જાણો, શું છે ખાસ સલમાને લોન્ચ કરેલી આ બાઇકમાં

Posted By: Super
Subscribe to Oneindia News

મુંબઇ, 28 જાન્યુઆરીઃ મુબંઇ ખાતે ગઇકાલે સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા દ્વારા એક બાઇક અને એક સ્કૂટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી પરિણીતિ ચોપરા હાજર રહ્યા હતા. બન્ને કલાકારો સુઝુકીના બ્રાન્ડ એમ્બેસેડર છે. સુઝુકી દ્વારા સલમાન ખાનના હાથે 150 સીસી સેગ્મેન્ટમાં ગિક્સર નામની બાઇક લોન્ચ કરવામાં આવી છે.

સુઝુકી દ્વારા થોડાક સમય પહેલા Suzuki GS150R લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ તેની સ્ટાઇલ એગ્રેસિવ નહીં હોવાના કારણે તે ભારતીય બજારમાં ધૂમ મચાવી રહેલી યામહા એફઝેડ અને બજાજ પલ્સરને પડકાર ફેંકી શકી નહોતી. જ્યારે આ વખતે લોન્ચ કરવામાં આવેલી સુઝુકી ગિક્સર તેના કરતા એકદમ અલગ છે, ગિક્સર બાઇક એગ્રેસિવ અને દેખાવે આકર્ષક મોડર્ન બાઇક લાગી રહી છે.

આ બાઇક અંગે જોઇએ તેટલી ટેક્નિકલ અને ફીચર સંબંધિત માહિતી મળી નથી, તેમ છતાં આ બાઇક બજારમાં જુલાઇ મહિનાથી આવશે. તેમ છતાં અહીં બાઇકની કેટલીક તસવીરો અને બાઇકના ફીચર્સ અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.

યામહા એફઝેડ સાથે સીધી ટક્કર

યામહા એફઝેડ સાથે સીધી ટક્કર

સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ગિક્સર 150 સીસી સેગ્મેન્ટમાં સીધી યામહાની એફઝેડ સાથે ટક્કર લેશે. સુઝુકીએ ગિક્સરને ભારતીય બજારમાં લોકપ્રીય બનાવી હશે તો બે બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે, એક તો તેની આકર્ષક સ્ટાઇલ અને બીજું પ્રતિસ્પર્ધી બાઇક્સ કરતા ઓછી કિંમત.

યામહા એફઝેડ જેવા રિયર ટાયર

યામહા એફઝેડ જેવા રિયર ટાયર

ગિક્સરમાં રિયર મોનો શોક અને પાતળા ટ્યૂબલેસ રિયર ટાયરમાં વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, જે યામહા એફઝેડને મળતા આવે છે.

ગિક્સરનો પાછળનો લૂક સ્ટાઇલિશ

ગિક્સરનો પાછળનો લૂક સ્ટાઇલિશ

ગિક્સરમાં સીટિંગ વ્યવસ્થા સીધી છે, પરંતુ પાછળના ભાગને સ્લીક અને સ્ટાઇલિશ બનાવવામાં આવ્યો છે, અન્ય મહત્વની વાત કરીએ તો બાઇકનો આગળનો ભાગ તમને પલ્સર 200એનએસની યાદ અપાવી દે છે.

ગિક્સરનું એન્જીન

ગિક્સરનું એન્જીન

આપણે બધા જાણીએ છીએ કે એન્જીન સૌથી વધુ મહત્વ ધરાવે છે. ગિક્સરમાં 150 સીસી યુનિટ અને ન્યુ સુઝુકી ઇકો પરફોર્મન્સ(એસઇપી) ટેકનો ઉપયોગ કર્યો છે, જે એન્જીનમાં મેકેનિકલ ખર્ચ ઓછો કરાવે છે અને માઇલેજ વધારે છે.

બાઇકની કિંમત

બાઇકની કિંમત

કંપની દ્વારા હજુ બાઇકની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી, પરંતુ એવી આશા રાખવામાં આવી રહી છે કે, સુઝુકી તેની આ બાઇકની કિંમત બજારમાં અન્ય આ જ સેગ્મેન્ટની બાઇક કરતા ઓછી રાખશે, જેથી તેની આ બાઇક સ્પર્ધામાં રહી શકે.

સુઝુકી ગિક્સરની ચેસિસ

સુઝુકી ગિક્સરની ચેસિસ

સુઝુકી ગિક્સરની ચેસિસ અંગે વાત કરીએ તો કંપનીએ દાવો કર્યો છે કે ગિક્સરની ચેસિસ એ જ એન્જીનિયર્સે બનાવી છે જેમણે જીએસએક્સ આર લિટર ક્લાસ સ્પોર્ટ બાઇકની ચેસિસ બનાવી હતી.

સેફ્ટી ફીચર

સેફ્ટી ફીચર

ગિક્સરના સેફ્ટી ફીચર અંગે વાત કરવામાં આવે તો જ્યારે બાઇક ન્યુટ્રલ ગિયરમાં હોય ત્યારે એન્જીન ત્યાં સુધી ચાલું રહેતું નથી, જ્યાં સુધી ક્લચ અને લીવર એપ્લાય કરવામાં ના આવે.

English summary
Unveiled today at an event held in Mumbai, Suzuki Motorcycles India revealed its new 150cc segment motorcycle in India. Named Gixxer, the cover was pulled off the new motorcycle by brand ambassador Salman Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.