For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 કાર્સ જેનું દિવાનું છે આખું વિશ્વ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક પ્રકારની કાર લોન્ચ કરવામાં આવે છે, કેટલીક પોતાના દેખાવ માટે તો કેટલીક પોતાની સ્પીડ, પાવર અને પરફોર્મન્સના કારણે લોકોના દિલમાં રાજ કરતી હોય છે. જોકે બહુ ઓછી એવી કાર્સ હોય છે, જેને આપણે હોટ અને સેક્સિએસ્ટ કાર કહીં શકીએ છીએ.

મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ કે પછી ઑડી અથવા તો પછી લોમ્બોર્ગિની અને એસ્ટોન માર્ટિન જેવી કંપનીઓ દ્વારા આવા મોડલ્સ બહાર પાડવામાં આવતા હોય છે, જે દેખાવ અને પરફોર્મન્સના મામલે અન્ય કાર્સ કરતા ઘણી જ સારી હોય છે અને તેને જોતા જ સૌકોઇ તેના પર મોહી જાય છે. આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જે કારને વિશ્વની સૌથી સેક્સિએસ્ટ કાર કહેવામાં આવે છે, તો ચાલો તસવીરો થકી આ ટોપ ટેન કાર્સ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- કેવી રીતે કારને રાખવી હંમેશા હેલધી, જાણો ખાસ ટીપ્સ
આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 શહેરો, જ્યાં થાય છે સૌથી વધુ ટ્રાફિકજામ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 પેટ્રોલ કાર્સ, કિંમત 5 લાખ સુધી

10. ઑડી આરએસ5

10. ઑડી આરએસ5

મર્સીડિઝ અને બીએમડબલ્યુની જેમ અન્ય એક બહુ જાણીતી બ્રાન્ડ ઑડીની આરએસ5એ પણ વિશ્વની સૌથી સેક્સિએસ્ટ અને હોટ કાર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ યાદીમાં ઑડીની આ કાર 10માં ક્રમે આવે છે.
એન્જીનઃ- 4.2 લિટર વી8 એન્જીન, 450 એચપી
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 4.5 સેકન્ડમાં

9. આલ્ફા રોમિયો 4સી

9. આલ્ફા રોમિયો 4સી

આ યાદીમાં નવમા ક્રમે આવે છે આલ્ફા રોમિયો 4સી. આ એક ઇટાલિયન સુપરકાર છે અને પોતાના લુક તથા પરફોર્મન્સના કારણે તેણે આ યાદીમાં પોતાની જગા બનાવી છે.
એન્જીનઃ- 1.75 લીટર 4 સીલિન્ડર એન્જીન, 237 એચપી અને 258 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 4.3 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- 158 માઇલ્સ એક કલાકમાં

8. એસ્ટોન માર્ટિન વાંક્વિશ વોલાન્ટે

8. એસ્ટોન માર્ટિન વાંક્વિશ વોલાન્ટે

આ યાદીમાં એસ્ટોન માર્ટિનની વાંક્વિશ વોલાન્ટે આઠમાં ક્રમે આવે છે. આ કાર પોતાના લુક અને પરફોર્મન્સ માટે જાણતી છે.
એન્જીનઃ- 6.0 લીટર 12 સીલિન્ડર એન્જીન, 565 બીએચપી અને 457 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 4.1 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- 183 માઇલ્સ એક કલાકમાં

7. મર્સીડિઝ બેન્ઝ એસએલએસ એએમજી જીટી

7. મર્સીડિઝ બેન્ઝ એસએલએસ એએમજી જીટી

આ યાદીમાં મર્સીડિઝ બેન્ઝની એસએલએસ એએમજી જીટી સાતમાં ક્રમે આવે છે. આ કાર તમારું દિલ જીતી શકે છે અને એટલા માટે જ વિશ્વની ટોપ ટેન હોટ કારમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એન્જીનઃ- 6.3 લીટર એએમજી વી8 એન્જીન
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 3,6 સેકન્ડમાં

6. ટેસ્લા મોડલ એસ

6. ટેસ્લા મોડલ એસ

આ યાદીમાં ટેસ્લા મોડલ એસ છઠ્ઠા ક્રમે આવે છે. ટેલ્સાના આ મોડલે અનેક લોકના દિલ જીતી લીધા છે અને અનેક ટીકાકારોને શાંત કરી દીધા છે. તેનો દેખાવ ઘણો જ સ્મૂથ છે અને લોકોને સહેલાયથી પંસદ પડી જાય તેવો છે.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 4.2 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- 265 માઇલ્સ એક કલાકમાં

5. બીએમડબલ્યુ આઇ8

5. બીએમડબલ્યુ આઇ8

આ યાદીમાં બીએમડબલ્યુની આઇ8 પાંચમાં ક્રમે આવે છે. આ કારને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ કારમાં કલરફૂલ એક્સેન્ટ અને સિસર્સ ડોર્સ છે. તેમાં શેપ્સ અને એંગલ્સમાં વેરાયટી જોવા મળે છે.
એન્જીનઃ- 3 સીલિન્ડર ગેસોલિન એન્જીન, 228 એચપી અને 236 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 4.2 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- 125 કિ.મી પ્રતિ કલાક

4. મેક્લારેન પી1

4. મેક્લારેન પી1

આ યાદીમાં ચોથા ક્રમે આવે છે મેક્લારેન પી1. મોટાભાગે આપણે સુપરકાર્સ જોઇએ તો તેમાં એગ્રેસિવલી શેપ્સ બોડી, હાર્ડ એજ્સ અને હર્શ એંગ્લ્સ હોય છે. જોકે મેક્લારેને અલગ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે. આ કાર ઘણી જ સ્મૂથ છે.
એન્જીનઃ- 3.8 લીટર ટ્વિન ટર્બોચાર્જ્ડ વી8 એન્જીન, 727 એચપી અને 531 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 2.8 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- એક કલાકમાં 152 માઇલ્સ

3. માસેરાટિ ગ્રાન ટુરિસ્મો

3. માસેરાટિ ગ્રાન ટુરિસ્મો

આ યાદીમાં માસેરાટિની ગ્રાન ટુરિસ્મો ત્રીજા સ્થાને આવે છે. આ કાર જોઇએ તેટલી ફાસ્ટ કાર નથી. પરંતુ આ એક મોસ્ટ હેન્ડલિંગ કાર છે. તે દેખાવે સારી અને સિમ્પલી બ્યુટિફૂલ છે. આ ફોર સીટ કાર છે.
એન્જીનઃ- 4.2 લીટર વી8 એન્જીન, 405 એચપી અને 340 1બી-એફટી ટાર્ક.
0-60 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 5.2 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- એક કલાકમાં 211 માઇલ્સ

2. ફેરારી એફ 12 બેર્લિનેટ્ટા

2. ફેરારી એફ 12 બેર્લિનેટ્ટા

આ યાદીમાં બીજા ક્રમે છે, ફેરારીની એફ12 બેર્લિનેટ્ટા બે ડોર જીટી કાર. આ કારનું એન્જીન અને લુક દરેક કાર પ્રેમીને પોતાની તરફ આકર્ષવા માટે સક્ષમ છે.
એન્જીનઃ- 6.3 લીટર વી12 એન્જીન, 731 એચપી અને 509 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 3.1 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- એક કલાકમાં 211 માઇલ્સ

1. લેમ્બોર્ગિની હ્યુરિકેન

1. લેમ્બોર્ગિની હ્યુરિકેન

વિશ્વની ટોપ ટેન હોટ કાર્સની યાદીમાં પહેલા ક્રમે આવે છે, લેમ્બોર્ગિનીની હ્યુરિકેન. આ સુપર કાર સુપર કૂલ લુક ધરાવે છે.
એન્જીનઃ- 5.2 લીટર વી10 એન્જીન, 610 એચપી અને 412 1બી-એફટી ટાર્ક.
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- માત્ર 3.2 સેકન્ડમાં
ટોપ સ્પીડઃ- એક કલાકમાં 202 માઇલ્સ

English summary
world’s top ten hot and sexiest cars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X