Skin Care Tips : ચહેરા પર આવી જશે ગ્લો, મુલતાની માટી સાથે ભેળવો આ વસ્તુ
Skin Care Tips of multani mati : મુલતાની માટી એવી વસ્તુ છે, જેને સ્કિન કેર માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ચહેરાને બેદાગ અને ઓઇલ ફ્રી સ્કિન માટે લોકો તેમના ચહેરા પર મુલતાની માટી લગાવે છે. દાદી-નાનીના જમાનાથી મુલતાની માટી ચહેરા પર અને આખા શરીર પર લગાવે છે. આ સાથે તેઓ વાળ પર પણ લગાવે છે.
મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ શોષી લે છે, ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં મદદરૂપ છે અને ત્વચાના ડાઘ અને ફોલ્લીઓને હળવા કરવામાં પણ અસર દર્શાવે છે. આ અહેવાલમાં જાણીશું કે, કેવી રીતે મુલતાની માટીને ચહેરા પર લગાવીને ત્વચા પર ચમક આવી શકે છે.

મુલતાની માટી અને દૂધ - દૂધમાં મુલતાની માટી મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આ ફેસ પેકથી ત્વચા ચમકદાર બને છે. એક ચમચી મુલતાની માટીમાં જરૂરિયાત મુજબ દૂધ મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો અને પછી ચહેરો ધોઈને સાફ કરો. ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.
મુલતાની મીટી અને મધ - આ ફેસ પેક બનાવવો પણ ખૂબ જ સરળ છે. એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી મધ અને થોડું દૂધ મિક્સ કરો. તેને ચહેરા પર મિક્સ કરો અને 15 મિનિટ માટે લગાવો. આ ફેસ પેક અઠવાડિયામાં એકવાર લગાવવામાં આવે તો જ તે અદ્ભુત અસર દર્શાવે છે.
મુલતાની માટી અને પપૈયા - જો ચહેરા પર ધૂળ, ગંદકી અને ડેડ સ્કિનના કોષો જામ્યા હોય તો આ ફેસ માસ્ક બનાવીને લગાવો. તમારે એક ચમચી પપૈયાના પલ્પમાં એક ચમચી મુલતાની માટી અને એક ચમચી મધ મિક્સ કરવાનું છે. જો ફેસ પેક ખૂબ જાડું લાગે, તો તેમાં જરૂર મુજબ પાણી અથવા ગુલાબજળ ઉમેરો. તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો.
મુલતાની માટી અને લીંબુનો રસ - ખીલ અને પિમ્પલ્સ દૂર કરવા માટે આ ફેસ પેક લગાવી શકાય છે. આ ફેસ પેક ચહેરાને ડાઘ રહિત બનાવવાનું કામ કરે છે. તેને બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. પાણીથી પેસ્ટ તૈયાર કરો અને તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી તેને ધોઈ લો. ચહેરા પર ગ્લો દેખાવા લાગશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ
ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત
નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
