For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટ પર ગાડી ચલાવતી વખતે આટલું કરો

|
Google Oneindia Gujarati News

ભારતીય રસ્તાઓને દુનિયાના જાણીતા ડ્રાઇવરો સૌથી ખરાબ રસ્તાઓમાંથી એક ગણે છે. અને તેમની વાત પણ સાચી છે. આપણે પણ તે વાતને સ્વીકારશું જ કે ભારતીય રસ્તાઓમાં ગમે ત્યારે ખાડા આવી શકે છે. ગમે ત્યારે કોઇ પણ સાઇડથી તમને કોઇ પણ ઓળગી શકે છે. અને કદાચ આ જ કારણે ભારતમાં પ્રતિવર્ષ અનેક લોકો રોડ અકસ્માતમાં માર્યા જાય છે.

બીજી તરફ ભારતમાં એવી ધણી જગ્યા છે જ્યાં રસ્તા સીધા વળાંક વાળા કે પછી સીધા ઢાળવાળા છે આવા રસ્તાઓ એક અનુભવી ડ્રાઇવર માટે પણ ગાડી ચલાવવી મુશ્કેલ બની જાય છે ત્યારે બિનઅનુભવી ડ્રાયવરની વાત જ ના પૂછો.

ત્યારે અમે આજે આવા ઘાટ ચઢતી વખતે કાર ચાલકોએ શું શું ધ્યાન રાખવું તેની માહિતી તમને આપવાના છીએ. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર...

ઘાટ પર ગાડી ચલાવી વખતે આટલું કરો

ઘાટ પર ગાડી ચલાવી વખતે આટલું કરો

ઘાટ પર ગાડી ચલાવી વખતે આટલું કરો

હેન્ડ બ્રેકનો વધુ ઉપયોગ

હેન્ડ બ્રેકનો વધુ ઉપયોગ

આ ખૂબ સામાન્ય વાત લાગી શકે છે પણ આવા ઘાટ ચઢતી વખતે હેન્ડબ્રેક સૌથી વધુ ઉપયોગ કરવો સલાહભર્યું છે. જ્યારે પણ તમને કલ્ચ અને સ્પીડ સંભાળવામાં મુશ્કેલી થાય તો આમ કરો.

યોગ્ય ગેરનો ઉપયોગ કરો

યોગ્ય ગેરનો ઉપયોગ કરો

સપાટ રસ્તા પર તમે ટોપ ગેરનો ઉપયોગ તમે કરી શકો છો પણ જો તમે ઘાટ પર ગાડી ચલાવી રહ્યા છો તો પહેલા ગેર પર ચલાવો. મધ્યમ ઘાટ હોય તો ત્રીજા ગેર પર. અને ભૂલથી પણ ન્યૂટ્રલ ગેર પર ગાડી ન ચલાવતા કારણ કે તેનાથી બ્રેક ફેલ થવાની શક્યતા રહેલી છે.

ટર્નિંગ વખતે ધ્યાન રાખો

ટર્નિંગ વખતે ધ્યાન રાખો

તીવ્ર વળાંક પર ગાડી ઓછામાં ઓછા ત્રીજા (નાની પેટ્રોલ કારના બીજા ગેર) ગેર પર ચલાવો

ઓવરટેકિંગ વખતે ધ્યાન રાખો

ઓવરટેકિંગ વખતે ધ્યાન રાખો

ઘાટ પર ચલાવતી વખતે ઓવરટેકિંગ કરવાનું ટાળો તેમ છતાં જો કોઇ કારણ વશ ઓવરટેકિંગ કરવું પડે તો યોગ્ય સિગ્નલો આપો. વારંવાર હોન ના મારો અને ટ્રક જેવા મોટા વાહનોનું ઓવરટેક કરવાનું ખાસ ટાળો.

શાર્પ ટર્ન પર હોર્નનો ઉપયોગ

શાર્પ ટર્ન પર હોર્નનો ઉપયોગ

દિવસના સમયે ટર્નિંગ વખતે હોર્ન જરૂરથી મારો કારણ કે દિવસ દરમિયાન તમે હેડલાઇટનો ઉપયોગ નહીં કરી શકો. વધુમાં હોર્ન મારવાથી બીજી વ્યક્તિ પણ તમારી હાજરી યોગ્ય રીતે જાણી શકશે.

ઉપર જતી ગાડીને જગ્યા આપો

ઉપર જતી ગાડીને જગ્યા આપો

ઉતરવા કરતા ઉપર ચઢવું વધારે કઠિન છે તેમાં વધુ ફોર્સ લાગે છે માટે ઉપર જતી ગાડીઓને યોગ્ય જગ્યા અને સાઇડ આપો

સુરક્ષિત જગ્યાએ રોકો

સુરક્ષિત જગ્યાએ રોકો

ઘાટ પર ગાડી સાઇડમાં પાર્ક કરવાનું ટાળો. પણ મોટાભાગના લોકો આસપાસની પ્રાકૃતિક સૌદર્યને માણવા માટે ઘાટના સાઇડમાં પાર્ક કરતા જ હોય આવા સમયે યોગ્ય જગ્યાએ ગાડીને પાર્ક કરવી જરૂરી છે જેનાથી અન્ય કોઈ વાહનને અગવડ ના થાય. વધુમાં પથ્થરને ઢળાવ વાળી જગ્યાએ પાર્ક કરવાના બદલે પાકા રસ્તા પર ગાડી પાર્ક કરો.

રેસ લાઇન ના બનાવો

રેસ લાઇન ના બનાવો

રેસિંગ લાઇનનો અર્થ થાય છે સૌથી ખૂણાવાળી લાઇન. આ લાઇનનો ઉપયોગ રેસિંગમાં થાય છે પણ ધણીવાર આપણે જલ્દી જલ્દીમાં લાઇન તોડી બીજી લેનમાંથી ટર્ન લેતા હોઇએ છીએ જે ધાતક બની શકે છે.

શાંત રહો

શાંત રહો

બીજા ડ્રાઇવરો દ્વારા વધુ પડતા હોર્ન સાંભળીને કે પછી કોઇના અયોગ્ય રીતે તમને ઓવરટેક કરવાથી ક્રોધિત ના થઇ જાવ. આવા ઘાટ પર બને તેટલું શાંત રહેવાનો પ્રયાસ કરો કારણ કે તમારા જીવનનું મૂલ્ય એ લોકો તો નહીં સમજે પણ તમે તો સમજો છો ને!

વરસાદ અને ધુમ્મસ

વરસાદ અને ધુમ્મસ

ઘણીવાર આવા ઘાટમાં વરસતો વરસાદ અને ગાઢ ધુમ્મસ તમારી મુશ્કેલીઓને વધુ કઠીન બનાવી દે છે ત્યારે હેડલાઇટ અને હોર્નનો યોગ્ય ઉપયોગ કરવાનું ના ભૂલો. શાંત રહો, સ્પીડને સંયમમાં રાખો આ રસ્તો પણ પસાર થઇ જશે.

English summary
Our ghat road driving tips will help your safety during hill driving.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X