For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુગાટી લાવી રહી છે એક એવી કાર, જેમાં હશે 1500 હોર્સપાવર

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ માર્કેટમાં એનક સુપરકાર અથવા તો સુપરસ્પોર્ટ કાર લોન્ચ કરવામાં આવે છે, ફેરારી હોય કે પછી પોર્શે દ્વારા પોતાની બેસ્ટ સ્પીડ અને પરફોર્મન્સ આપતી કારને માર્કેટમાં મુકીને એક ખાસ વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવામાં આવે છે, બુગાટી પણ આવી જ એક બ્રાન્ડ છે, જે પોતાની વધુ ક્ષમતા અને પાવર વાળી કાર્સ થકી સ્પીડ રસિયાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે, હવે બુગાટી દ્વારા એક નવી કાર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવનારી છે, વેયરોન નામની આ કારની ખાસિયત એ છેકે કાર પહેલા કરતા વધારે પાવર ધરાવતી હશે, તેના હોર્સપાવરને 1200થી વધારીને 1500 કરવામાં આવી રહ્યાં છે.

દરેક સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની પોતાની કાર્સમાં સૌથી વધુ પાવર આપે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમજ એકબીજાના સ્પોર્ટ મોડલ સાથે સરખામણી પણ કરતા રહે છે. જેમાં પાવર, ટોપ સ્પીડ અને તેનો લૂક મહત્વના હોય છે, ત્યારે ચોક્કસપણે બુગાટીની આ કાર અનેક કંપનીઓની સ્પોર્ટ કારને ટક્કર આપવાનો દમ રાખશે. તો ચાલો તસવીરો થકી બુગાટીની વેયરોન અંગે વધુ માહિતી મેળવીએ.

બુગાટીની વેયોરન સુપરસ્પોર્ટ કાર

બુગાટીની વેયોરન સુપરસ્પોર્ટ કાર

બુગાટીની વેયરોન કે જે 1500 હોર્સપાવર આપશે તે અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

1500 હોર્સપાવર

1500 હોર્સપાવર

નવી વેયરોનમાં નવી હાઇબ્રિડ સિસ્ટમ હશે જે કારને વધુ પાવર આપશે અને તે અંદાજે 1500 હોર્સપાવરનો હશે.

વેયરોન જઇ રહી છે હાઇબ્રિડ રૂટ પર

વેયરોન જઇ રહી છે હાઇબ્રિડ રૂટ પર

વેયરોન વધુ પાવર માટે હાઇબ્રિડ રૂટ પર જઇ રહી છે, જોકે તે વધુ આશ્ચર્ય પમાડે તેવું નથી કારણ કે પોર્શે, ફેરારી અને મેક્લેરન જેવી સુપરકાર્સ દ્વારા હાલ એ અપાઇ જ રહ્યું છે.

268 mph સ્પીડને બીટ કરશે

268 mph સ્પીડને બીટ કરશે

આ સુપરકાર 268 mph(431 કિ.મી પ્રતિ કલાક)ની ટોપ સ્પીડને બીટ કરશે, જે હાલની સુપરસ્પોર્ટ કારમાં આવે છે, પરંતુ જોકે આ માઇલસ્ટોનને હાંસલ કરવા માટે ખર્ચાળ ડેવલોપમેન્ટની જરૂર છે, ખાસ કરીને કારના એરોડાયનેમિક્સમાં.

તો છીનવી શકે છે ટાઇટલ

તો છીનવી શકે છે ટાઇટલ

જો ફોક્સવેગન(બુગાટીના ઓનર) વેયરોનને ટોપ સ્પીડ આપવામાં સફળ થશે તો તે હેન્નેસ્સે વેનોમ જીટી પાસેથી વિશ્વની ફાસ્ટેસ્ટ પ્રોડક્શન કારનું ટાઇટલ છીનવી લેશે. હેન્નેસ્સેએ દાવો કર્યો હતો કે તેમની ટોપ સ્પીડ 270 એમપીએચ છે.

બુગાટી વેયરોન સુપરસ્પોર્ટની ખાસિયત

બુગાટી વેયરોન સુપરસ્પોર્ટની ખાસિયત

એન્જીન: 8.0-લિટર, W16-સિલિન્ડર, 64 વાલ્વ્સ
પાવર: 1,200 પીએસ @ 6500 આરપીએમ
ટાર્ક: 1,500 એનએમ @ 3000-5000 આરપીએમ
ડ્રાઇવ: ફોર વ્હીલ ડ્રાઇવ
ગીયરબોક્સ: સેવન સ્પીડ ઓટોમેટિક w/ સિક્વન્ટિઅલ મોડ
ફ્યુલ ઇકોનોમી: 4.33 કિ.મી પ્રતિ લિટર

English summary
The Bugatti Veyron has been the one car whose wow factor hasn't diminished over the almost 10 years of its existence. However, industry sources now say the Veyron is to get even more power, from the current 1,200 horsepower up to around 1,500!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X