For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સ્થળો પર થાય છે વિશ્વનો સૌથી ખરાબ ટ્રાફિક જામ

|
Google Oneindia Gujarati News

વાહન ચલાવતી વખતે સૌથી બેકાર અને પરેશાન કરી મુકે તેવી કોઇ વાત હોય તો તે છે ટ્રાફિક જામ. જી હાં, ટ્રાફિક જામ હાલના સમયે વિશ્વ ભર માટે એક મોટી મુશ્કેલી તરીકે ઉભરી રહ્યું છે. વિશ્વમાં અનેક એવા દેશો છે, જે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેનું નિરાકરણ લાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યાં છે.

તેમ છતાં અનેકવાર મોટા-મોટા મહાનગરોમાં પણ ટ્રાફિક જામથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરરોજ ઘરેથી ક્યાંક જતા અને ઘરે ઝડપથી પહોંચવાની વચ્ચે માનવી આ ટ્રાફિકની પરેશાનીનો શિકાર થાય છે અને ક્યારેક તે જાતે પણ આ સમસ્યાનું કારણ બની જતો હોય છે. ત્યારે આજે અમે તમને વિશ્વના કેટલાક એવા ટ્રાફિક જામ અંગે જણાવવા જઇ રહ્યા છીએ, જેમને વિશ્વના સૌથી મોટા અને બેકાર ટ્રાફિક જામ તરીકે સંબોધવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા શહેરમાં કેવું ટ્રાફિક જામ થાય છે.

સૌથી વધુ લોકો ટ્રાફિકથી પરેશાન

સૌથી વધુ લોકો ટ્રાફિકથી પરેશાન

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમતી જુઓ વિશ્વના કેટલાક એવા શહેરો જ્યાં સૌથી વધુ લોકો ટ્રાફિક જામથી પરેશાન થાય છે.

ચીન

ચીન

જેમકે આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ચીનમાં છે, સાથે જ અહીં વાહનોની સંખ્યા પણ વધારે છે. આ જ કારણ છે કે, અહીં અવાર-નવાર લોકોને ભયાનક ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. એકવાર વર્ષ 2010ના ઑગસ્ટ મહિનામાં એક સાથે 110 ટ્રાફિક જામ લાગ્યા હતા, જે 100 કિમી સુધી હતા. આ ટ્રાફિક જામથી તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે આ ટ્રાફિક જામ 10 દિવસ સુધી હતું.

બ્રાઝીલ

બ્રાઝીલ

બ્રાઝીલના સાઉ પોલો શહેર પણ ભયાનક ટ્રાફિક જામનું સાક્ષી રહ્યું છે, જો કે આજે પણ ત્યાં કોઇ સુધારો થયો નથી. અહીં અવાર નવાર લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એકવાર શહેરમાં પ્રવેશ કરનારા અને બહાર નીકળતા વાહનોને 295 કિમી લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.

થાઇલેન્ડ

થાઇલેન્ડ

થાઇલેન્ડ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ જે રીતે તેનો વિકાસ થઇ રહ્યો છે, તેવી જ રીતે ત્યાંના રસ્તાઓ પર વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જેના કારણે 4થી 5 કિમી સુધી ટ્રાફિક જામ અહીં એક સામાન્ય સમસ્યા સમાન છે.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ, વિશ્વના ગણ્યાં ગાંઠ્યા દેશોમાં આવે છે જ્યાં ટેક્નોલોજીના નામે વિકાસની માત્રા ઘણી ઓછી છે. આ કારણ છે કે અહીંની રાજધાની ટ્રાફિક જામની સમસ્યાથી પીડિત છે. જીહાં, અહીંના કેટલાક સ્થળોને છોડીને અનેક સ્થળે ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટની પણ સુવિધા નથી. સાથે જ અહીં ખરાબ રસ્તા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

જકાર્તા, ઇન્ડોનેશિયા

જકાર્તા, ઇન્ડોનેશિયા

થાઇલેન્ડ અને ભારતમાં વાહનોની સંખ્યા ટ્રાફિક જામનું કારણ બની રહ્યાં છે, તેવી જ રીતે જકાર્તામાં પણ ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે મુશ્કેલી સર્જી રહી છે.

કંપાલા, યુગાન્ડા

કંપાલા, યુગાન્ડા

જો તમે ટોપ ગિયરની આફ્રિકા સ્પેશિયલ સીઝન જોઇ હશે તો તમને અંદાજો હશે કે કેવી રીતે ટોપ ગિયરની ટીમ કંપાલાના ટ્રાફિક જામમાં આખી રાત ફસાયેલી રહી હતી. આ ખરાબ સ્થિતિ માટે અહીંની ખરાબ આર્થિક નીતિ જવાબદાર છે.

કેનટકી, યુએસ

કેનટકી, યુએસ

એવું નથી કે, જે દેશો ઘણા જ વિકસીત છે, ત્યાં ટ્રાફિક જામની સમસ્યા નથી. જી હાં, અમેરિકાના કેનટકી શહેરના હાઇવે પર અવાર નવાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઇ જાય છે. તમને જણાવી દઇએ કે, કેનટકી શહેરથી કેએફસી ચિકનની શરૂઆત થઇ હતી. તેનું આખું નામ કેનટકી ફ્રાઇડ ચિકન છે.

સિઓલ, દક્ષિણ કોરિયા

સિઓલ, દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયાના સિઓલ શહેરમાં લોકોને ખરાબ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

નૈરોબી, કેન્યા

નૈરોબી, કેન્યા

નૈરોબી શહેરમાં દાખલ થતા જ શહેરને જોડતા હાઇવે પર લોકોને ભારે ટ્રાફિક જામ સહેવો પડે છે. કારણ કે, શહેર એક તરફ જંગલોથી ઘેરાયેલું છે, તો ક્યારેક અહીં રસ્તાઓ પર જંગલી જાનવરો આવી ચડે છે અને ટ્રાફિક જામની સમસ્યાને જન્મ આપે છે.

English summary
Worst traffic jams in cities around the world. Traffic congestions in major cities in countries from around the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X