For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએમડબલ્યુની ભારતમાં ટોપ 11 કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વૈભવી કાર અંગે ઉલ્લેખ કરવામાં આવે તો સૌથી પહેલા મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઑડી કાર નિર્માતા કંપનીનું નામ હોઠે ચઢી આવે છે. ઉક્ત કાર નિર્માતાઓ દ્વારા પોતાના કાર ધારકોની સવગડ અને વૈભવતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. મર્સીડિઝ બેન્ઝની જેમ બીએમડબલ્યુ દ્વારા પણ ભારતમાં પોતાની અનેક લોકપ્રિય કાર લોન્ચ કરવામાં આવી છે અને સમયાંતરે પોતાની કાર્સ લોન્ચ કરીને વૈભવી કાર સેગ્મેન્ટમાં વિરોધી કંપનીઓને આકરી સ્પર્ધા આપી રહી છે.

વૈભવી કાર સેગ્મેન્ટમાં લોન્ચ કરવામાં આવતી કાર્સમાંથી પોતાની પસંદગી કઇ કાર પર ઉતરાવી તે એક પ્રશ્ન બની જાય છે, જો તમે પણ બીએમડબલ્યુની કારના દિવાના છો અને આ બ્રાન્ડની કાર લેવામાં માગો છો, તો અમે અહીં બીએમડબલ્યુ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલી ટોપ 11 કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તેનું એન્જીન અને તેની કિંમત અંગે માહિતી આપવામાં આવી છે, જે તમને કાર ખરીદવામાં મદદરૂપ થશે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- જીવનમાં એકવાર યાત્રા કરવા જેવા ભારતના 11 રસ્તાઓ
આ પણ વાંચોઃ- કોના પણ ઉતારશો પસંદગી મોબિલિયો આરએસ કે ઇનોવા ઝેડએક્સ
આ પણ વાંચોઃ- ભારતમાં 2014માં ધૂમ મચાવતી ટોપ 10 બાઇક્સ

બીએમડબલ્યુ એમ6

બીએમડબલ્યુ એમ6

કિંમતઃ- 1.75 કરોડ રૂપિયા
એન્જીનઃ- 4395 સીસી, ટર્બો વી8 પેટ્રોલ એન્જીન, 7000 આરપીએમ પર 560 બીએચપી અને 5750 આરપીએમ પર 680 એનએ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 6 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 8 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ એમ5

બીએમડબલ્યુ એમ5

કિંમતઃ- 1.29 કરોડ રૂપિયા
એન્જીનઃ 4395 સીસી, 5.0 લિટર ડીઝલ એન્જીન, 7000 આરપીએમ પર 560 બીએચપી અને 5750 આરપીએમ પર 680 એનએ ટાર્ક
ટ્રાન્સમિશનઃ ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 8 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 10 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ 6 સીરિઝ

બીએમડબલ્યુ 6 સીરિઝ

કિંમતઃ- 1.11 કરોડ રૂપિયા
એન્જીનઃ- 2993 સીસી, 3.0 લિટર ડીઝલ એન્જીન, 4400 આરપીએમ પર 313 બીએચપી અને 2500 આરપીએમ પર 630 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 12 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 14 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ 7 સીરિઝ

બીએમડબલ્યુ 7 સીરિઝ

કિંમતઃ- 1.2 કરોડથી 1.86 કરોડ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 2993 સીસી, 730 એલડી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 258 બીએચપી અને 1500 આરપીએમ પર 560 એનએમ ટાર્ક
પેટ્રોલ એન્જીનઃ- 4395 સીસી, 750 એલઆઇ પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 450 બીએચપી અને 4500 આરપીએમ પર 600 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ), શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ)

બીએમડબલ્યુ ઝેડ4

બીએમડબલ્યુ ઝેડ4

કિંમતઃ- 70 લાખ રૂપિયા
એન્જીનઃ- 2979 સીસી, 3.0 લિટર પેટ્રોલ એન્જીન, 5800 આરપીએમ પર 306 બીએચપી અને 5000 આરપીએમ પર 400 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ એક્સ5

બીએમડબલ્યુ એક્સ5

કિંમતઃ- 70 લાખ રૂપિયા
એન્જીનઃ 2993 સીસી, 30ડી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 258 બીએચપી અને 3000 આરપીએમ પર 560 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ 5 સીરિઝ

બીએમડબલ્યુ 5 સીરિઝ

કિંમતઃ- 46થી 58 લાખ રૂપિયા
એન્જીનઃ- 1995 સીસી, 520 ડી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 184 બીએચપી અને 2750 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ એક્સ3

બીએમડબલ્યુ એક્સ3

કિંમતઃ- 42થી 54 લાખ રૂપિયા
એન્જીનઃ- 1995 સીસી, 2.0 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 184 બીએચપી અને 2750 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ 3 સીરિઝ

બીએમડબલ્યુ 3 સીરિઝ

કિંમતઃ- 33થી 42 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 320 ડી ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 184 બીએચપી અને 1750 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, 2.0 લિટર પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 248 બીએચપી અને 1250 આરપીએમ પર 350 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ), શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 16 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ)

બીએમડબલ્યુ એક્સ 1

બીએમડબલ્યુ એક્સ 1

કિંમતઃ- 30થી 36 લાખ રૂપિયા
એન્જીનઃ-1995 સીસી, 2.0 લિટર ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 184 બીએચપી અને 2750 આરપીએમ પર 380 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 10 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર

બીએમડબલ્યુ 1 સીરિઝ

બીએમડબલ્યુ 1 સીરિઝ

કિંમતઃ- 22થી 32 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 1.6 લિટર ટ્વિન ટર્બો ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 143 બીએચપી અને 2500 આરપીએમ પર 320 એનએમ ટાર્ક
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6 લિટર ટ્વિન ટર્બો પેટ્રોલ એન્જીન, 6450 આરપીએમ પર 136 બીએચપી અને 4300 આરપીએમ પર 220 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 14 કિ.મી પ્રતિ લિટર અને હાઇવે પર 12 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ અને ડીઝલ)

English summary
top 11 cars of bmw price between 20 Lakh to Rs. 5 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X