• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘વૈભવી’ વૈભવતાનો અહેસાસઃ જાણો કેવી છે ઑડીની A3 કાર

|

વૈભવી જીવનશૈલી દર્શાવવા માટે સામાન્ય રીતે લોકો વૈભવી કારનો ઉપયોગ કરતા હોય છે. ભારતીયોની વાત કરવામાં આવે તો તેમની કાર પરથી જ માલુમ પડી જાય છેકે આ વ્યક્તિ કેટલો સંપન્ન હશે. ઓટોમોબાઇલ કંપની પણ ભારતીય બજારમાં પોતાની આવી જ વૈભવી કાર લોન્ચ કરી રહી છે. જે પ્રકારે ભારતમાં વૈભવી કારનું વેચાણ થઇ રહ્યું છે, તેને જોતા વિશ્વભરની વૈભવી કાર નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની એકથી એક ચઢિયાતી વૈભવી કારને લોન્ચ કરી રહી છે.

વાત ઑડી કારની કરવામાં આવે તો ઑડી દ્વારા સમયાંતરે પોતાની નવી કાર્સને ભારતમાં લોન્ચ કરી રહી છે. આજે અમે અહીં ઑડીની એવી જ એક કાર અંગે વાત કરી રહ્યાં છીએ. ઑડી એ3, જેને 2014 વર્લ્ડ કાર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. જે ઑગસ્ટ મહિનામાં ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ કાર થકી ઑડી ભારતમાં બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ જેવી કાર કંપનીઓની રાતોની ઉંઘ છીનવી લેશે, તો ચાલો તસવીરો થકી ઑડીની આ કાર અંગે વધુ માહિતી મેળવીએ અને જાણીએ કે આ કારમાં એવું તે શું ખાસ છે જે અન્ય કારને જોરદાર પડકાર ફેંકી શકે છે.

લોન્ચિંગ તારીખઃ- 7 ઑગસ્ટ, 2014

અંદાજીત કિંમતઃ- 30 લાખ રૂપિયા

આ પણ વાંચોઃ- BMWની કાર છે તો ચોક્કસપણે જુઓ આ વીડિયો

આ પણ વાંચોઃ- વિશ્વના સુંદર રસ્તાઓ જ્યાં એકવાર તો અવશ્ય કરવું ડ્રાઇવ

આ પણ વાંચોઃ-ઇ કાર રહેશે સારીઃ ફિએસ્ટા, સિટી, વેન્ટો, વેરના કે સન્ની

એ3 સેડાનનો સ્નેપશોટ

એ3 સેડાનનો સ્નેપશોટ

મોડલઃ- ઑડી એ3 35 ટીડીઆઇ એસ ટ્રોનિક

ફ્યુઅલ ટાઇપઃ- ડીઝલ

બોડી-સ્ટાઇલઃ- સેડાન

સીટિંગઃ- પાંચ મુસાફર

એન્જીનઃ- ઇનલાઇન ફોર સિલિન્ડર

એવરેજઃ- 20.38 કિ.મી પ્રતિ લિટર

ટ્રાન્સમિશનઃ- 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ

ડ્રાઇવ ટાઇપઃ- ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

ઑડી એ3ની ડિઝાઇન ફ્રેન્ચ કેનેડિયન ડેન્ની ગારન્ડે બનાવી છે. હંમેશની જેમ આ વખતે પણ ઑડીએ પ્રીમિયમ ડિઝાઇન રજૂકરી છે. તેમાં સિંગલ ફ્રેમ રેડિએટર ગ્રીલ, વેજ શેપ્ડ હેડલાઇટ, વેવ શેપ્ડ લોઅર એજ અને એર ઇનલેટ્સને ફ્રન્ટ ફેસિકા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

જ્યારે તમે સાઇડમાં નજર ફેરવો તો તમે નોટિસ કરશો કે તેમાં શાર્પ અને ક્રિસ્પ કેરેક્ટર લાઇન છે. જેમાં એલઇડી હેડલેમ્પનું ટોપ એજ અને પાછળની તરફ ટેઇલલેમ્પ ટોપ તરફ છે. ફ્લેટ રૂફ લાઇન સી પિલર સાથે છે તેને સોલ્ડર લાઇન સાથે મર્જ કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ એ3ને વધુ વિશિષ્ટ દેખાવ પ્રદાન કરે છે.

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

રીઅર ટેલલાઇટ્સને રીઅર ક્વાર્ટર પેનલની આસપાસ ગોઠવવામાં આવી છે અને એલઇડી ટેલલાઇટનું અંતર તમને કારને સમજવામાં મદદરૂપ થાય તેમ છે અને કહે છેકે આ ઑડી છે.

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

કારનું કોકપિટ 90 કેજી અને 5.10 ઇંચનું છે, જેમાં તમે સહેલાયથી વ્હીલને સેટ કરી શકો છો. કારનું સિટિંગ કમ્ફર્ટેબલ, એડ્જેસ્ટેબલ અને સપોર્ટિવ છે. એ3ના કેબિનમાં મલ્ટિ મીડિયા ઇન્ટરફેસ ફીચર પણ આપવામાં આવ્યું છે. એમએમઆઇ મેનુ સિસ્ટમ એ સિમ્પલ યુઝર ઇન્ટર્ફેસ છે. જે કૂલિંગ અને હિટિંગને સહાલયથી કન્ટ્રોલ કરવા માટે છે. તેમ જ કપ્સ, બોટલ્સ, વોલેટ અને આઇફોન માટે પર્યાપ્ત સ્ટોરેજ સ્લોટ છે. કેબિન વિશાળ અને પ્રીમિયમ ટચ આપતું છે, તેમજ તમારા ડ્રાઇવિંગ અનુભવને ઘણું જ આરામદાયક બનાવે છે.

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એક્સટેરિઅર અને સ્ટાઇલિંગ

એ3ને એક ફેમેલી કાર માનવામાં આવે છે. તે આરામદાયક ડ્રાઇવ, પાછળની તરફ બે મુસાફર બેસાડવા યોગ્ય. લાંબા મુસાફરને હેડરૂમની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લગેજ કમ્પાર્ટમેન્ટ

લગેજ કમ્પાર્ટમેન્ટ

લગેજ કમ્પાર્ટમેન્ટ 425 લીટરનું છે જેને રીઅર સીટ બેન્ચને ફોલ્ડ કરીને 880 લીટર સુધીનું બનાવી શકાય છે. લગેજ કમ્પાર્ટમેન્ટની ફ્લેટ સાઇડ સ્ક્વેર લોડ એરિયા આપે છે, જે વધુ પ્રેક્ટિકલ લાગે છે.

એન્જીન

એન્જીન

આ કારના એન્જીનની વાત કરવામાં આવે તો ડીઝલ પાવર્ડ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં પાવરફૂલ પેટ્રોલ એન્જીન હોવું જોઇતું હતું. આ કારમાં ફોર સિલિન્ડર, 1968 સીસી વીટીજી ડીઝલ એન્જીન છે, જે 3500-4000 આરપીએમ પર 143 હોર્સપાવર અને 1750-3000 આરપીએમ પર 320 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

ફેક્ટશીટ

ઑડી એ3 સેડાન(40ટીએફએસઆઇ એસ ટ્રોનિક પેટ્રોલ)માં ફોર સિલિન્ડર, 1798 સીસી, સ્પાર્ક ઇગ્નિશન એન્જીન આપવામાં આવ્યું છે, જે 5100-6200 આરપીએમ પર 180 હોર્સપાવર અને 1250-5000 આરપીએમ પર 250 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

ટ્રાન્સમિશન

ટ્રાન્સમિશન

એ3 ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સાથે ડાયનેમિક અને સ્મૂથ એક્સેલરેશન ડ્રાઇવિંગ શહેરના ટ્રાફિક અને હાઇ સ્પીડ હાઇવે પર ઓફર કરે છે. સારી વાત કરીએ તો મેન્યુઅલી ચેન્જિંગ ગીયર્સ ડ્રાઇવરને વૈભવતાનો અનુભવ કરાવે છે. ડીસીટીને મેન્યુઅલ ટ્રાન્સમિશનની જેમ ઓપરેટ કરી શકાય છે. તેમાં ક્લચ પેડલ નથી કારણ કે કમ્યુટર્સ, સોલેનોઇડ્સ અને હાઇડ્રોલિક એક્ચ્યુઅલ શિફ્ટિંગ પર કામ કરી રહ્યું છે.

પરફોર્મન્સ

પરફોર્મન્સ

કારના પરફોર્મન્સ અંગે વાત કરવામાં આવે તો એ3 સંતોષજનક છે, રોડ પર સારી રીતે ગ્રીપ કરી શકે છે અને તેની બ્રેકિંગ શાર્પ છે. આ કાર 9 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 180 કિ.મી પ્રતિ કલાક છે. તેમજ ઇલેક્ટ્રોનિકલી રીતે સ્પીડ 224 કિ.મી પ્રતિ કલાક છે.

પરફોર્મન્સ

પરફોર્મન્સ

તેમ છતાં એક વાતને નોટ કરવા જેવી છેકે રોડ પર પાવર સ્ટીયરિંગ હાર્ડલી ટ્રાન્સમિટ્સનો અનુભવ થાય છે, તેમજ શાર્પલી ટર્નિંગ કરી શકતા નથી.

ફેક્ટશીટ

-ફ્યુઅલ ટેન્ક કેપેસિટી - 50 લિટર

- એવરેજ (એઆરઆઇ સર્ટિફાઇડ) - 20.38 કિ.મી પ્રતિ લિટર

- એવરેજ (રીવ્યૂ દરમિયાન) - 16 કિ.મી પ્રતિ લિટર

5 સ્ટેન્ડઆઉટ ફીચર્સ

5 સ્ટેન્ડઆઉટ ફીચર્સ

એ3માં મલ્ટિ મીડિયા ઇન્ટરફેસ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે, જે કાર ચાલું થતાં ડેશની ઉપરના ભાગે ખુલે છે. જ એ3નું સ્ટાન્ડર્ડ ફીચર છે. આ ઉપરાંત વોઇસ કન્ટ્રોલ, મીડિયા નેવિદેશન, ટેલીફોન સેક્શન, એ શ્રેષ્ઠ લક્ઝરી બ્રાન્ડ મલ્ટિમીડિયા સિસ્ટમ છે. ગીયર સ્ટીકની પાછળ આપવામા આવેલા સર્ક્યુલર નોબ દ્વારા એ3ના એમએમઆઇને કન્ટ્રોલ કરી શકાય છે. આ પ્રકારનું કન્ટ્રોલ તમને મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુમાં જોવા મળશે. મોટાભાગના લોકો ટચ સ્ક્રિન કન્ટ્રોલના બદલે આ કન્ટ્રોલને પસંદ કરે છે.

ફેક્ટશીટ

એ3 એમએમઆઇમાં ન્વિડિઆ ટેગ્રા 2 પ્રોસેસર છે અને તેને મોડ્યુલર હાર્ડવેર ડિઝાઇનમાં બિલ્ટ કરવામાં આવ્યું છે, તેમ જ તે વિકસિત મલ્ટિમીડિયા ટેક્નોલોજી સાથે અપ ટૂ ડેટ છે. આ ટેક્નોલોજી આંખના પલકારામાં વિકસિત થઇ જાય છે.

એચવીએસી વેન્ટ

એચવીએસી વેન્ટ

આ વૈભવી કાર શેના માટે જાણીતી છે, તે ધ્યાન પૂર્વક જાણી લેજો. આ કારમાં તમે ટર્બાઇન જેવું રાઉન્ડ એર કન્ડિશનિંગ વેન્ટ્સને મિસ નહીં કરો. આ કારમાં એચવીએસી વેન્ટ(હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ) પર ખાસ ફોકસ આપવામાં આવ્યું છે અને તે પ્રભાવિત કરે તેવું છે. તેને ત્રણ ડિમેશનલ સિલ્વર ડેકોરેટિવ ઇન્લેસ છે. નુર્લેડ રિંગથી એરફ્લોને કન્ટ્રોલ કરી શકો છો.

ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

ડેશબોર્ડ ન્યૂનતમવાદી એપ્રોચ છે અને એ જ પ્રકારની ડિઝાઇન ફિલોસોફીને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં કેરીડ કરવામાં આવી છે. આરપીએમ, સ્પીડોમીટર, એન્જીન ટેમ્પ્રેચર, ફ્યુઅલ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને ક્લીન લૂકિંગ બનાવે છે. જેમાં ડીઝીટલ સ્પીડોમીટર છે.

સનરૂફ

સનરૂફ

ઑડી જે પ્રકારની વૈભવતાનો વાયદો કરે છે તે પ્રકારની વૈભવતા આપે પણ છે. એ3માં જે સનરૂફ આપવામાં આવ્યું છે તે નેવર ફોલો સિદ્ધાંત પર કામ કરે છે. તે નવી સ્ટાઇલ ક્રિએટ કરે છે અને તે કોઇની કોપી નથી. પનારોમિક ગ્લાસ સનરૂફ તમને વર્લ્ડ્સ આઇ વ્યૂ આપે છે, જેમાં તમે બ્લૂ સ્કાય અથવા તો લેવિશ નાઇટ સ્કાઇ, જે પણ જોવું હોય તે જોઇ શકો છો.

એલોય વ્હીલ્સ

એલોય વ્હીલ્સ

એ3નો એટિટ્યૂડ અને પર્સનાલિટી થોડીક બોલ્ડ છે. ટ્રેડમાર્ક સ્ટાઇલનું અતિંમ રિફ્લેક્શન એલોય વ્હીલ્સ છે. 16 ઇન્ચ, આઇસીવાય સિલ્વર મેટાલિક વ્હીલ્સ તેના મલ્ટિ સ્પોક ડિઝાઇનમાં છે.

સમરી

સમરી

થમ્સ અપ

-સ્ટ્રાઇકિંગ ડિઝાઇન

-એફિસએન્ટ એન્જીન

-ડેઇલી ડ્રાઇવ કાર

થમ્સ ડાઉન

-નો મેન્યુઅલ ટ્રાન્સમિશન

- ટાઇટ બેક સીટ હેડરૂમ

-સ્ટીયરિંગ ફીડબેક

બલ્સ આઇ

-લૂક, ફીલ અને ડ્રાઇવ દરમિયાન ઉચ્ચ ક્વાલિટી

મૂલ્યની કિંમત

5માંથી ચાર રેટિંગ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

16 જુલાઇ 1909ના રોજ ઑગસ્ટ હોર્ચ દ્વારા ઑડીની રચના કરવામાં આવી હતી. તેને તેના શોધકનું નામ ગ્રહણ કર્યું નથી. તેની પાછળનું કારણ એ છેકે ઑડી નામ તેના શોધકની સરનેમ પરથી લેવામાં આવ્યું છે, હોર્ચ. હોર્સનો જર્મનમાં અર્થ સાંભળવું થાય છે, જ્યારે તેને લેટિનમાં ટ્રાન્સલેટ કરવામાં આવે તો તેનો અર્થ ઑડી થાય છે.

English summary
Introducing the elegant and dynamic Audi A3—a four-door, premium, compact-sedan. Recently coveting the ‘2014 World Car of the Year' title, the A3 sedan, is preparing for an August 2014 launch in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more