આ છે દેશની સૌથી શ્રેષ્ઠ એવરેજ આપતી બાઇક
ઓઇલની વધતી કિંમત અને મોંઘવારીના કારણે સામાન્ય માનવીને મુશ્કેલીઓ વધી છે. હવે હવા સાથે વાતો કરતી બાઇકને રસ્તા પર દોડાવવી સહેલી નથી, જેટલી પહેલાં હતી. મુશ્કેલી ગમે તે હોય, પરંતુ વ્યક્તિની જરૂરિયાત ક્યારેય ઓછી નથી થતી અને વ્યક્તિ ક્યારેય તેનાથી મો ફેરવી શકતો નહોતો.
હાલના સમયે દરેક વ્યક્તિ દેશમાં હાલ શાનદાર એવરેજવાળી બાઇકની શોધમાં લાગેલી છે. પેટ્રોલની કિંમત ભલે ઓછી ના થાય, પરંતુ બાઇકની એવરેજ સારી કરીને ખીસ્સા પર પડી રહેલા ભારણને ઓછું કરી શકાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ દેશની પાંચ શાનદાર એવરેજ આપતી બાઇક અંગે.

શાનદાર એવરેજ આપતી બાઇક
આગળના નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ દેશની પાંચ શાનદાર એવરેજ આપતી બાઇક્સ. અમે અમારી યાદીમાં કંપની દ્વારા દાવો કરવામાં આવતા એવરેજ અને ઓનરોડ એવરેજ બન્નેને સામેલ કરી છે.

ટીવીએસ સ્પોર્ટ
દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટીવીએસની શાનદાર બાઇક સ્પોર્ટ ઘણી જ શાનદાર બાઇક છે. કંપનીએ આ બાઇકમાં 99.7 સીસીની ક્ષમતાના શાનદાર એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્યુએલ ટોન કલર આ બાઇકને વધુ સ્પોર્ટી લૂક આપે છે, કંપનીએ આ બાઇકમાં 4-સ્પીડ ગિયર બોક્સને સામેલ કરી છે. આગળ સ્લાઇડમાં જૂઓ બાઇકની એવરેજ.

ટીવીએસ સ્ટાર સ્પોર્ટ
ઇંધણ ક્ષમતાઃ 16 લીટર(રિઝર્વઃ 2.5 લીટર)
ઓન રોડ એવરેજઃ 65 કિમી પ્રતિ લીટર
કિંમતઃ 40 હજાર
ટેગલાઇનઃ ઇમ્પ્રેશન જમાઓ

સ્પેલન્ડર એનએક્સજી
હીરો મોટો કોર્પની આ બાઇક, કંપનીની લોકપ્રિય બાઇક સ્પેલન્ડર સીરીઝની શાનદાર બાઇકમાની એક છે. કંપનીએ આ બાઇકને શાનદાર લુક સાથે જ આધુનિક ટેક્નોલોજીથી તૈયાર કરી છે. કંપનીએ આ બાઇકમાં 97.2 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે બાઇકને 8 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત બાઇકમાં 4 સ્પીડ ગિયર બોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

હીરો સ્પેલન્ડર એનએક્સજી
ઇંધણ ક્ષમતાઃ 9.51 લીટર(રિઝર્વઃ1.8 લીટર)
ઓન રોડ એવરેજઃ 65 કિમી પ્રતિ લીટર
કિંમતઃ 42, 750 લીટર
ટેગલાઇનઃ યારી કી ગાડી

મહિન્દ્રા સેન્ચૂરો
દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર બાઇક સેન્ચૂરોને રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને રિમોટ કન્ટ્રોલ જેવી આધુનિક ફીચર્સથી સજેલી આ બાઇકની કંપનીને લોન્ચ થયે માત્ર 18 દિવસની અંદર 10 હજાર યુનિટની બુકિંગ નોંધાવી હતી. કંપનીએ આ બાઇકમાં 106.7 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

મહિન્દ્રા સેન્ચૂરો
ઇંઘણ ક્ષમતાઃ 13.7 લીટર(રિઝર્વઃ 1.6 લીટર)
ઓન રોડ એવરેજઃ 70 કિમી પ્રતિ લીટર
કિંમતઃ 46,000
ટેગલાઇનઃ ઇટ્સ ગ્રેટ ટૂ બી મી

હોન્ડા ટ્વીસ્ટર
એક લાંબા સમયથી ભારતીય દળમાં ખાસ સ્થાન બનાવનારી જાપાની વાહન નિર્માતા કંપની હોન્ડાએ તાજેતરમાં જ બજારમાં પોતાની આ શાનદાર બાઇક ટ્વીસ્ટરને રજૂ કરી હતી. કંપનીએ દેશની બીજી સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટોને પાછળ છોડી દીધી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ બાઇકમાં કંપનીએ 110 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. તેની સૌથી ખાસ વાત તેની સ્પોર્ટી લુક છે.

હોન્ડા ટ્વીસ્ટર
ઇંઘણ ક્ષમતાઃ 8 લીટર
ઓન રોડ એવરેજઃ 70 કિમી પ્રતિ લીટર
કિંમતઃ 45,159
ટેગલાઇનઃ વેક અપ ટૂ એ ડ્રીમ

બજાજ ડિસ્કવર 100 ટી
દેશની બીજી સૌથી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટો શાનદાર બાઇક ડિસ્કવર જેવી કોઇ બાઇક નથી. કંપનીએ તાજેતરમાં જ પોતાની બાઇક ડિસ્કવરને નવી 100 ટી વેરિએન્ટને રજૂ કરી છે. કંપનીએ આ બાઇકમાં 102 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, સાથે જ તેને ખાસ સ્પોર્ટી લુક પણ પ્રદાન કર્યો છે.

બજાજ ડિસ્કવર 100 ટી
ઇંધણ ક્ષમતાઃ 10.0 લીટર(રિઝર્વઃ 3.5 લીટર)
ઓન રોડ એવરેજઃ 76 કિમી પ્રતિ લીટર
કિંમતઃ 49,000
ટેગલાઇનઃ દમદામ સવારી

નિષ્કર્ષ
અમે અમારી યાદીમાં જે બાઇક્સને સામેલ કરી છે, એ તેમની શાનદાર એવરેજ માટે જાણીતી છે, પરંતુ આતમામ બાઇકમાં હોન્ડા સીબી ટ્વીસ્ટરને અમે ઘણી સારી માનીએ છીએ, કારણ કે, એવરેજ, સ્પોર્ટી હંકી લુક અને વધારે એન્જીન ક્ષમતાના કારણે આ બાઇખ લોંગ ડ્રાઇવ માટે સૌથી ઉપયુક્ત છે.