• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વના સુંદર રસ્તાઓ જ્યાં એકવાર તો અવશ્ય કરવું ડ્રાઇવ

|

વિશ્વ અનેક સુંદરતાઓથી ભરેલું છે, તેમાં પણ મનુષ્ય પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને કૂદરતની સુંદરતાને વધુ સુંદર બનાવી દે છે. પર્વતો , નદી, દરિયાઓ કે પછી ગાઢ જંગલોની વચ્ચેથી માનવી પોતાના આવાગમન માટે રસ્તાઓ બનાવી દેતો હોય છે. ક્યારેક એ રસ્તાનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પર્વતોને ચઢીને જવું ના પડે તે માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે એ જ રસ્તાઓ સુંદર બની ગયા છે અને લોકોની લોંગ ડ્રાઇવનું સ્થળ બની ગયા છે.

વિશ્વમાં એવા ઘણા બધા રોડ છે જ્યાં તમે તમારી બાઇક અથવા તો કાર થકી ટ્રાવેલિંગ કરીને એ રસ્તાની આસપાસ રહેલી સુંદરતાને નિહાળી શકો છો. જેમાના કેટલાક રસ્તા જોખમી છે તો કેટલાક રોમાંચથી ભરપૂર છે તો કેટલાક કૂદરતની ગોદમાં સમાયેલી પ્રકૃતિની વચ્ચેથી પસાર થાય છે. ચાલો તસવીરો થકી આવા જ કેટલાક રસ્તાઓ નિહાળીએ.

આ પણ વાંચોઃ- ટોપ 10 ફ્યુઅલ એફિસિઅન્ટ ડીઝલ કાર્સ, જાણો કોની છે કેટલી એવરેજ

આ પણ વાંચોઃ- આ કાર્સના દિવાના છે ભારતીય ક્રિકેટર્સ

આ પણ વાંચોઃ- BMWની કાર છે તો ચોક્કસપણે જુઓ આ વીડિયો

ધ બ્લૂ રિજ પાર્કવે, કારોલિના

ધ બ્લૂ રિજ પાર્કવે, કારોલિના

આ હાઇવે નોર્થ કારોલિનાથી વર્જિનિયા તરફ પસાર થાઇ છે. જ્યાં તમે શાનદાર માઉન્ટેનનો નજારો ઉઠાવી શકો છો.

ગ્રેટ ઓસન રોડ, ઓસ્ટ્રેલિયા

ગ્રેટ ઓસન રોડ, ઓસ્ટ્રેલિયા

આ એક સુંદર રસ્તો છે, જે ઓસ્ટ્રેલિયામાં આવેલો છે. અહીં તમને ટ્વેલ એપ્સ્ટ્લેસ જોવા મળી શકે છે, વ્હેલ, રેઇન ફોરેસ્ટ અને સુંદર નેશનલ પાર્ક તમે જ્યારે આ રસ્તા પર વિહરવા નીકળો ત્યારે દ્રશ્યમાન થાય છે.

ધ ઓબેરલ્પ પાસ, સ્વિત્ઝરલેન્ડ

ધ ઓબેરલ્પ પાસ, સ્વિત્ઝરલેન્ડ

આ રોડ સ્વિત્ઝરલેન્ડમાં આવેલો છે અને તેને માઉન્ટેન રોડ કહેવામાં આવે છે. જે સમુદ્ર લેવલથી 6,706 ફૂટ ઉપર છે. આ રોડ માત્ર ઉનાળામાં જ ખુલ્લો હોય છે, જ્યારે શિયાળામાં તમે ટ્રેન રાઇડની મજા લઇ શકો છો.

સીનિક બાયવે 163 સ્ટ્રેચ્સ, ઉતાહ

સીનિક બાયવે 163 સ્ટ્રેચ્સ, ઉતાહ

ઉતાહમાં માઉન્ટેન વેલી પાસે એરિઝોના બોર્ડર નજીક આ રોડ આવેલો છે. જ્યારે તમે આ રોડ પર 45 માઇલ સુધી ડ્રાઇવ કરો ત્યારે તેમને સુંદર રેડ રોક્સ અને ડેઝર્ટ જોવા મળે છે.

કાબોટ ટ્રાયલ, નોવા સ્કોટિઆ

કાબોટ ટ્રાયલ, નોવા સ્કોટિઆ

કાબોટ ટ્રાયલ, નોવા સ્કોટિઆ ખાતે આવેલો એક સુંદર રોડ છે, જે કેપ બ્રેટોન આઇલેન્ડનો એક ભાગ છે, જ્યારે તમે આ રોડ પર ટ્રાવેલ કરો છો, ત્યારે તમને જંગલ અને દરિયો બન્નેનું સુંદર ચિત્ર દ્રશ્યમાન છે.

એ82 રોડ, સ્કોટલેન્ડ

એ82 રોડ, સ્કોટલેન્ડ

આ રસ્તો સ્કોટલેન્ડના ગ્લેન્કો ખાતે આવેલો છે. આ રોડ પર તમે સુંદરતાનો નજારો કરી શકો છો. વર્ષ દરમિયાન કામના ભારણને તમે અહીં ડ્રાઇવ કરીને અથવા તો એક મુસાફર તરીકે આ રોડ પર ટ્રાવેલની મજા માળી એ કામથી મળેલા થાકને દૂર કરી શકો છો.

ઓવર સી હાઇવે, ફ્લોરિડા

ઓવર સી હાઇવે, ફ્લોરિડા

આપણે દરિયાના અમુક ભાગમાં રોડ બનાવવામાં આવેલા અનેક શહેરો અને દેશો અંગે સાંભળ્યું હશે, પરંતુ ફ્લોરિડામાં બનાવવામાં આવેલા આ ઓવર સી હાઇવેની વાત જ અનોખી છે, અહીં તમે ડ્રાઇવિંગ કરો તો તમને એવો અનુભવ થશે કે તમે જાણેકે દરિયા પર કાર ચલાવી રહ્યાં છો.

જેબેલ હાફીત માઉન્ટેન રોડ, અબુધાબી

જેબેલ હાફીત માઉન્ટેન રોડ, અબુધાબી

જેબેલ હાફીત માઉન્ટેન યુએઇનો બીજો સૌથી મોટો પર્વત છે. આ રોડને પર્વતની ટોચ પરથી જમીન સુધી પહોંચવા માટે એ રીતે બનાવવામાં આવ્યો છેકે આકાશમાંથી જો આ રોડને જોવામાં આવે તો તે સર્પાકાર લાગે છે, જો તમે બપોરે આ રોડ પર ડ્રાઇવ કરો તો તમને એવું જ લાગે કે સૂર્ય ઉપર પર્વત પર જ છે.

ટ્રોલસ્ટિજેન રોડ, નોર્વે

ટ્રોલસ્ટિજેન રોડ, નોર્વે

ટ્રોલસ્ટિજેન રોડ જોખમી પણ છે અને સુંદર પણ છે, અહીં તમે શાનદાર વોટરફોલ જોઇ શકો છો અને આ રસ્તો ઘણા જ વણાંકોથી ભરેલો છે, તેથી આ રોડ પરની તમારી યાત્રા રોમાંચક બની શકે છે.

રુતા 40, આર્જેન્ટિના

રુતા 40, આર્જેન્ટિના

આ રોડ આર્જેન્ટિનામાં આવેલો છે અને તે 3000 માઇલ લાંબો છે, આ રોડ 18 નદી અને 20 નેશનલ પાર્કને ક્રોસ કરે છે. જે અદભૂત અને સુંદર દ્રશ્ય પૂરુ પાડે છે.

હાના હાઇવે, હવાઇ

હાના હાઇવે, હવાઇ

હાના હાઇવે, હવાઇમાં આવ્યો છે, જેના પર 59 બ્રીજ બનાવવામાં આવ્યા છે. તમે આ રોડ પર યાત્રા કરો ત્યારે તમને અનેક વસ્તુઓ જોવા મળે છે. જેમાં વોટરફોલ્સ, રેઇન ફોરેસ્ટ અને દરિયો.

નોર્થ યુંગાસ રોડ, બોલિવિયા

નોર્થ યુંગાસ રોડ, બોલિવિયા

આ હાઇવેને વિશ્વનો સૌથી ખતરનાક રોડ કહેવામાં આવે છે, કારણ કે તેમાં માત્ર સિંગલ લેન જ છે, તેમ છતાં જ્યારે આ રોડ પર સાવધાનીપુર્વક ડ્રાઇવ કરવામાં આવે તો અનેક સુંદરતાનો નજારો આપણને જોવા મળી શકે છે.

કોલ ડે ઇસેરન, ફ્રાન્સ

કોલ ડે ઇસેરન, ફ્રાન્સ

આ હાઇવે ફ્રાન્સમાં આવેલો છે, અને ઘણો જ સુંદર હાઇવે છે, પરંતુ તેને માત્ર ઉનાળામાં જ ઓપન કરવામાં આવે છે, અથવા તો ક્યારેક ટૂર દે ફ્રાન્સ માટે ઓપન કરવામાં આવે છે.

ચાપ્મનનો પીક ડ્રાઇવ, દક્ષિણ આફ્રિકા

ચાપ્મનનો પીક ડ્રાઇવ, દક્ષિણ આફ્રિકા

આ હાઇવે દક્ષિણ આફ્રિકામાં આવેલો છે અને તે પાંચ માઇલ લાંબો છે, જેમાં 114 કર્વ્સ છે અને દરિયો અને પર્વતના 180 ડીગ્રી વ્યૂઝ આપે છે.

રહોતંગ પાસ, ભારત

રહોતંગ પાસ, ભારત

રહોતંગ પાસ, ભારતના સૌથી સુંદર રસ્તાઓમાનો એક છે. જ્યાં તમને ગ્લેસિયર્સ, પીક્સ અને નદીઓ જોવા મળશે. તેમજ આ રોડ ભૂસ્ખલન માટે પણ જાણીતો છે.

એટ્લાન્ટિક રોડ, નોર્વે

એટ્લાન્ટિક રોડ, નોર્વે

આ રસ્તો નોર્વેમાં આવેલો છે, જેના પર સાત બ્રીજ બનેલા છે અને તે એટ્લાન્ટિક દરિયાનું સુંદર દ્રશ્ય પૂરુ પાડે છે. જ્યારે તમે આ રોડ પર ડ્રાઇવ કરી રહ્યા હોવ ત્યારે તમને વ્હેલ અને સીલ્સ પણ જોવા મળી શકે છે.

ઇન્ટરસ્ટેટ 70, ઉતાહ

ઇન્ટરસ્ટેટ 70, ઉતાહ

આ હાઇવે ઉતાહમાં આવેલો છે, આ હાઇવે પર સુંદરતાની ખરા અર્થમાં મજા લેવી હોય તો શિયાળા દરમિયાન આ રોડ પર ડ્રાઇવ કરવું જોઇએ, તમને આસપાસ બરફની ચાદર જોવા મળશે અને તે દ્રશ્ય ખરેખર શાનદાર હોય છે.

કોરાકોરમ હાઇવે, પાકિસ્તાન

કોરાકોરમ હાઇવે, પાકિસ્તાન

આ હાઇવેને હાઇએસ્ટ આંતરરાષ્ટ્રીય માર્ગ કહેવામાં આવે છે, આ રોડ ચીન-પાકિસ્તાન સરહદ પર આવેલો છે. આ એક જોખમી હાઇવે છે, પરંતુ સાથે જ એક સુંદર હાઇવે પણ છે, જે અનેક સુંદર દ્રશ્યોને આપણી સમક્ષ રજૂ કરે છે.

મિલફોર્ડ રોડ, ન્યુઝીલેન્ડ

મિલફોર્ડ રોડ, ન્યુઝીલેન્ડ

આ રોડ ન્યુઝીલેન્ડમા આવેલો છે. જે ફિઓર્ડલેન્ડ નેશનલ પાર્કમાંથી પસાર થાય છે, આ મિલફોર્ડ સાઉન્ડ સાથે જોડાય છે, જ્યાં જાણીતી હોલિવુડ ફિલ્મ લોર્ડ ઓફ ધ રિંગનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

ધ વેલી ઓફ ફાયર રોડ, નવાડા

ધ વેલી ઓફ ફાયર રોડ, નવાડા

વેલી ઓફ ધ ફાયર રોડ, નવાડામાં આવેલો છે, જે સુંદર લાલ પથ્થરોની વચ્ચેથી પસાર થાય છે. જ્યારે સૂર્યના કિરણો તેના પર પડે છે ત્યારે એવું લાગે છે કે જાણે આ તે સળગી રહ્યાં છે.

English summary
Here is the list of world’s most beautiful road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more