept is. This is a Mini that's hardly Mini like, but is exactly what everyone seems to want.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X