For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબિલિયો ટૂ 7 સીરીઝ હાઇબ્રિડઃ જુલાઇમાં લોંચ થઇ આ કાર્સ

|
Google Oneindia Gujarati News

જુલાઇ મહિનામાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હોન્ડાથી લઇને વૈભવી કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુ દ્વારા પોતાની શાનદાર કાર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એક તરફ હોન્ડાએ પોતાની 7 સીટર એમયુવી લોન્ચ કરી છે, તો બીજી તરફ વૈભવી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ પહેલીવાર ભારતમાં પોતાની હાઇબ્રિડ કાર લોન્ચ કરી છે.

આ ઉપરાંત ફોક્સવેગને પણ હેચબેક સેક્ટરમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવવા અને પ્રતિસ્પર્ધીઓને જોરદાર પડકાર ફેંકવા માટે પોતાની પોલો ફેસલિફ્ટને લોન્ચ કરી છે, આશા રાખવામાં આવી રહી છે, કે ફોક્સવેગનની પોલો ફેસલિફ્ટ ફોક્સવેગન ચાહકોને જરા પણ નિરાશ નહીં કરે. ત્યારે આજે અમે અહીં જુલાઇ મહિનામાં લોન્ચ થયેલી કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ. જેમાં કારના એન્જીન, ટ્રાન્સમિશન, એવરેજ અને કિંમત અંગે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ- વિશ્વની ટોપ 10 બેસ્ટ એરલાઇન્સ
આ પણ વાંચોઃ- જાણો કેવી છે ઑડીની A3 કાર
આ પણ વાંચોઃ- કેવી રીતે ચલાવવી ડીઝલ કાર, જાણો અસરકારક બાબતો

હોન્ડા મોબિલિયો

હોન્ડા મોબિલિયો

હોન્ડાએ પોતાની સેવન સીટર મોબિલિયોને 23 જુલાઇ 2014ના રોજ લોન્ચ કરી હતી. આ પહેલા આ કારને દિલ્હી ખાતે ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

એન્જીન (પેટ્રોલ):- 1497 સીસી, 1.5 લીટર, 16વી આઇ-વીટીઇસી એન્જીન, 6600 આરપીએમ પર 118 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમનું ટાર્ક.
એન્જીન (ડીઝલ):- 1498 સીસી, 1.5 લીટર, 16વી આઇ-ડીટીઇસી એન્જીન, 3600 આરપીએમ પર 98.63 બીએચપી અને 1750 આરપીએમ પર 200 એનએમનું ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- શહેરમાં 13.8 કિ.મી પ્રતિ લીટર, 17.3 કિ.મી પ્રતિ લીટર હાઇવે પર
કિંમતઃ- 6.49 લાખથી 10.86 લાખ રૂપિયા( એક્સ શોરૂમ દિલ્હી)
મર્સીડિઝ બેન્ઝ સીએલએ 45 એએમજી

મર્સીડિઝ બેન્ઝ સીએલએ 45 એએમજી

મર્સીડિઝ બેન્ઝે સીએલએ ક્લાસમાં પોતાની સીએલએ 45 એએમજીને 22 જુલાઇ, 2014ના રોજ ભારતમાં લોન્ચ કરી હતી.

એન્જીનઃ- 1991 સીસી, 2.0 લીટર, 16વી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 335.4 બીએચપી અને 2250-5000 આરપીએમ પર 450 એનએમનું ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- શહેરમાં 13 કિ.મી પ્રતિ લીટર અને 17 કિ.મી પ્રતિ લીટર હાઇવે પર
કિંમતઃ- 68.5 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)
બીએમડબલ્યુ 7 સીરીઝ એક્ટિવ હાઇબ્રિડ

બીએમડબલ્યુ 7 સીરીઝ એક્ટિવ હાઇબ્રિડ

બીએમડબલ્યુએ પોતાની પહેલી હાઇબ્રિડ સેડાન કાર 7 સીરીઝ એક્ટિવ હાઇબ્રિડને ભારતમાં 23 જુલાઇ 2014ના રોજ લોન્ચ કરી હતી.

એન્જીનઃ- 2979 સીસી, 3.0-લીટર 24વી ટ્વીન પાવર ટર્બો અને એલેક્ટ્રિક એન્જીન, 5800 આરપીએમ પર 320 બીએચપી અને 55 બીએચપી ઇલેક્ટ્રિક તથા 1300-4500 આરપીએમ પર 450 એનએમનું ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 9.09 કિ.મી પ્રતિ લીટર શહેરમાં અને 12.05 કિ.મી પ્રતિ લીટર હાઇવે પર
કિંમતઃ- 1.35 કરોડ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)
2014 પોલો ફેસલીફ્ટ

2014 પોલો ફેસલીફ્ટ

ફોક્સવેગન પોતાની નવી 2014 પોલો ફેસલીફ્ટને 15 જુલાઇ 2014ના રોજ લોન્ચ કરી હતી.

એન્જીનઃ- 1.5 લીટર ટીડીઆઇ 4 સિલીન્ડર ટર્બો ડીઝલ એન્જીન અને 1.2 લીટર 4 સિલીન્ડર પેટ્રોલ એન્જીન.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 16.47 કિ.મી પ્રતિ લીટર(પેટ્રોલ) અને 20.14 કિ.મી પ્રતિ લીટર(ડીઝલ)
કિંમતઃ- 6.27 લાખ રૂપિયા(એક્સ શો રૂમ દિલ્હી)

English summary
car launched in india july 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X