• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વના સૌથી 10 સૌથી ફાસ્ટ બાઇક રેસર

|

સ્પીડ, ખતરાઓ સાથે રમવુ, બુલેટની રફતારથી ટ્રેક પર હવા સાથે વાતો કરવી. હંમેશા જીતવાનું જૂનૂન મનમાં જીવીત રાખવા અને ક્યારેક-ક્યારેક મોતને ચમકો આપીને પોડિયમ ફીનિશને અડવું. આ એક જુસ્સો હોય છે, જે વિશ્વના દરેક રેસરના દીલમાં ધડકની જેમ વસી જાય છે. જ્યારે તે રેસ ટ્રેક પર હોય છે, તો તેમના હાવ-ભાવ ભલે એક સામાન્ય વ્યક્તિની જેમ હોય પરંતુ તેનો વિચાર તેનાથી અનેકગણો વધારે છે.

જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ, મોટો જીપી રેસર્સની. મોટો જીપી, બાઇક રેસિંગના વિશ્વનું એ ટોપનું નામ છે, જેમાં સ્થાન મેળવવાની અને ટાઇટલ જીતવાની તમન્ના દરેક બાઇક રેસરની હોય છે, પરંતુ હજારોની માત્રામાં કોઇ એક જ હોય છે જે પોતાને ક્યારેય પસ્ત ના કરી શકે તેવા જુસ્સા અને જીતની ભુખ સાથે આ ટાઇટલને હાસલ કરી શકે છે. રેસિંગ અને રોમાંચ શરૂઆતથી જ માનવી જીવનશૈલીનો ભાગ રહ્યો છે.

વ્યક્તિઓએ પોતાના આ સંઘર્ષ અને મનોરંજનના રૂપને જોઇને એક વ્યવસાય બની ગયો છે, પરંતુ જોખમ ક્યારેય ઓછું થયું નથી. ભલે હજારો-લાખો તાલીઓની વચ્ચે એક રેસર ગૌરવ અનુભવે છે પરંતુ તેમના મગજના ખુણામાં ક્યાંક મોતનો ભય હોય છે. રેસિંગના આ ખેલમાં અનેકે પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ આજે પણ આ ખેલ યથાવત છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આ લેખમાં વિશ્વના 10 સૌથી શાનદાર જીપી રેસર્સ અંગે જણાવી રહ્યાં છીએ.

વિશ્વના સૌથી ફાસ્ટ મોટો જીપી રેસર્સ

વિશ્વના સૌથી ફાસ્ટ મોટો જીપી રેસર્સ

આગળ નેસ્કસ્ટ બટન પર ક્લિક કરો અને તસ્વીરોથી જૂઓ વિશ્વના સૌથી ફાસ્ટ મોટો જીપી રેસર્સ.

રેન્ડી ડે પુનિટ

રેન્ડી ડે પુનિટ

રેન્ડીએ પોતાની કારકિર્દીની શુઆરત હોન્ડા આએસ125 આરસેની હતી. વર્ષ 1998માં તે પહેલીવાર ફ્રેન્ચ ચેમ્પિયન બન્યા. ત્યારબાદ વર્ષ 2006માં રેન્ડીએ મોટો જીપીના રેસ ટ્રેક પર પોતાનો પહેલો પગ રાખ્યો અને એપ્રિલા આરએસવી 250 સાથે શરૂઆત કરી, ત્યારબાદ કાવાસાકી અને હાલ તે ડુકાટીના રેસર છે. આ અમારી યાદીમાં 10માં ક્રમાંક પર છે.

મોર્કો સિમોનસિલી

મોર્કો સિમોનસિલી

આ દુઃખદ વાત છે કે આ મહાન રેસર આજે આપણી વચ્ચે નથી. ગત વર્ષે 2011માં માર્કો સિમોનસિલી મલેશિયન ગ્રાન્ડ પ્રી દરમિયાન એક દુર્ઘટનાનો શિકાર બની ગયા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું, મોર્કોએ 10 વર્ષોથી લાંબા સમય સુધી રેસિંગ વર્લ્ડમાં પોતાનો સિક્કો જમાવી રાખ્યો. આ અમારી યાદીમાં 9માં ક્રમાંક પર છે.

નિકી હૈડન

નિકી હૈડન

નિકી હૈડને વર્ષ 2003માં પોતાના મોટો જીપી કેરિયરની શરૂઆત કરી હતી. એ સમયે તે હોન્ડા એચઆરએસ અને હોન્ડા આરસી 211 વી બાઇક ચલાવતા હતા. વર્ષ 2006માં નિકી પહેલીવાર ચેમ્પિયન બન્યા, એટલું જ નહીં, નિકીના પિતા પણ મોટર સાઇકલ રેસર હતા અને નિકી પણ 69 નંબરની બાઇક ચલાવે છે. આ નંબરની બાઇક તેના પિતા પણ ચલાવતા હતા.

બેન સ્પીજ

બેન સ્પીજ

બેન સ્પીજ, રેસિંગ વિશ્વમાં પોતાની ખાસ રેસિંગ સ્ટાઇલ માટે જાણીતા છે. ખાસ કરીને પોતાના હાથોને બહાર કાઢીને બાઇક ચલાવવાનો તેમનો અંદાજ. એના કારણે જ તેને "Elbowz"ના નામથી પણ ઓળખવામાં આવે છે. બેને વર્ષ 2006માં સુઝૂકી જીએક્સઆ 1000થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને વર્ષ 2006, 2007 અને 2008માં એએમએ વિશ્વ શ્રેણીમાં સતત ત્રણ વાર જીત હાંસલ કરી. આ ઉપરાંત 2009માં પહેલીવાર વિશ્વ વિજેતા બન્યા. આ યાદીમાં બેન પાંચમાં ક્રમાંકે છે.

એન્ડ્રિયા જોવિઓસો

એન્ડ્રિયા જોવિઓસો

ઇટેલિયન શરૂઆતથી જ પોતાની સ્પીડ પ્રત્યેના પ્રેમને લઇને જાણીતો છે. આ જ જુસ્સો એન્ડ્રિયાની અંદર પણ જોવા મળશે. એન્ડ્રિયા એક યુવા રેસર છે અને તેમનું ભવિષ્ય ઘણુ શાનદાર છે. તેમણે 15 સપ્ટેમ્બર વર્ષ 2007એ મોટો જીપી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે લગભગ દરેક રેસમાં તે ચોથા અને પાંચમા ક્રમાંકે રહે છે.

માઇકલ ડોહન

માઇકલ ડોહન

માઇકલ રેસિંગના વિશ્વમાં મિકનું નામ જાણીતું છે. માઇકલે એક પ્રોફેશનલ ઓસ્ટ્રેલિયન રેસર તરીકે મોટો જીપીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 500 સીસીના એનએસઆર ચલાવીને વર્ષ 2004થી લઇને 2008 સુધી સતત પાંચમીવાર વિશ્વચેમ્પિયન જીતી હતી.

કેસે સ્ટોનર

કેસે સ્ટોનર

ઘણી નાની ઉમરમાં આટલી મોટી સિદ્ધિ કદાચ જ મળે. જી હાં, કેસે સ્ટોનરે ઓસ્ટ્રેલિયન ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યા. વર્, 1985માં જન્મેલા નવજુવાને પોતાની કારકિર્દીના બે વિશ્વ ચેમ્પિયનશિપ પર કબ્જો જમાવ્યો. સ્ટોનર વર્ષ 2007 અને 2011માં વિશ્વ વિજેતા રહ્યાં છે. આ યાદીમાં તે ચોથા ક્રમાંકે છે.

ડેનિયલ પડરોસા

ડેનિયલ પડરોસા

અહીંથી શરૂ થાય છે ટોપ 3ની શરૂઆત. ઘણું જ નાનું કર પરંતુ હોંસલા વિશાળ પર્વતથી પણ મોટા. જી હાં, ડેનિયલ પડરોસાની લંબાઇ માત્ર 5 ફૂટ 2 ઇંચ છે, પરંતુ વર્ષ 1985માં જન્મેલા આ યુવા રેસરે અત્યારસુધી 250 સીસી વર્ગમાં વર્ષ 2004 અને 2005ની ચેમ્પિયનશિપ જીતી છે. આ અમારી યાદીમાં ત્રીજા ક્રમાંકે છે.

જોર્જ લોરેન્જો

જોર્જ લોરેન્જો

જોર્જ લોરેન્જો હાલના સમયે વિશ્વના સૌથી શાનદાર રેસર છે. હાલ જોર્જ યામાહા ફેક્ટ્રીની ટીમ તરફથી રેસ કરે છે. વર્ષ 2006માં તેમણે 250 સીસી વિશ્વ ચેમ્પિયનશિપ જીતી. ત્યારબાદ વર્ષ 2010માં તે મોટો જીપી ચેમ્પિયન બન્યા.

વેલેન્ટિનો રોસી

વેલેન્ટિનો રોસી

બાઇક રેસિંગના વિશ્વના એ ચમકતા સિતારા કે જેની ચમકે વિશ્વના દરેક ટ્રેકને રોશન કર્યા છે. એ છે વેલેન્ટિનો રોસી. આ રેસરની ચમકનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, તે 9 વાર વિશ્વ વિજેતા ચેમ્પિયન રહ્યા છે. જેમાં તમામ વર્ગની રેસ સામેલ છે. આ વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ અને સૌથી શાનદાર બાઇક રેસર છે. તે રેસિંગ વર્લ્ડની યાદીમાં પણ પહેલા ક્રમાંકે છે.

English summary
Ever wondered about best riders from Moto GP (Motorcycle Race). Here we are going to give a list of world's top 10 best and fastest Moto GP riders, check out in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more