For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો જીપીના ઇતિહાસની સૌથી મોટી ઘટના

|
Google Oneindia Gujarati News

જો તમે ઉપર લખેલી હેડલાઇન વાંચીને અહીં સુધી પહોંચ્યા છો તો તમારો આભાર. કારણ કે, ક્યારેક ક્યારેક અજીબો ગરીબ પરંતુ જરૂરી સમાચારો માટે આ પ્રકારની હેડલાઇનની મદદ લેવી પડે છે. પરંતુ સાચુ કહીંએ તો આ સમાચારથી તમે સંપૂર્ણપણે નિરાશ નહીં થાઓ. આ સમાચાર થોડાક કલ્પનાથી પરે હોઇ શકે છે, પરંતુ અંત સુધી પહોંચીએ તો આ હેડલાઇન સંપૂર્ણપણે સત્ય સાબિત થશે.

મોટો જીપી, એટલે કે રેસિંગ વિશ્વની એક જોરદાર પ્રતિયોગિતા. જીહાં, હવા સાથે વાતો કરતા રસ્તા પર કરવટો બદલતા, બાઇકર્સ કોઇના પણ હૃદયની ધડકનોને વધારી દે છે. મોટરસાઇકલ રેસિંગ વિશ્વમાં અવાર નવાર કંઇકને કંઇક અનોખું થતું રહે છે. ઓસ્ટ્રેલિયન ગ્રાંડ પ્રી દરમિયાન પણ કંઇક આવી જ ઘટના ઘટી, જે આજ સુધી મોટો જીપીના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી. તો ચાલો તસવીરો થકી જોઇએ આ અનોખી ઘટનાને.

મોટો જીપીની અનોખી ઘટના

મોટો જીપીની અનોખી ઘટના

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જુઓ આ અનોખી ઘટનાને.

ક્વોલિફાઇંગ રેસ

ક્વોલિફાઇંગ રેસ

ઓસ્ટ્રેલિયન ગ્રાંડ પ્રીની ક્વોલિફાઇંગ રેસ દરમિયાન યામાહા મોટો જીપી 3ની ટીમના ડ્રાઇવર જોર્જ લોરેંજોની સામે ટ્રેક પર અચાનક પક્ષીઓનું એક ટોળું આવી ગયું. તમે તસવીરમાં જોઇ શકો છો કે તેની બાઇકની ઠીક સામે એક પક્ષીને ઉડતું દર્શાવવામાં આવ્યું છે.

કોઇ વ્યવસ્થા કરવામાં નહોતી આવી

કોઇ વ્યવસ્થા કરવામાં નહોતી આવી

જો કે, ટ્રેક પર પક્ષીઓનું ટોળું પહેલાંથી જ હતું, પરંતુ તેના માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. બાઇકની સામે પક્ષીને આવતા જોઇને જોર્જે પોતાની ગરદન નીચે ઝુકાવી લીધી પરંતુ સ્પીડ વધારે હોવાના કારણે પક્ષી તેમની બાઇકના એન્જીન સાથે ચોંટી ગયું.

ટ્રેક પરથી ધ્યાન હટાવ્યું નહીં

ટ્રેક પરથી ધ્યાન હટાવ્યું નહીં

આટલું બધુ થઇ ગયા પછી પણ જોર્જે ટ્રેક પરથી પોતાનું ધ્યાન હટાવ્યું નહીં અને રેસ ચાલું રાખી. લેપ પર પહોંચ્યા બાદ પક્ષીને બાઇક પરથી હટાવવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજી ચૂક્યું હતું.

ઘટના અંગે રેસરનો અભિપ્રાય

ઘટના અંગે રેસરનો અભિપ્રાય

આ અંગે જોર્જે જણાવ્યું કે, રેસ શરૂ થતા પહેલા લેપમાંથી જ મે ટ્રેક પર પક્ષીઓને જોઇ લીધા હતા, તે સમયે વિચારી રહ્યો હતો કે ઝડપ વખતે ક્યાંક હું કોઇ પક્ષીને ટક્કરના મારી દઉ. ત્રીજા લેપમાં મે જોયું કે પક્ષી મારી બાઇકની એકદમ નજીક આવી ગયુ છે અને તેને જોઇને મે મારું માથું નીચું કરી લીધું. ત્યાં સુધીમાં મોડું થઇ ચૂક્યું હતું અને તે મારી બાઇક સાથે અથડાઇ ગયું હતું.

English summary
Sea Gull gets sucked in Jorge Lorenzo's Yamaha MotoGP3 bike during Australian Grand Prix qualifying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X