• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કાર્સના દિવાના છે ભારતીય ક્રિકેટર્સ

|

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોની સંખ્યા અસંખ્ય હશે અને અનેક યુવાનો તેમને પોતાના આદર્શ માનતા હશે. પરંતુ શું તમે જાણો છોકે આપણા ક્રિકેટર્સ કોના ચાહક છે, જીહાં, કાર્સના. ભારતના મોટાભાગના ક્રિકેટર્સ કાર પ્રત્યેનો પ્રેમ જગજાહેર કરી ચૂક્યા છે, તેમજ આપણા ઘણા ક્રિકેટર્સ એવા પણ છેકે જેમની પાસે કેટલીક એન્ટિક અને ઐતિહાસિક કાર્સ પણ છે. સચિન અને ગાંગુલીની વાત કરવામાં આવે તો આ બે ખેલાડીઓ પાસે સૌથી વધારે કાર્સ હશે.

આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા કેટલાક ક્રિકેટર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેમની પાસે સૌથી વધારે કાર્સ કલેક્શન છે. જેમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, સૌરવ ગાંગુલીનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત પણ અન્ય ક્રિકેટર્સ પણ કાર પ્રત્યે દિવાનગી ધરાવે છે, પણ તેમના વિશે ફરી કયારેક તો ચાલો તસવીરો થકી જોઇએ આપણા ક્રિકેટર્સના કાર કલેક્શનને.

આ પણ વાંચોઃ- ટોપ 10 ફ્યુઅલ એફિસિઅન્ટ કાર્સ, જાણો કોની છે કેટલી એવરેજ

આ પણ વાંચોઃ- કેવી રીતે કારમાં કામ કરે છે પોર્ટેબલ જીપીએસ નેવિગેશન ડિવાઇસ

આ પણ વાંચોઃ- રાત્રી દરમિયાન ડ્રાઇવિંગ, જાણો કયા છે સાવચેતીના પગલાં

સચિન તેંડુલકરનું કાર કલેક્શન

સચિન તેંડુલકરનું કાર કલેક્શન

સચિનનો કાર પ્રેમ બધાને ખબર છે. તેની પહેલી કાર મારુતિ 800 હતી, પરંતુ સચિનનું કાર કલેક્શન સમય વિતતાની સાથે વધતુ પણ ગયું અને તેમાં બીએમડબલ્યુ પણ ઉમેરાઇ ગઇ. તેમ છતાં સચિનને સ્પીડ પ્રત્યે પણ ઘણો પ્રેમ છે અને તેની પાસે કેટલીક સ્પોર્ટ્સ કાર પણ છે.

સચિનની ફાસ્ટેસ્ટ કાર

સચિનની ફાસ્ટેસ્ટ કાર

સચિનને ફિઆટ દ્વારા પોતાની પેલિઓ કારને પ્રમોટ કરવાનો કરાર કરવા બદલ ફેરારી મોડેના 360 ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. થોડાક સમય પહેલા જ સચિને પોતાની ફેરારી વેચીને નિસાન જીટીઆર 530 ખરીદી હતી. સચિના પ્રેફરન્સ સાથે સેટ થાય તે માટે નિસાન દ્વારા પોતાની જીટીઆર 530 કાર સાથે 10 ટેક્નિસિયન્સ પણ દુબઇથી મોકલ્યા હતા. આ કારની કિંમત 70 લાખ રૂપિયાની આસપાસ છે.

સચિન અને બીએમડબલ્યુ

સચિન અને બીએમડબલ્યુ

સચિને પોતાના કાર કલેક્શનમાં બીએમડબલ્યુને પણ ઉમેરી દીધી છે. તેણે લેટેસ્ટ જનરેશન 3 સીરીઝ સેડાન ખરીદી છે, સચિન પાસે બીએમડબલ્યુની ઘણી કાર છે, સચિને યુકેમાં બીએમડબલ્યુની 3 સીરીઝની ટેસ્ટ ડ્રાઇવ પણ લીધી હતી.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને બાઇકનો ઘણો રસ છે, તેની પાસે ઘણી બધી બાઇક્સ પરંતુ તેને કારનો પણ એટલો જ રસ છે. તેની પાસે હમર છે, તેમજ મહિન્દ્રાની સ્કોર્પિયો પણ છે, તેની પાસે ટોયોટા કોરોલા અને મિત્સુબિસીની પજેરો પણ છે.

હરભજન સિંહ

હરભજન સિંહ

હરભજન સિંહે પાસે હમર છે. નોંધનીય છેકે પોતાની હમરને પાર્સિંગ કરાવ્યા વગર ફરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા હરભજન સિંહને 3000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ પાસે બ્રિટિશ હેરિટેજની કાર છે. તે બિન્ટલે કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સુપર સેડાનનો માલિક છે.

યુવરાજ સિંહની ફાસ્ટ રાઇડ

યુવરાજ સિંહની ફાસ્ટ રાઇડ

ભારતના શાનદાર ખેલાડી યુવરાજ સિંહ પાસે પોર્શે કાર છે. તેને પોર્શે 911 સ્પોર્ટ્સ કાર ત્યારે ભેટ કરવામાં આવી હતી, જ્યારે તેણે ટી20 મેચમાં ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત યુવરાજ પાસે લેમ્બોર્ગિની મુર્સિલેજો પણ છે.

વિરાટ કોહલી પાસે ફ્રેન્ચ કલેક્શન

વિરાટ કોહલી પાસે ફ્રેન્ચ કલેક્શન

વિરાટ કોહલીએ શ્રીલંકના પ્રવાસ દરમિયાન મેન ઓફ ધ સીરીઝનો જ ખિતાબ નહોતો મેળવ્યો પણ તેણે રેનો ડસ્ટર એસયુવી પણ એનાયત કરવામાં આવી હતી.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ પાસે હુન્ડાઇ ટક્સન એસયુવી છે, જે તેને આઇસીસી દ્વારા 2004માં બેસ્ટ ટેસ્ટ પ્લેયર બનવા બદલ આપવામાં આવી હતી, આ ઉપરાંત તેની પાસે બીએમડબલ્યુ અને ઑડી એસયુવી પણ છે.

કપિલ દેવ

કપિલ દેવ

ભારતને પહેલો વિશ્વકપ જીતડનારા પૂર્વ સુકાની કપિલ દેવ પાસે પોરશે પાનમેરા પ્રીમિયમ સેડાન છે. તેમ જ પોર્શે પાનમેરા ડીઝલનો પહેલો ભારતીય માલિક પણ બન્યા હતા.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીને કારમાં વધારે રસ છે. તેમની પાસે બધા જ ભારતીય ક્રિકેટર્ કરતા વધારે કારે છે. તેમની પાસે 20 મર્સીડિઝ બેન્ઝ અને બીએમડબલ્યુ કાર છે. તાજેતરમાં જ તે મર્સીડિઝ બેન્ઝ સીએલકેને ડ્રાઇવ કરતા જોવા મળ્યા હતા.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

ભારતના પૂર્વ સુકાની અનિલ કુંબલેને કારમાં વધારે રસ નથી. તેમની પાસે મર્સીડિઝ બેન્ઝ ઇ ક્લાસ અને ફોર્ન એન્ડેવર એસયુવી છે.

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણની ઝોડિયાક સાઇન સ્કોર્પિયો છે અને તને મહિન્દ્રાની સ્કોર્પિયો એસયુવી વધારે પસંદ છે.

શ્રીસંથ

શ્રીસંથ

ભારતના વિવાદિત અને એગ્રેસિવ બોલર શ્રીસંથને બીએમડબલ્યુ એક્સ 6માં ફરવું વધારે પસંદ છે.

English summary
The Indian Cricket team has a huge number of fans. But do you know what the Indian cricketers are fans to? Cars. Yes the Indian cricketers have shown their love for cars and some of them own some rare and exotic cars too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more