For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે કાર થાય છે વાઇબ્રેટ? જાણો આ પાંચ કારણ

|
Google Oneindia Gujarati News

અમુક વર્ષો થઇ ગયા બાદ કારમાં કેટલીક પ્રકારની સમસ્યાઓ આવે તે સ્વાભાવિક છે, તમે કારની રેગ્યુલર સર્વિસ કરાવતા હોવ તેમ છતાં કેટલીક પ્રોબ્લેમ્સ એવી હોય છેકે જે કાર જૂની થતા આવતી રહેતી હોય છે, જે સામાન્ય નજરે ઝડપથી ધ્યાનમાં આવતી નથી. આવી જ એક સમસ્યા કારનું વાઇબ્રેટિંગ થવું છે. આ એક કોમન પ્રોબ્લેમ છે, જે તમે એક મુસાફર તરીકે કારમાં પ્રવાસ કરી રહ્યાં હોવ ત્યારે પણ કેટલીક કાર્સમાં જોવા મળતો હોય છે.

જોકે કેટલીક વાર એ કંપની એટલે કે વાઇબ્રેટિંગ થવા પાછળના કારણ આપણને ખબર ના હોય તો કાર સર્વિસ સ્ટેશનમાં આપણે છેતરાઇ પણ શકીએ છીએ. આજે અમે અહીં કાર વાઇબ્રેટિંગ થવા પાછળના ચાર કારણો અંગે જણાવી રહ્યાં છીએ. જો તમે એ બાબતનું ધ્યાન રાખો તમને માલુમ પડી જશે કે તમારી કાર વાઇબ્રેટ થવા પાછળનું મુખ્ય કારણ શું છે અને તેના કારણે તમારે વાંરવાર તમારી કારને સર્વિસ સ્ટેશને મોકલાવીને તેની પાછળ વધારે ખર્ચ કરવાની જરૂર નહીં રહે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝન: વોલ્વો વી40, ઑડી ક્યૂ3 કે BMW એક્સ 1
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી બીએમડબલ્યુની 10 કાર
આ પણ વાંચોઃ- બેસ્ટ એવરેજ આપતી ટોપ 10 ડીઝલ કાર, કિંમત 10 લાખ સુધી

એન્જીન પ્રોબ્લેમ

એન્જીન પ્રોબ્લેમ

કારના એન્જીનમાં એર, ફ્યુઅલ અથવા તો સ્પાર્કમાં કોઇ સમસ્યા હોય તો તેના કારણે કાર સ્મૂથ ચાલી શકતી નથી અને તેમાં વાઇબ્રેશનની અનુભૂતિ થાય છે. એક્સેલરેશન દરમિયાન ઓક્કર્સ જર્કિંગ થાય, અમુક નિર્ધારિત સ્પીડ પર ચલાવવામાં આવે ત્યારે કાર વાઇબ્રેટ થાય ત્યારે સમજવું કે સ્પાર્ક પ્લગમાં સમસ્યા હોઇ શકે છે. તેમજ ડર્ટી એર ફિલ્ટર અથવા ફ્યુઅલ ફિલ્ટરમાં જો કઇ સમસ્યા હોય તો પણ તમારી કાર વાઇબ્રેટ થઇ શકે છે.

એક્સલ પ્રોબ્લેમ

એક્સલ પ્રોબ્લેમ

જો તમારી કાર વાઇબ્રેટ થઇ રહી હોય તો તેની પાછળનું કારણ એક્સલમાં કોઇ સમસ્યા હોઇ શકે છે. જોકે એ વાતની જાણ મોટા ભાગે આપણે કારને વધુ ઝડપે ચલાવી રહ્યાં હોય ત્યારે થાય છે. જો બૂટ્સ ટોર્ન હોય તો તેના કારણે જોઇન્ટ્સને નુક્સાન થઇ શકે છે અને તેની અસરના ભાગરૂપે કાર વાઇબ્રેટ થઇ શકે છે. જો તમને એક્સલમાં કોઇ સમસ્યા ન દેખાય તો કારની બ્રેક પર ધ્યાન આપવું જોઇએ.

બ્રેક ટ્રબલ

બ્રેક ટ્રબલ

જો તમારી બ્રેકમાં પણ કોઇ સમસ્યા હોય તો તેના કારણે પણ તમારી કાર વાઇબ્રેટ થઇ શકે છે. બ્રેક રોટર્સ અથવા રોટર્સમાં પ્રોબ્લેમ હોવાથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. બ્રેકમાં સમસ્યા ન હોય તો વ્હીલની સ્થિતિ ચકાસી લેવી જોઇએ.

અસ્થિર વ્હીલ

અસ્થિર વ્હીલ

તમારા સ્ટીયરિંગ વ્હીલથી ડિરેક્ટ કાર વાઇબ્રેટિંગ થઇ રહી હોવાનું જાણવા મળે તો, સમજવું કે એલાઇમેન્ટ પ્રોબ્લેમ છે. એક અથવા વધુ વ્હીલ અસ્થિરતા અનુભવી રહ્યા હોય ત્યારે પણ કાર વાઇબ્રેટ કરવા લાગે છે. ત્યારે જોઇ લેવું કે વ્હીલ બોરબર લાગેલા છે, ત્યારબાદ બેરિંગ ચેક કરી લેવી. આ ઉપરાંત ટાઇ રોડ એન્ડ્સ અથવા બોલ જોઇન્ટમાં વાંધો હોય તો પણ તમારી કાર વાઇબ્રેટ થઇ શકે છે, તેથી તેને પણ ચકાસી લેવા જોઇએ. જો વ્હીલની સ્થિતિ બરોબર હોય તો ટાયરમાં કોઇ સમસ્યા હોઇ શકે છે.

ટાયર પ્રોબ્લેમ

ટાયર પ્રોબ્લેમ

કાર વાઇબ્રેટ થવાનું એક કારણ ટાયર પણ હોઇ શકે છે, જો અમુક સ્પીડ પર કાર વાઇબ્રેટ થવા લાગે તો ટાયર બેલેન્સ કરવાની જરૂર છે. ટાયરની ચાલ અલગ અલગ હોય તો ટાયર બદલવાની જરૂર છે. ટાયર ઉંચા નીચા હોય તો પણ કાર વાઇબ્રેટ થાય છે અને એ માટે ટાયર રોટેશન કરવાની જરૂર રહે છે.

English summary
why Car is vibrating there is five reasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X