For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની ટોપ 10 બેસ્ટ એરલાઇન્સ

|
Google Oneindia Gujarati News

એરોપ્લેન એ માનવ દ્વારા કરવામાં આવેલી એક શ્રેષ્ઠ શોધ છે. પ્લેનના વિશાળ સ્વરૂપમાં મોટીમાત્રામાં એક સાથે અનેક લોકો આકાશી મુસાફરી કરી શકે છે તેમજ એક સ્થળેથી બીજા સ્થળે જવાનું અંતર પણ ઓછું થઇ જાય છે. જેમ-જેમ સમય પસાર થતો ગયો છે અને વિશ્વ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. તેની સાથોસાથ એરલાઇન્સ સર્વિસમાં પણ ઘણો સુધારો આવ્યો છે.

વિશ્વમાં એટલી બધી એરલાઇન્સ સેવા છેકે જેના કારણે માનવીની યાત્રા ઘણી જ સરળ અને ઝડપી થઇ ગઇ છે. આ એરલાઇન્સ સેવાના કારણે માનવી વિશ્વના કોઇપણ ખૂણે આસાનીથી પહોંચી શકે છે. એક સર્વે અનુસાર અંદાજે 245 જેટલી એરલાઇન્સ છે, તેમાંથી આજે અમે અહીં ટોપ 10 એવી એરલાઇન્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જેને વિશ્વની બેસ્ટ એરલાઇન્સ કહેવામાં આવે છે, તો ચાલો તસવીરો થકી આ એરલાઇન્સ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- જાણો કેવી છે ઑડીની A3 કાર
આ પણ વાંચોઃ- કેવી રીતે ચલાવવી ડીઝલ કાર, જાણો અસરકારક બાબતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ સીએનજી કાર્સ

બેસ્ટ એરલાઇન્સ

બેસ્ટ એરલાઇન્સ

વિશ્વની બેસ્ટ એરલાઇન્સ અંગે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

10.લુફ્થાન્સા

10.લુફ્થાન્સા

આ એરલાઇન્સની શોધ 1953માં કરવામાં આવી હતી અને તેની સર્વિસ 1955માં શરૂ કરવામાં આવી હતી. જર્મન એરલાઇનર સર્વિસ લુફ્થાન્સા પાસે 282 એરક્રાફ્ટ છે અને તે 215 સ્થળો સાથે જોડાયેલી છે.

9. ઇતિહાડ એરવેઝ

9. ઇતિહાડ એરવેઝ

અબુધાબીની આ એરલાઇન્સ યાદીમાં નવમાં ક્રમે આવે છે. તેની પાસે 104 એરક્રાફ્ટ છે અને તે 96 સ્થળો સાથે જોડાયેલી છે. તેમજ આ એરલાઇન્સને તેના પ્રારંભકાળથી અત્યારસુધીમાં એટલે કે 2003થી અત્યારસુધી તેણે 30 એવોર્ડ જીત્યા છે.

8. એશિયાના એરલાઇન્સ

8. એશિયાના એરલાઇન્સ

આ એરલાઇન્સની શોધ 1988માં થઇ હતી. આ એક સાઉથ કોરિયન એરલાઇન્સ છે, જેને આ યાદીમાં આઠમું સ્થાન આપવામાં આવ્યું છે. આ એરલાઇન્સ પાસે 84 એરક્રાફ્ટ છે અને 35 જેટલા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ એરલાઇન્સ 108 સ્થળોએથી મુસાફરોને વહન કરે છે.

7. ગરુડા ઇન્ડોનેશિયા

7. ગરુડા ઇન્ડોનેશિયા

આ એરલાઇન્સની શોધ 1947માં કરવામાં આવી હતી અને તેની શરૂઆત 1949માં કરવામાં આવી હતી. યાદીમાં આ એરલાઇન્સ સાતમાં ક્રમે છે. તેન પાસે 120 એરક્રાફ્ટ છે, તે 35 ડોમેસ્ટિક અને 21 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલી છે.

6. ઓલ નિપોન એરવેઝ(એએનએ)

6. ઓલ નિપોન એરવેઝ(એએનએ)

જાપાનની આ એરલાઇન્સ યાદીમાં છઠ્ઠાં ક્રમે છે અને તેની શોધ 1952માં કરવામાં આવી હતી. તેની પાસે 202 એરક્રાફ્ટ છે અને તે 73 સ્થળોએથી મુસાફરોને યાત્રા કરાવે છે. તેની એરકાર્ગો સર્વિસમાં નવ બોઇંગ 767-300 છે.

5. તુર્કિશ એરલાઇન્સ

5. તુર્કિશ એરલાઇન્સ

આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે, તુર્કિશ એરલાઇન્સ. આ કંપનીની શોધ 1933માં કરવામાં આવી હતી. તે વિશ્વની ચૌથી સૌથી મોટોટી કેરિઅર કંપની છે. તેની પાસે 258 એરક્રાફ્ટ , નવ કાર્ગો એરક્રાફ્ટ છે અને તે 257 સ્થળો સાથે જોડાયેલી છે.

4. અમીરાત્સ

4. અમીરાત્સ

આ યાદીમાં ચોથા ક્રમે આવે છે, 1985માં શોધાયેલી એરલાઇન કંપની અમીરાત્સ. તેનું હેડક્વાર્ટર દુબઇમાં છે, તેની પાસે 211 એરક્રાફ્ટ્સ છે, જે વિશ્વના 142 સ્થળોની ઉડાન ભરે છે. તેણે 2013માં 200 એરક્રાફ્ટ ખરીદ્યા હતા.

3. સિંગાપોર એરલાઇન્સ

3. સિંગાપોર એરલાઇન્સ

સિંગાપોર એરલાઇન્સની શોધ 1947માં કરવામાં આવી હતી અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કંપની પાસે વિશ્વનું સૌથી વિશાળ પેસેન્જર કેરિઅર એરબસ એ380 છે. આ કંપની પાસે માત્ર 106 એરક્રાફ્ટ છે જે 62 સ્થળો સાથે જોડાયેલા છે.

2. કટાર એરવેઝ

2. કટાર એરવેઝ

વિશ્વની ફાઇવ સ્ટાર એરલાઇન કંપની કટાર એરવેઝ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. તેની પાસે 133 એરક્રાફ્ટ છે જે 144 સ્થળો સાથે જોડાયેલા છે. આ કંપનીની શોધ 1993માં કરવામાં આવી હતી.

1. કથાય પેસિફિક એરવેઝ

1. કથાય પેસિફિક એરવેઝ

વિશ્વની સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સમાં પહેલા ક્રમે આવે છે, હોંગકોંગ સ્થિત એરલાઇન કંપની કથાય પેસિફિક. આ એરલાઇન્સની શોધ 1946માં કરવામાં આવી હતી, તેની પાસે 141 એરક્રાફ્ટ છે, જે 112 સ્થળો સાથે જોડાયેલા છે.

English summary
Through a survey conducted over 245 airlines, the top ten airlines in the world were determined. Let's take a look at them:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X