For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ સૌથી લાંબો સમય બાઇકના વ્હીલને રાખ્યું હવામાં

|
Google Oneindia Gujarati News

આગળનું વ્હીલ ઉંચુ રાખીને મોટરસાઇકલને ચલાવવી અઘરી પડે છે, તેમ છતાં અનેક લોકો અનેકવાર પ્રયાસો કરીને અમુક સેકન્ડ સુધી પોતાની બાઇકના આગળના વ્હીલને ઉંચુ રાખી શકે છે. જોકે તે એક અદભૂત રોમાંચક પળ સમાન પણ છે, પરંતુ તેને કરવામા સાચવેતીની જરૂર પણ રહે છે કારણકે ક્યારેક સંતુલન ગુમાવી બેસતા અકસ્માત થવાનો ભય પણ રહે છે.

તેમ છતાં ડામરના રોડ પર એટલે કે પાકાં રસ્તા પર આગળના વ્હીલને ઉંચુ રાખીને ડ્રાઇવ કરવું સહેલું છે અને જો રાઇડરનો કન્ટ્રોલ સારો હોય તો તે લાંબો સમય સુધી આ રીતે ડ્રાઇવ કરીને એક સિદ્ધિ હાંસલ કરી શકે છે. પરંતુ જ્યારે તમે કાચા રસ્તા પર અથવા તો ઓફ રોડ પ્રકારનું સાહસ કરો છો ત્યારે ત્યાંની તમામ વસ્તુઓ પાકાં રસ્તા કરતા એકદમ અલગ હોય છે. અમે એક એવો રાઇડર શોધી કાઢ્યો છે, જેણે સૌથી લાંબો સમય સુધી પોતાની બાઇકના આગળના વ્હીલને ઉંચુ રાખીને ડ્રાઇવ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે એ પણ ડર્ટ બાઇકથી.

તેણે આ રેકોર્ડ ઓફરોડ ટ્રેક પર બનાવ્યો છે. અહીં અમે એક વીડિયો આપવામાં આવ્યો છે, જેને જોઇને તમે જાતે જ નક્કી કરી લેશો કે તેણે રેકોર્ડ બનાવ્યો છેકે નહીં. જોકે એ વાતમાં બે મત નથી કે અનેક લોકોએ લોંગેસ્ટ વ્હીલી(સૌથી વધુ સમય બાઇકનું એક વ્હીલ હવામાં રાખવું)નો રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ અમુક લોકોએ જ ડર્ટ બાઇક થકી આ રેકોર્ડ બનાવ્યો હશે. તો ચાલો એ નિહાળીએ.
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 પેટ્રોલ કાર્સ, કિંમત 5 લાખ સુધી
આ પણ વાંચોઃ- કોણ વધારે સારું: પેટ્રોલ કાર કે ડીઝલ?
આ પણ વાંચોઃ- મોબિલિયો ટૂ 7 સીરીઝ હાઇબ્રિડઃ જુલાઇમાં લોંચ થઇ આ કાર્સ

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/A0If35-HnA8" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The art of performing a wheelie on a motorcycle is difficult. However, with loads of practice and some bruises everyone can try to get their front wheel for a few seconds of the ground. The feeling while performing a wheelie is surreal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X