For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી મોટી બાઇક જોઇને રહી જશો દંગ

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય એવી બાઇક પર વિહરવાનું વિચાર્યું છે, જેનો આકર કદાચ તમારા કરતા પણ મોટો હોય. તમને આ વાંચીને થોડીક હેરાની થશે કે આવી તે વળી કઇ બાઇક છે, પરંતુ હવે આવી બાઇક બની ચુકી છે અને અમે તમને એ વાતથી અવગત કરાવી રહ્યાં છીએ કે, આ બાઇકનું નિર્માણ કોઇ રેકોર્ડ પોતાના નામે કરવા માટે નથી કરાયુ, પરંતુ આ બાઇકનું સફળતાપુર્વક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને કોઇપણ તેને ખરીદી શકે છે.

જર્મનીની ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની, લિયોનહાર્ટે આ અસાધારણ બાઇક બનાવી છે, ઘણા જ આકર્ષક અને વિશાળ લુક સાથે જ આ બાઇકમાં દમદાર એન્જીનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે આ બાઇકને અન્ય બાઇકોથી અલગ તારવે છે.

તમને જણાવી દઇએ કે, અમે થોડાક સમય પહેલા વિશ્વની સૌથી મોટી બાઇક અંગે જણાવ્યું હતું, પરંતુ તે બાઇક માત્ર ગીનિઝ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ આ બાઇકની સાથે એવું નથી, કંપની આ બાઇકનું સફળતાપુર્વક ઉત્પાદન કરી રહી છે, તો ચાલો તસવીરો થકી નીહાળીએ વિશ્વની સૌથી મોટી બાઇકને.

વિશ્વની સૌથી મોટી બાઇક

વિશ્વની સૌથી મોટી બાઇક

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને નીહાળો વિશ્વની સૌથી મોટી બાઇકને.

ક્લેમેંસ એફ લિયોનહાર્ટે કર્યું નિર્માણ

ક્લેમેંસ એફ લિયોનહાર્ટે કર્યું નિર્માણ

આ બાઇકનું નિર્માણ, જર્મનીના રહેવાસી ક્લેમેંસ એફ લિયોનહાર્ટે કર્યું છે.

સામાન્ય બાઇક કરતા ઘણી મોટી

સામાન્ય બાઇક કરતા ઘણી મોટી

તમે તસવીર જોઇને અંદાજો લગાવી શકો છો કે એ સામાન્ય બાઇકની તુલનામાં આ બાઇકમાં આકારમાં ઘણી મોટી છે.

વિશ્વની પહેલી સૌથી મોટી પ્રોડક્શન બાઇક

વિશ્વની પહેલી સૌથી મોટી પ્રોડક્શન બાઇક

આ વિશ્વની પહેલી સૌથી મોટી પ્રોડક્શન બાઇક છે અને તેને કોઇપણ ખરીદી શકે છે, પરંતુ કંપની તેનું ઉત્પાદન લીમીટેડ એડીશનમાં જ કરશે.

લિયોનહાર્ટ ગનબસ 410નો આકાર

લિયોનહાર્ટ ગનબસ 410નો આકાર

લિયોનહાર્ટ ગનબસ 410નો આકાર તેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે. 11 ફૂટ લાંબી આ બાઇકને ચલાવવી સહેલી નથી, તેના માટે ખાસ પ્રશિક્ષણની જરૂર છે.

બાઇકનું વજન પણ ઘણું છે

બાઇકનું વજન પણ ઘણું છે

તમને જણાવી દઇએ કે આકારમાં મોટી હોવાના કારણે આ બાઇકનું વજન પણ ઘણું વધારે છે, જી હાં, લિયોનહાર્ટ ગનબસ 410નું કુલ વજન 650 કેજી છે. જે કોઇપણ સામાન્ય બાઇકની સરખામણીએ 5 ગણુ વધારે છે.

6,728 સીસીનું એન્જીન

6,728 સીસીનું એન્જીન

લિયોનહાર્ટ ગનબસ 410માં 6,728 સીસીની ક્ષમતાના દમદાર એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી કોઇપણ બાઇકમાં પ્રયોગમાં લેવાયેલું સૌથી મોટું એન્જીન છે.

માત્ર ત્રણ ગીયરનો ઉપયોગ

માત્ર ત્રણ ગીયરનો ઉપયોગ

ખાસ ધ્યાન આપવા જેવી એક વાત એ પણ છે કે આ બાઇકમાં કંપનીએ 3 સ્પીડ ટ્રાંસમિશન એટલે કે માત્ર ત્રણ ગીયરનો જ ઉપયોગ કર્યો છે.

રિવર્સ ગીયરને પણ કરાયો છે સામેલ

રિવર્સ ગીયરને પણ કરાયો છે સામેલ

લિયોનહાર્ટ ગનબસ 410માં રિવર્સ ગીયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે આટલી મોટી અને હેવી બાઇકને તમે સહેલાયથી ધક્કો મારીને હલાવી શકો નહીં.

સારા અને હેવી વ્હીલનો ઉપયોગ

સારા અને હેવી વ્હીલનો ઉપયોગ

લિયોનહાર્ટ ગનબસ 410માં સારા અને હેવી વ્હીલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બાઇકના આગળના વ્હીલ 38 ઇંચના અને પાછળના વ્હીલ 42 ઇંચના છે.

English summary
Ever wondered about world's biggest production bike. Here is the World's Biggest production Motorcycle Leonhardt Gunbus 410 is built in Germany. Gunbus 410 specifications, features, details are as follows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X