કેવી રીતે કારને રાખવી હંમેશા હેલધી, જાણો ખાસ ટીપ્સ
ભારત સહિત વિશ્વભરમાં કાર ચાહકોની સંખ્યા ઘણી જ વધી ગઇ છે. એક ઘર છોડીને એક ઘરમાં આપણને કોઇ સામાન્યથી મોંઘી વૈભવી કાર પાર્ક કરેલી જોવા મળે છે. પરંતુ આ સાથે જ કાર સંબંધિત કેટલીક એવી ટીપ્સ પણ છે કે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આપણે રસ્તા પર જ્યારે આપણી કાર લઇને નીકળીએ છીએ ત્યારે કાર પ્રત્યે બેદરકારી સેવનારાઓ મળી જતા હોય છે, જેમની કારનુ એન્જીન વધારે અવાજ કરતું હોય છે, પ્રદૂષણ ફેલાવતી હોય છે, વિગેરે....
પરંતુ તમે જો તમારી કારની અવદશા તેવી થવા દેવા માગતા ના હોવ તો અહીં તસવીરો થકી એવી કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી કારને વધુ સારી અને હેલધી રાખી શકો છો. આ માટે તમે સારા અને જાણીતા ગેરેજમાં અથવા તો વિવિધ ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા ઉભા કરવામા આવેલા સર્વિસ સ્ટેશનમાં તમારી કાર્સની સર્વિસ કરાવી શકો છો. તો ચાલો કાર મેન્ટેનન્સ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 શહેરો, જ્યાં થાય છે સૌથી વધુ ટ્રાફિકજામ
આ પણ વાંચોઃ- વીડિયોઃ સૌથી વધુ સમય બાઇકના વ્હીલને રાખ્યું હવામાં
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 પેટ્રોલ કાર્સ, કિંમત 5 લાખ સુધી

કાર નિર્માતાએ આપેલી સુચનાઓને ધ્યાનપૂર્વક વાંચો
આ એક બેઝિક નિયમ છે અને તેને હંમેશા નવી કાર ખરીદનારાએ ધ્યાનમાં રાખવું જોઇએ. કાર નિર્માતાઓ દ્વારા કારની બનાવટ પ્રમાણે તેની સુચન પુસ્તિકામાં કાર સંદર્ભિત કેટલીક ખાસ માહિતીઓ આપી હોય છે, અને તેમાં તમારી કારની સંપૂર્ણ માહિતી હોય છે, જેથી તમે તમારી કારને હંમેશા સારી સ્થિતિમાં કેવી રીતે રાખી શકો. ક્યારે કારની સર્વિસ અને મેઇન્ટેનન્સને લઇને શું કરવું તે અંગે પણ સારી એવી માહિતી આપવામાં આવી હોય છે. તેમજ સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અંગે પણ માહિતી આપી હોય છે.

ઓઇલ ચેન્જ
કારમાં સૌથી મહત્વની બાબતોમાંની જો કોઇ બાબત હોય તો તે કારના ઓઇલને બદલવાની આવે છે. કારના એન્જીનને સારી સ્થિતિમાં રાખવું હોય તો એ જરૂરી છેકે તેમાં સારી કંપનીનું સારું ઓઇલ સમય પ્રમાણે બદલાવતા રહેવું જોઇએ. જ્યારે પણ કારને સર્વિસમાં મુકવાનો સમય આવે ત્યારે અથવા તો જ્યારે પણ એવું લાગે કે ઓઇલ કેવી સ્થિતિમાં છે તો તેને ચેક કરાવીને બદલવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

ફ્લુઇડ લેવલ મેઇન્ટેન કરો
કારને સારી સ્થિતિમાં રાખવી હોય તો તેના ફ્લુઇડ લેવલને સમયાંતરે ચેક કરતા રહેવું જોઇએ, જેમાં ટ્રાન્સમિશન ફ્લુઇડ, બ્રેક ફ્લુઇડ અને કૂલન્ટ ફ્લુઇડ આવે છે. તેને હંમેશા અઠવાડિયામાં એકવાર તો ચેક કરવાનું રાખવું જોઇએ.

ટાયરના પ્રેશરને ચેક કરવું
ટાયરમાં હવાની માત્રા યોગ્ય હોવી જોઇએ કારણ કે જો એ યોગ્ય નહીં હોય તો તેનાથી તમારી કાર સારી એવરેજ નહીં આપી શકે. મોટાભાગે લોકો ટાયરમાં હવાના પ્રેશરને ચેક કરવાનું માંડી વાળતા હોય છે, પરંતુ તેને હંમેશા તેની યોગ્ય માત્રામાં રાખવું જોઇએ, જેનાથી તમે તમારી કારની એવરેજને સારી રાખી શકો.

એર ફિલ્ટર રિપ્લેસમેન્ટ
શિડ્યૂલ અનુસાર એર ફિલ્ટર કરાવવું જોઇએ અથવા તો જો તેમા ડસ્ટ અને કચરો જમા થઇ ગયો હોય તો તત્કાળ સ્વરૂપે તેને બદલવા પર ભારણ મુકવું જોઇએ. જો એર ફિલ્ટર સારું નહીં હોય તો તેનાથી તમારું એન્જીન વધારે ભારે રહે અને તેની સીધી અસર કારની એવરેજ પર પડશે, તેથી એર ફિલ્ટરને રિપ્લેસ કરાવવાનું રાખો જેથી તમારી કાર સારી એવરેજ આપી શકે.

તુરંત જ સર્વિસ કરાવવાનું રાખો
સામાન્ય રીતે આપણે કાર અથવા તો બાઇકમાં સામાન્ય ફોલ્ટ જણાય તો તેને અવગણીએ છીએ, પરંતુ લાંબા સમય સુધી તેને અવગણવામાં આવે તો તે મોટી હાનિ સર્જી શકે છે, જેના કારણે તમારી કારને વધારે ડેમેજ થવાની શક્યતા પણ રહે છે, તેથી જ્યારે પણ તમને જરા અમથો ફોલ્ટ દેખાય તો તેન નજીકના સર્વિસ સ્ટેશન પાસે લઇ જઇને એ ફોલ્ટને દૂર કરવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

હંમેશા જેન્યુન પાર્ટ્સ જ નંખાવો
જ્યારે તમારી કાર્સમાં જૂના પાર્ટ્સને બદલવાનો સમય આવે ત્યારે સાદા પાર્ટ્સનો ઉપયોગ કરવાના બદલે જેન્યુન પાર્ટ્સ નાંખવા પર ભાર મુકો. આ માટે વિવિધ કંપનીના સર્વિસ સ્ટેશનમાં કારને સર્વિસ કરાવવી સારી રહે છે.












Click it and Unblock the Notifications
